નરેશભાઈ પટેલ આગામી પાંચ વર્ષ સુધી ખોડલધામના ચેરમેન પદે રહી સમાજ સેવા કરશે
ત્રણ દિવસ સુધી ચાલેલા વિવાદ બાદ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સમક્ષ આવીને કર્યો ખુલાસો: ટ્રસ્ટી મંડળમાં કોઈપણ જાતનો વિવાદ ન હોવાનો સુર
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેી નરેશ પટેલે રાજીનામુ આપ્યા બાદ પાટીદાર સમાજમાં હડકંપ મચ્યો હતો. બાદમાં બીજે દિવસે જ વડીલોની તેમજ સમાજની સમજાવટ બાદ નરેશ પટેલે રાજીનામુ પરત ખેંચ્યું હતું. રાજીનામાને લઈને ત્રણ દિવસ સુધી ઘણા વિવાદો અને અસમંજસ સ્થિતિ નિર્માણ પામી હતી. રાજીનામાની વાત વહેતી યાને આજે ચોથા દિવસે નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને વ્યસ્તતાને કારણે રાજીનામુ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, પ્રમુખ પરેશ ગજેરા અને તમામ ટ્રસ્ટીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજીનામા મુદ્દે ખુલાસાઓ કર્યા હતા. જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમાજમાં એવો મેસેજ ફરે છે કે હોદ્દેદારોના વિખવાદના કારણે મેં રાજીનામુ આપ્યું હતું તે વાત પાયાવિહોણી છે. બિઝનેશની વ્યસ્તતા અને પરિવારને સમય ન આપી શકતો હોવાી મેં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેી રાજીનામુ આપ્યું હતું. ઉપરાંત હું છેલ્લા ઘણા સમયી ટ્રસ્ટીગણ પાસેી અવાર-નવાર રાજીનામુ સ્વીકારવાની માંગણી પણ કરતો આવ્યો છું.
વધુમાં નરેશ પટેલે જણાવ્યું કે, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેી નિવૃતિ લઈને હું ખોડલધામની શિક્ષણ અને કૃષિ જેવી પ્રવૃતિઓમાં વધુ ધ્યાન આપવા ઈચ્છતો હતો. ઉપરાંત બિઝનેશમાં વ્યસ્તતા, પ્રવાસ અને અગત્યના પ્રોજેકટના લીધે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદ પરી નિવૃત્તિ લેવા ઈચ્છતો હતો. મેં રાજીનામુ પ્રવાસ પૂર્વે ગત તા.૩૧ના રોજ મંત્રી જીતુભાઈ વસોયાને સોંપી દીધું હતું. બાદમાં કોઈ ટ્રસ્ટી અહીં હાજર ન હોવાી અસમંજસની સ્થિતિ ઉદ્ભવી હતી.
નરેશ પટેલના જણાવ્યા મુજબ તમામ ટ્રસ્ટીગણ તેમજ પ્રમુખ પરેશભાઈ ગજેરાને રાજીનામા અંગે જાણ હતી. પરંતુ સમાજમાં કોઈ અનિચ્છનીય પરિસ્થતિ નું નિર્માણ ન થાય તે હેતુી લોકો સમક્ષ આ રાજીનામાની વાત તેઓએ ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં ટ્રસ્ટીઓ અને પ્રમુખ એવું વિચારી રહ્યાં હતા કે તેઓ મને રૂબરૂ મળીને રાજીનામુ પરત ખેંચવા મનાવી લેશે. રાજીનામાને લઈને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરા પર ઘણા આક્ષેપો થયા હતા. ઉપરાંત તેઓ વિરુધ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જે ઘટના દુ:ખદ છે. પરેશ ગજેરાને હું મારો ભાઈ માનું છું, જો તેની કોઈ ભૂલ હોય તો હું તેને રૂબરૂ ઠપકો આપી દઉં. પરેશ ગજેરા અને મારી વચ્ચે વિવાદ હોવાી રાજીનામુ આપ્યું હોવાની વાત તદન ખોટી છે.
વધુમાં તેઓએ રાજીનામુ પરત ખેંચવા અંગે કહ્યું કે, રાજીનામાની વાત વહેતી થયા બાદ વડીલો તેમજ અગ્રણીઓ તરફી ભારે પ્રેસર આવ્યું હતું. ઉપરાંત સમાજમાં પણ અસમંજસની સ્થિતિ નિર્માણ પામી હતી જેથી મેં રાજીનામુ પરત લેવાનો નિર્ણય લીધો હતો. આ સો નરેશ પટેલે કહ્યું કે, સમાજના આગ્રહને માન આપી હજુ પાંચ વર્ષ સુધી ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો યાવત જ રહેશે.
