કોંગ્રેસની બધી દુકાનો બંધ થઈ ગઈ છે જેના કારણે તેનો પરસેવો છૂટે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે તેઓના ચૂંટણી પ્રચારના બીજા દિવસે ગુજરાત વિકાસ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, જયાં જયાં રેલી કરી છે ત્યાં ત્યાં જનતા જનાર્દનના ઉમંગ અને ઉત્સાહની આંધી જોઇને કોંગ્રેસ પાર્ટીના હાલ બેહાલ ઇ ગયા છે. આ વખતની ચૂંટણીમાં એક તરફ ભાજપાની ગુજરાતના વિકાસને નવી ઉંચાઇએ પહોંચાડવાની અવિરત મહેનત, દ્રઢ સંકલ્પ, પરીણામ પ્રાપ્તી માટે ખપી જવાની વૃત્તિ ધરાવનાર કાર્યકર્તાઓ જનતાના હૃદયને જીતી રહ્યાં છે, ત્યારે બીજી તરફ વંશવાદ, જાતિવાદ, પરીવારવાદ અને ભ્રષ્ટાચારની વૃત્તિી દેશને બરબાદ કરનાર લોકો છે. કોંગ્રેસના લોકો હંમેશા એવું જ વિચારે કે, વર મરો, ક્ધયા મરો પણ મારૂ તરભાણું ભરો. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિકાસના મુદે ભાજપાનો મુકાબલો કરવાની હિંમત ખોઇ બેઠી છે.
આ કોંગ્રેસના શાસકોના આશીર્વાદી અસામાજીક લોકો ખેડૂતોના કાળી મજૂરીના ઉભા પાકો લણી જતા, પાકોનો નાશ કરી દેતા, પાકોને બાળી નાંખતા, નિર્દોષોને મોતને ઘાટ ઉતારતા એવી કોંગ્રેસને ગુજરાતની જનતા ક્યારેય સ્વિકારશે નહીં. વાર તહેવારે કોમી હુલ્લડો તાં. ૧૦ માંી ૭ વખત અમદાવાદ અને ભાવનગરની રયાત્રાને હુલ્લડોના કારણે અટકાવવી પડતી હતી. ભગવાનનો ર હેમખેમ પાછો આવશે કે કેમ તેની પળોજણ ઉંઘવા નહોતી દેતી. ભાજપાનું શાસન આવતાની સો જ કોમી હુલ્લડો નામશેષ ઇ ગયાં છે, અને ગુજરાતમાં શાંતિ, સલામતી, ભાઇચારાની સપના ઇ છે. ભાજપાની સરકારમાં નિર્દોષોના લોહી વહેવડાવવાના કાળા કામ બંધ યા છે.
મોદીએ જણાવ્યું હતુ કે, પહેલા રાજ્યમાં કોંગ્રેસના શાસનમાં ટેન્કર રાજ હતું. કોંગ્રેસ સરકારના આ ટેન્કરરાજના કર્તાહર્તા પણ તેઓના જ મળતીયા હોવાી ટેન્કરોના હિસાબ કિતાબ ક્યારેય મળતા ન હતાં, તેના કારણે કોંગ્રેસની બધી દુકાનદારી બંધ ઇ ગઇ છે, તેના કારણે તેનો પરસેવો તેમને છૂટે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, પહેલાના છાપા કાઢીને જોઇએ તો તેમાં માત્રને માત્ર કોંગ્રેસના આકાશ પાતાળ, જમીન, દરીયો, બધીજ જગ્યાએ કરેલ ભ્રષ્ટાચારના આંકડાઓ આવતા અને સરવાળા આવતા કે કેટલા લાખનો ભ્રષ્ટાચાર કોંગ્રેસે કર્યો છે, અને અત્યારે છાપાઓમાં દેશની તિજોરીમાં કેટલું ધન આવ્યું અને તે ધન દેશના ગરીબો, દીકરીઓ, ખેડૂતો, માછીમારો અને ભાગ્ય બદલતા નવયુવાનો માટે કેટલો ખર્ચ યો તેના આંકડાઓ આવે છે. કોંગ્રેસના વચેટીયા અને મળતીયાઓના ઘરમાં કંઇ આવતું ની માટે આ મોદી કાંટાની જેમ ખૂંચે છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસના શાસનમાં વાંસને એક વૃક્ષ તરીકે ગણવામાં આવતું હતું. અને તેના માટે ઘણા બધા કાનુનો તેમને બનાવ્યા હતાં. અમે નવા નિયમો બનાવ્યા તે અંતર્ગત વાંસની ખેતી ઇ શકશે, અને અગરબત્તિ બનાવવા, કાગળ બનાવવા, પતંગ બનાવવા વાંસ બહારી નહીં લાવવો પડે. પણ તેની આપણે ત્યાં જ ખેતી કરી શકીશું.
