ગુજરાત યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા રમત ગમત અધિકારની કચેરી રાજકોટ દ્વારા દર વર્ષે રમત ગમત અંતર્ગત અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે.
જેમાં મોદી સ્કુલ ઈશ્ર્વરીયાના વિદ્યાર્થીઓએ રાજયકક્ષાએ વોલીબોલ સ્પર્ધામાં કરેસીયા જગદીશ, મોરી રીશીક, ઝાલાવડીયા ધ્રુવ, વસાણી જય, લોંગ જમ્પમાં પટેલ ભવ્ય, શોર્ટ પુટમાં ઓડેદરા હાર્દિક તેમજ એથ્લેટીક સ્પર્ધામાં શેડવા અનુપમસિંહએ રાજય કક્ષાએ ભાગ લઈ નંબર પ્રાપ્ત કર્યો હતો.
આ તમામ વિદ્યાર્થીઓને સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી.મોદીઅને પ્રિન્સીપાલ વરદ હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામા આવ્યા હતા. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર. પી. મોદીએ વિદ્યાર્થીઓને આટલા સરસ ઉત્કૃષ્ટપ્રદર્શન બદલ સ્પોર્ટસમાં સમગ્ર ભારતનું નામ દુનિયાભરમાં અને સમગ્ર ગુજરાતનું નામ ભારત ભરમાં રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,