“સૌની યોજના”નાં પ્રણેતા માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાને સાકાર કરવા રાજ્યના માન. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ “સૌની યોજના” હેઠળ થોડા વખત પૂર્વે નર્મદાનાં નીર આજી-૧ જળાશયમાં પહોંચાડવાનાં ભગીરથી પ્રોજેક્ટને સાકાર કરી રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યાને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધી હતી. આ સિલસિલો વધુ એક કદમ આગળ ધપાવી માન. મુખ્યમંત્રીએ રાજકોટનાં વોટર મેનેજમેન્ટને જબરદસ્ત મજબુતી પ્રદાન થાય એ માટે હવે નર્મદાના નીર ન્યારી-૧ જળાશયમાં ઠાલવવા માટેનાં પ્રોજેક્ટને પણ સાકાર કરી રાજકોટવાસીઓને ચિંતામુક્ત કરી દીધા છે.

22

આજે સિંચાઇ વિભાગ દ્વારા આજી-૧ ડેમ નજીક સ્થિત ત્રંબા ગામ પાસેથી શરૂ થઇ ન્યારી—ડેમ નજીકના રાઉકી ગામ સુધી પહોંચતી નર્મદા પાઈપલાઈનમાં પાણી વહેતું કરવા માટે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જે સંપૂર્ણપણે સફળ રહયું હતું અને આજે સવારે નર્મદા નીર રાઉકી ગામે પહોંચી ગયા હતાં. રાજકોટને પીવાના પાણીમાંથી સંપૂર્ણપણે ચિંતામુક્ત કરાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા જેઓની રહી છે તે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે માન. મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે સમગ્ર રાજકોટનાં નાગરિકો વતી ખુબખુબ આભારની લાગણી વ્યક્ત કરી હતી. માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વદ હસ્તે તા. ૪-૨-૨૦૧૯ નાં રોજ સવારે જામનગર ખાતે નર્મદાનાં નીર ન્યારી-૧ ડેમ પહોંચાડવા માટેનાં પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ મારફત પાણી મેળવી દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરવા આવે છે. અગાઉ શહેરનો પાણીનો પ્રશ્ન ખુબજ વિકટ હતો, પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોને જોડવાની યોજના બનાવેલ. જેના અનુસંધાને માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ સુધીની નર્મદાના નીરની પાઈપલાઈનનું રૂ.૪૩૨ કરોડના ખર્ચે સમય મર્યાદા પહેલા જોડાણ કરી આજી જળાશયમાં નર્મદા નીર પહોંચાડેલ અને માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે નર્મદા નીરના વધામણા કરવામાં આવેલ.

IMG 20190302 WA0001

રાજકોટ શહેરમાં વસ્તી તથા વિસ્તારમાં ખુબજ વધારો થયેલ છે જેના કારણે પાવાના પાણીની સમસ્યા ન રહે તે માટે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી ન્યારી-૦૧ ડેમને પણ જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી. નર્મદાનું પાણી રાઉકી ગામ ખાતે છોડવામાં આવતા ત્યાંથી ન્યારી ડેમમાં પહોંચશે. નર્મદા યોજના દ્વારા એક પંપ ચાલુ કરવામાં આવે તો દરરોજનું ૭ એમ.સી.એફ.ટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે.

કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-૦૧ ડેમમાં હાલ જળસપાટી ૮.૩૬ ફૂટ એટલે કે, તેમાં ૨૦૭ એમ.સી.એફ.ટી. પાણી છે જે મે ની શરૂઆત સુધી આ જથ્થો ચાલે એમ છે પરંતુ ન્યારી ઝોન હેઠળના વિસ્તારોને આગામી ચોમાસા સુધી નિયમિત પાણી પૂરું પાડી શકાય તે માટે સૌની યોજના મારફત પાણી મળવાનું શુરૂ થતા પાણી સમસ્યા હલ થઇ જશે. ન્યારી-૦૧ ડેમની અગાઉની કુલ ઊંડાઈ ૬.૬૫ મીટર હતી અને તેની ક્ષમતા ૯૪૪ એમ.સી.એફ.ટી. જલસંગ્રહની હતી. ત્યારબાદ ડેમની ઊંચાઈ ૧ મીટર વધારવામાં આવતા કુલ ઊંડાઈ ૭.૬૫ મીટર(૨૫ ફૂટ) થઇ છે અને ડેમની કુલ જલસંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમ.સી.એફ.ટી થયેલ છે એટલે કે, ડેમની પાણી સંગ્રહની ક્ષમતામાં ૩૩%નો વધારો થયેલ છે.

IMG 20190302 WA0000

સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ પાસેના ત્રંબા ગામ સુધી પાઈપલાઈન બીછાવવામાં આવેલી છે. ત્યાંથી નર્મદા નીર ન્યારી-૦૧ ડેમમાં પહોંચાડવા માટે ત્રંબા ગામથી પારડી અને ત્યાંથી રાઉકી ગામ સુધી આશરે ૨૦ કિલોમીટર લંબાઈની ૩૦૦૦ એમ.એમ. તથા ૧૭૦૦ એમ.એમ.ની ૨ પાઈપલાઈન બિછાવવામાં આવી છે. ત્યાંથી પાણી ન્યારી-૦૧માં જશે. સિંચાઈ વિભાગ દ્વારા આ પાઈપલાઈન ચાર્જ કરી આજે તેનું ટેસ્ટીંગ કરવામાં આવેલ અને સફળતાપૂર્વક પાણી ડેમ ભણી છોડવામાં આવેલ છે.

આ પાઈપલાઈનને મળતી ન્યારી-૦૧ ડેમમાં રોજનું ૭ એમ.સી.એફ.ટી. ઠલવાશે. વિસ્તૃત રીતે જોઈએ તો પ્રતિ કલાક ૮૨૩૨ ક્યુબિક મીટર એટલે કે, પ્રતિ સેકન્ડ ૨૨૩૨ લીટર પાણી ડેમમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.