જામનગર જીલ્લાના ભાજપના સાતેય ઉમેદવારોના સમર્થનમાં પ્રધાનમંત્રીની સભા માં જંગી મેદની
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે આવ્યા છે ત્યારે સોમવારે સાંજે જામનગરમાં તેઓએ ચૂંટણીસભા સંબોધી હતી. જામનગર પહેલા તેઓએ જૂનાગઢ અને ધરમપુર ખાતે સભાઓનું સંબોધન કર્યું હતું. જામનગરના હવાઈ મથક પર પ્રધાનમંત્રીએ સાંજે ૬ કલાકે આવી પહોંચ્યા હતા. જયાં પક્ષના સ્થાનિક નેતાઓ તથા પદાધિકારીઓ દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેઓનો કાફલો સભા સ્થળે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો. સભાસ્થળે પહોંચ્યા બાદ તેઓએ સાંજે ૭ વાગ્યે સભાને સંબોધન શ‚ કરેલુ અને જેમાં સરકારની સિદ્ધિઓ વર્ણવી વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપના તમામ ઉમેદવારોને જંગી લીડથી જીતવાનો પણ અનુરોધ કર્યો હતો. આ સભામાં સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ સાતેય બેઠકના ઉમેદવારો અને જામનગર શહેર જીલ્લાના પક્ષના અધ્યક્ષો, અર્થ અગ્રણી કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ સભામાં ઉપસ્થિત જામનગર વાસીઓનો આભાર માન્યો હતો. તેઓએ ત્રણેય ચૂંટણીઓના પરિણામની આગાહી કરી હતી અને ત્રણેય ચૂંટણીના પરીણામો નકકી છે. ઉતર પ્રદેશની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ખાતુ ના ખોલાવી શકી અમેઠી, રાયબરેલીમાં ત્યાંની જનતાએ કોંગ્રેસ સામેથી મોં ફેરવી લીધુ છે. ગુજરાતમાં પણ લોકો કોંગ્રેસને કયારેય નહી સ્વિકારે. ૨૦૦૧માં ભુકંપ પછી દુનિયા માનતી હતી કે ગુજરાતે મોતની ચાદર ઓઢી છે. ગુજરાત ઉભુ નહીં થાય એવુ બધાને લાગતુ હતું. અમે ગુજરાતને ઉભુ કર્યું. કોંગ્રેસે આપેલા વચન જો પુરા કર્યા હોત તો મહારાષ્ટ્ર, ગોવા, ઝારખંડ, ઉતરાખંડ, બિહાર, આંધપ્રદેશમાંથી કોંગ્રેસની વિદાય ન થઈ હોત. બીજીબાજુ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ૨૮ કરોડ એલ.ઈ.ડી. બલ્બનું વિતરણ કર્યું. કોંગ્રેસની સરકારમાં એલ.ઈ.ડી. બલ્બની કિંમત ૩૫૦ ‚પિયા હતી અને અમારી સરકારે ૫૦ ‚પિયા કર્યા.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ૬૦ થી ૬૫ ટકા સાક્ષરતાનો દર હતો. અમારા આવતા પહેલા ૭ યુનિવર્સિટી હતી અને હાલમાં ૫૭ યુનિવર્સિટી ગુજરાતમાં કાર્યરત છે. એન્જીનિયરીંગ કોલેજો ૨૦ જેટલી હતી. અમારી સરકારે ૨૪૦ કોલેજો શ‚ કરી અને અમારા સમયમાં ૯ કરોડ કરતા વધારે યુવાનોએ બેન્કમાંથી લોન લીધી. ગુજરાતની જનતાએ એક બનીને કોંગ્રેસ સામે અવાજ ઉઠાવ્યો છે.