પાટીદાર કરતા OBC ની વસ્તી 54% છતાં મુખ્યમંત્રી OBC સમાજને મળતા નથી 

વિશ્વકર્મા સમાજ અને OBC સમાજની જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ મળે તે જરૂરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે.પાટીદારોએ એક મંચ પર એકત્રિત થઈ ને તમામ હોદા પર પાટીદાર હોવો જોઈએ તેવી માંગ કર્યા બાદ. OBC સમાજે પણ ખાંડા ખખડાવ્યા છે.OBC સમાજ નિગમના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ગૂર્જર ક્ષત્રિય કડિયા સમાજનું સંમેલન યોજાયું હતું.નરેન્દ્ર સોલંકીએ સરકાર સામે બાંયો ચડાવી કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી OBC સમાજને અન્યાય થઈ રહ્યો છે.54% OBC સમાજના મતદારો હોવા છતાં OBC સમાજ ની અવગણના થઈ રહી છે સાથેજ વિશ્વકર્મા સમાજ તેમજ OBC સમાજની જ્ઞાતિઓને પ્રતિનિધિ મળે તે ખુબજ જરૂરી છે.ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજ ના અગ્રણીઓના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અગ્રણીઓએ પણ મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજનો હોવાની વાત કરી હતી બાદમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે જ્યારે 2022 ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં એકતા દર્શાવી રણશીંગુ ફૂંકતા રાજકારણ ગરમાયુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વોર્ડ વાઇઝ સમાજ લેવલે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.નવી સરકારની રચના બાદ ભાજપમાં જ આંતરિક વિવાદોના સુર છેડાતા આગામી ચૂંટણીમાં નવજુની થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.