ભારતની નવી પેઢી પેઢીએ નરેન્દ્રભાઈના વ્યક્તિત્વમાં દેશના ઉજવળ ભાવીના દર્શન કર્યા છે
ભારતને અત્યાર સુધી આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખતા આવ્યા છીએ પરંતુ બહુ જલદી આપણો દેશ વિકસીત રાષ્ટ્રની હરોળમાં મુકાઈ જાય એવી તમામ સંભાવના દેખાઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોમાં મુકેલા વિશ્ર્વાસને લીધે આ શકય બનશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારીના સદસ્ય સૌરાષ્ટ્રના કૃષિ અગ્રણી ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને સર્વત્ર રાજકીય ચર્ચા ચાલી રહી છે ત્યારે નરેન્દ્રભાઈના રાષ્ટ્રલક્ષી અને વિકાસલક્ષી પાસાની એમણે ચર્ચા કરી હતી.
માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું કે મને બરાબર યાદ છે કે આજથી દસેક વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુલ્ય શિક્ષણ શિબિર હતી એમાં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ પધાર્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટમાં ઉમટી પડેલા યુવાન વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સંબોધન કરતા એમણે કહ્યું હતું કે, રાજયા સરકાર સ્કોપ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં યુવાનો પોતાના અભ્યાસની સાથે સાથે અંગ્રેજી ભાષા પર સારું નિયંત્રણ મેળવી શકે એવી વ્યવસ્થા છે એમણે ભારપૂર્વક કહ્યું હતું કે હું ઈચ્છુ છું કે ગુજરાતના યુવાનો હવે વૈશ્ર્વિક ભાષામાં વાત કરે. દુનિયા સાથે એ અંગ્રેજીમાં વાત કરે. નરેન્દ્રભાઈ હંમેશા કહેતા આવ્યા છે કે ૨૧મી સદીએ જ્ઞાનની શિક્ષણની સદી છે અને એ મુજબ એ યુવાનો માટે કામ કરતા રહ્યાં છે.
જે મુખ્યમંત્રીએ ઈંગ્લીશ ભાષા વિદ્યાર્થીઓ શીખે એ માટે કામ કર્યું એ જ મુખ્યમંત્રીએ વાંચે ગુજરાત નામની યોજનાનો પણ અમલ કરાવ્યો અને નવી પેઢી પુસ્તકો વાંચતી થાય એવા પચ્ચાસ પોતે અંગત રસ લઈને કર્યા જે નવયુવાન શિક્ષકો શાળામાં નોકરીએ લાગે એ લોકો ટેકનોસેવી બને એ માટે સ્માર્ટ કલાસ, ટેબલેટથી શિક્ષણ વગેરે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત શરૂ કરાવ્યું તો વિદ્યાર્થીઓ પણ એ દિશામાં જાય એવા પ્રયાસ કર્યા છે.