પહેલાં ગેસના કનેકશન માટે કોંગ્રેસના સાંસદોના પગ પકડવા પડતા હતાં. તેઓને બાર માસની મળતી ગેસ કુપનોની કાળાબજારી કરી દેતાં હતાં. ૯ કે ૧૨ બાટલા આપવાના મુદે કોંગ્રેસ ચૂંટણીઓ લડતી, ત્યારે ભાજપાએ ગરીબ માતાને ધુમાડામાંી મૂક્તિ અપાવી ગરીબના ઘેર ઘેર સુધી ગેસનો બાટલો પહોંચાડ્યો છે. પાંચ કરોડ પરીવારોને ગેસ કનેકશન આપવાના લક્ષ્યાંક સામે માત્ર એક વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં ૩ કરોડ જેટલા કનેકશન આપી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ જે કામ ૬૦ વર્ષમાં ન કરી શકી તે કામ અમે એ કામ એક વર્ષમાં પૂર્ણ કરેલ છે. પ્રજા માટે કામ કરવું હોય તો તેનો આ એક ઉત્તમ નમૂનો છે. ૧૧,૨૩,૧૫૯ ગૃહિણીઓને ગુજરાતમાં ગેસના કનેક્શન અપાયા છે.
જો ભાજપાની સરકાર કેન્દ્રમાં ન હોત તો આપણી આ નર્મદા યોજના અટકીને પડેલી હોત. ગુજરાતના ગામડે ગામડે ખેતરે ખેતરે પાણી પહોંચાડી શક્યાં ન હોત. પરંતુ સત્તાના સુકાન સંભાળતા જ ૧૭માં દિવસે નર્મદા યોજનાની મંજૂરી આપીને ધમધમાટ પાણી પહોંચાડવામાં આપણે સફળ રહ્યાં છીએ. કોંગ્રેસે દેશભરમાં કોઇપણ ડેમમાંી પાણી ખેતરોમાં લઇ જવાની વ્યવસ કરી શકી ની. કેન્દ્રમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ૯૦ી વધુ પ્રોજેક્ટો કાર્યરત કરીને પાણી ખેડૂતોના ખેતરે પહોંચાડવાનું કામ પુરજોશમાં ચાલુ છે. ઘોઘા દહેજ રો રો ફેરીનું પરીણામ આવશે ત્યારે લોકોને ખ્યાલ આવશે સુરતની ધન સંપદા કેવી રીતે ભાવનગરમાં ઉછળવા માંડે છે. ?
એક તરફ એક ફકીર ગાંધીના વારસદારો જ્યારે બીજી બાજુ રાજઘરાનામાં સોનાના ચમચા સો જન્મેલા ગાંધીના વારસદારો છે. તેમને ખબર ની કે, ગરીબી કોને કહેવાય. તેમણે હંમેશા ગુજરાત માટે નફરત કરી છે. પહેલાં સરદાર, પછી મોરારજીભાઇ દેસાઇ અને હવે, આ ધરતીનો પુત્ર મોદી તેમને ખૂંચે છે. તેમને વિકાસ સામે વાંધો પડ્યો છે. તેમને ગુજરાતીના કપાળમાં આવેલ પરસેવામાંી ગંધ આવી રહી છે, આ પરસેવાની કિંમત તેમને નહીં સમજાય.
મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે, આજે કેન્દ્રમાં તમારો જણ બેઠો છે, તમે અડધું બોલો તો પુરૂ સમજે, તમારી ભાષા સમજે, તમારો સાદ પડે તો મદદે દોડી આવે, એનો લાભ ગુજરાતી ચોક્કસ લેશે. ભારતના રાષ્ટ્રપતિનો પણ ગુજરાત સો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. ગુજરાતનો પછાત વર્ગ રાષ્ટ્રપતિની મહેમાનગતી માણવા આવી શકે તેવો અવસર આપણા જીવનમાં પહેલીવાર આવ્યો છે. ગુજરાતીઓ માટે અત્યારે બંને હામાં લાડુ અને પાંચેય આંગળીઓ ઘી માં છે.