70 વર્ષ પછી ઈતિહાસમાં ઇઝરાયેલની મુલાકાત લેનારા મોદી પ્રથમ નેતા છે. ઇઝરાયેલના પ્રેસીડેંટ એ મોદીનું ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું અને મોદીને પોતાના દોસ્ત કહીને સંબોધ્યા હતા. ઈઝરાયેલ મીડિયાએ પણ મોદીની આ મુલાકાતને વિશેષ કવરેજ આપ્યું હતું. મોદીની આ મુલાકાત પર સમગ્ર મીડિયાની નજર હતી.
મોદીની આ મુલાકતને પાકિસ્તાન મીડિયાએ પણ મહત્વ આપ્યું હતું. પાકિસ્તાન ના એક જાણીતા અખબારમાં અને વેબસાઇટ ‘ધ ડોને ‘ પણ મોદીની આ મુલાકાત પર ભાર મૂક્યું.
જર્મનીના એક અખબારે પણ મોદીની આ મૂલકતમાં લખ્યું હતું જ્યારે ન્યુયોર્ક ટાઈમ્સ યુએસ એ મોદીની આ મુલાકાત પર લ્કહયું હતું કે મોદી પણ ઇઝરાયેલા પીએમ બેંઝમીન નેત્ન્યાહુની જેમ પરસ્પર સબંધ માટે પેલેસ્ટાઇન જવાની જૂની પરંપરા તોડવા ઉત્સુક છે. ભારત અને ઈઝરાયેલ બને પ્રતિકૂલ પરિસ્થિતિમાં એકબીજા સાથે આવ્યા છે.
આવી જ રીતે હોરેટ્ઝ ઈઝરાયેલ , વોશિંગ્ટન પોસ્ટ યુએસ , અલ ઝાઝીરા કતાર, ધ યેરુસ્લેમ પોસ્ટ , ધ ગાડીયન જેવા વિદેશી મીડિયાએ મોદીની આ મુલાકાત પર નોંધ લીધી હતી