નરેશ પટેલે કહ્યું કે, મેં સાત સંસઓ શ‚ કરી હતી. બાદમાં આ સંસઓ યોગ્ય રીતે ચાલવા લાગતા મેં તેમાંથી નિવૃતિ પણ લઈ લીધી હતી. તેવી જ રીતે ખોડલધામ ટ્રસ્ટ પણ વટવૃક્ષ બની ગયું છે. ટ્રસ્ટમાંથી મારી નિવૃતિ બાદ અન્ય વ્યક્તિને પણ ચેરમેનની જવાબદારી નિભાવવાની તક તેમજ ઘણું શિખવા મળશે.
ઝડપી નિવૃત કરવાની નરેશ પટેલની અપીલ
બિઝનેશ વ્યસ્તતા તેમજ અગત્યના પ્રોજેકટ અને પ્રવાસના કારણે નરેશ પટેલ પાસે સમયનો અભાવ રહે છે જેથી તેઓએ અગાઉ પણ ટ્રસ્ટીગણ સમક્ષ વહેલી તકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેી નિવૃતિ આપવાનો પ્રસ્તાવ મુકયો હતો. પરંતુ ટ્રસ્ટીગણ તેમજ સમાજના આગ્રહી તેઓ ચેરમેન પદે સેવા આપી રહ્યાં હતા. ઉપરાંત પત્રકાર પરિષદ દરમિયાન તેઓએ ટ્રસ્ટીગણને અપીલ કરતા કહ્યું હતું કે, શકય તેટલો વહેલો મને ચેરમેનપદેી નિવૃત કરો.
અંતે તેઓએ સમાજના આગ્રહી આગામી પાંચ વર્ષ સુધી ચેરમેન પદે રહી સમાજ સેવા કરવાનું પણ નિવેદન આપ્યું હતું.
નરેશભાઈનો આદેશ શિરો માન્ય: પરેશ ગજેરા
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ કહ્યું હતું કે, નરેશભાઈ પટેલ હંમેશા મારા માટે માર્ગદર્શક રહ્યાં છે. તેઓનો આદેશ મારા માટે હંમેશા શિરો માન્ય રહેશે.
હું ખોડલધામ તેમજ નરેશભાઈ પટેલનો સૈનિક છું, તેઓનો આદેશ મારા માટે સરઆંખો પર રહેશે. જો નરેશભાઈ પ્રમુખપદે બીજા વ્યક્તિની નિમણૂંક કરે તો હું તે નિમણૂંકને હર્ષભેર સ્વીકારી લઉં. પ્રમુખ પદ વગર પણ હું હોંશભેર ખોડલધામના કામો કરતો રહીશ.
સો મણનો સવાલ: ત્રણ દિવસ સુધી નરેશભાઈ કેમ મૌન રહ્યાં ?
છેલ્લા ત્રણ દિવસી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના રાજીનામાની ઘટનાી પાટીદાર સમાજની ભારે અસંમજસની સ્થિતિ જોવા મળી હતી. વિદેશ પ્રવાસે ગયેલા નરેશભાઈ પટેલે રાજીનામા અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરા પર અનેક આક્ષેપો તેમજ તેમના વિરુધ્ધ સૂત્રોચ્ચારો પણ યા હતા. આવી પરિસ્થિતિમાં હાર્દિક પટેલ જો ટ્વીટ કરી શકતો હોય તો નરેશ પટેલે કેમ ટ્વીટ કરી પોતાનું નિવેદન ન આપ્યું ? આ ઉપરાંત અન્ય માધ્યમની મદદથી પણ પોતાની વાત લોકો સુધી પહોંચાડી શકતા હતા.
નીતિ-નિયમો ઘડવા માટે નવી સમિતિની રચના કરાશે
રાજીનામાના વિવાદ વચ્ચે ખોડલધામનું ભગવાકરણ થયું હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે ચેરમેન નરેશભાઈ પટેલે નીતિ નિયમો ઘડવા માટે નવી સમીતીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હંસરાજ ગજેરાના અધ્યક્ષ સને ૧૦ થી ૧૧ લોકોની સમીતી બનાવવામાં આવશે. આ સમીતીમાં ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો, રાજકારણમાં કેટલા ઈન્વોલ્વ ઈ શકશે તેવા નીતિ નિયમો ઘડવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,