સમાજની વાડી તેમજ શૈક્ષણીક ભવનનાં નિર્માણ અર્થે દાતાઓએ અનુદાનની સરવાણી વહાવી

સુરતના કામરેજ વિસ્તારમાં વસતા ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ દ્વારા કુટુંબીજનો સંગઠીત થઈ પરસ્પરના સ્નેહ થકી એક બીજાના પરિચયમાં આવે તેવા હેતુથી એક વર્ષ પહેલા નિર્ણય લેવામાં આવેલ જેને લઈને કામરેજમાં વસતા તમામ કુટુંબીજનોની યાદીઓની તૈયારી કરવામાં આવેલ જે સંપૂર્ણ યાદી તૈયાર થઈ ગયા બાદ આજરોજ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમના પ્રારંભ સુરતમાં બનેલી તક્ષશીલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને જ્ઞાતિના તમામ વડીલો માતાઓ બહેનો બાળકો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કર્યા બાદ આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ગૂરૂ જીવરાજ બાપુ અને સોમનાથ મહાદેવ કામરેજના મહંત દેવગીરી બાપુગૂરૂ શંભુગીરી બાપુ, તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરીને આ સમાજ પુષ્પ, પરિચય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમ દરમિયાન ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજ મેડિકલ એસો. સુરતના અગ્રગણ્ય ડોકટરની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ.

narendra-modis-book-samaj-pushp-introduction-from-gurjar-kshatriya-samaj-gita
narendra-modis-book-samaj-pushp-introduction-from-gurjar-kshatriya-samaj-gita

પરિચય ગ્રંથ વિમોન દરમિયાન કામરેજ વિસ્તાર માટે થઈને ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજને ઉપયોગી થાય તેવી સંસ્થાની વાડી તેમજ શૈક્ષણીક ભવનનું નિર્માણ કરવા માટે થઈને બે હજાર ચોરસ વાર જગ્યા લેવાનો નિર્ણય કરવામાં આવેલ જે કામરેજ વિસ્તારમાં લેવામાં આવશે અને ત્યાં જ સંસ્થાની વાડી તેમજ આવનારી યુવા પેઢીના અભ્યાસ માટે થઈને ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે થઈને શૈક્ષણીક ભવનનું નિર્માણ કરવા માટે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા આ જગ્યા ખરીદવા માટે થઈને તેમના તરપથી રૂ.૫,૫૫,૫૫૫ જયારે બાપુનગર વાડીના પ્રમુખ નિલેશભાઈ ચૌહાણ કમલેશભાઈ ચૌહાણ વિનુભાઈ ચૌહાણ તરફથી ૧૧,૧૧,૧૧૧ લખવામા આવેલ.

narendra-modis-book-samaj-pushp-introduction-from-gurjar-kshatriya-samaj-gita
narendra-modis-book-samaj-pushp-introduction-from-gurjar-kshatriya-samaj-gita

આ પ્રસંગે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ગૂરૂ જીવરાજબાપુ, જણાવેલું કે આપણા સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષે સમૂહ લગ્ના આયોજન ક્રવામાં આવતા હોય છે જેમાં મધ્યમ લોકો સમૂહ લગ્નનો લાભ લેતા હોય છે. પરંતુ આ સમૂહ લગ્નનો લાભ લેનારાઓ સમૂહ લગ્નમાં નામ પણ લખાવે છે અને પર્યાપ્તમા બીજા ખોટા ખર્ચાઓ પણ કરે છે.જેથી મારા સમાજના તમામ લોકોને જણાવ્યું કે સમૂહ લગ્નનો પણ એક નિયમ હો છે જે ગરીબ લોકોને મદદરૂપ થવામાટે થઈને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે નહી કે કોઈ લોકો પોતાના અંગત હિત માયે થઈને સમૂહ લગ્નનો લાભ લઈએ જેથી કરીને આપ સૌને મારી એક ટકોર છે કે આવતા દિવસોમાં આવતા ખોટા ખર્ચા ન કરો અને એજયુકેશન માટે થઈને આગળ વધો અને જેમાં ખર્ચો કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે જેથી કરી આપણા અવનારી પેઢીનું ભવિષ્ય પણ ઉજળુ બને અને પર્યાપ્ત માત્રામાં એજયુકેશન પ્રાપ્ત થાય.

narendra-modis-book-samaj-pushp-introduction-from-gurjar-kshatriya-samaj-gita
narendra-modis-book-samaj-pushp-introduction-from-gurjar-kshatriya-samaj-gita

રાજકોટ સમાજ દ્વારા સમૂહ લગ્ન બંધ કરીને સમૂહ લગ્ન પાછલ થતા ખર્ચાઓ એજયુકેશનમાં વાપરવાનો સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવેલ જેથી આવનારા દિવસો એજયુકેશનના હશે ૨૧મી સદી શિક્ષણની સદી છે અને સમાજની એકતાની સદી છે. સમાજ સંગઠનની શકિત છે. જેથી આપ સૌ એકબનો નેક બનો અને સંગઠીત બનો તેવા મારા કાયમ પ્રયત્નો રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.