ડેમ બનાવી પાણી બચાવો, લોહી દઈને જીવ બચાવો, વૃક્ષ વાવી પર્યાવરણ બચાવો, જૈવિક અપનાવી ધરતીને બચાવો, યોગ અપનાવો સ્વાસ્થ્યને બચાવો સહિતના વિચારોને જનજન સુધી પહોંચાડાશે
મોટાભાગની સરકારી યોજનાની જાણકારી લોકોને હોતી નથી ત્યારે હવે લોકોને સરકારી યોજનાની સચોટ વિગતો પહોચાડવા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ જંગે ઉતારવાનું છે. ગઈકાલે નરેન્દ્ર મોદી વિચાર મંચના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આર.એસ.એસ.ના પ્રચારક રવિ ચાણકય રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેઓએ લીમકા ચોક ખાતે આવેલી સ્વાગતમ ઈન હોટલમાં બેઠક યોજી હતી.
આગામી તા.૨૨ જૂનના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચને ૧૩ વર્ષ પૂર્ણ થશે અને ૧૪માં વર્ષની શ‚આતમાં વિચાર મંચ દ્વારા આઠથી વધુ પ્રકલ્પો શ‚ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ રવિ ચાણકયએ જણાવ્યું હતુ કે, મોદી વિચાર મંચ દ્વારા દેશભરમાં લોકોને નેત્રદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવશે. સાથોસાથ દેહદાન અને રકતદાન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિને હાથે લઈને નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો મેદાને ઉતરશે. ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે દેશભરનાં વૃધ્ધાશ્રમો કે તેને સાધના સ્થળમાં પરિવર્તિત કરવા માટે પણ મોદી વિચાર ધારા મંચ પ્રયાસ કરશે સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોને વિકાસ માટે દેશભરની શાળાઓમાં શિબિર મંચ દ્વારા યોજવામાં આવશે જેમા બાળકોને ભુકંપ અને વાવાઝોડા જેવી સ્થિતિનો કેમ સામનો કરવો? તેની તાલીમ માટે પણ મંચના કાર્યકરો દ્વારા આપવામાં આવશે.
તેમજ દેશભરમાં લગભગ ૨ લાખ ૩૫ હજાર જેટલા માર્ગ અકસ્માત થાય છે. તો મૃત્યુના પ્રમાણને નીચુ લાવવા માટે પણ અને લોકોમાં જાગૃતિઆવે તે માટે પણ મંચના કાર્યકરો મેદાને ઉતરશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આગામી સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સેના ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત નરેન્દ્ર મોદીના આઠ પ્રકલ્પો અંતર્ગત ધરતી બચાવો, વૃક્ષારોપ, અને યોગ તેમજ જૈવિક ખેતી દ્વારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટેની પણ પ્રવૃત્તિઓ શ‚ કરવામાં આવશે. ગઈકાલે રાજકોટ રોકાણ કર્યા બાદ રવિ ચાશકય આજે જૂનાગઢ ભાવી પોરબંદર કાર્યકર્તાઓને મળશે અને આગામી સમયમાં તેઓ દ્વારકા, જામનગર, મોરબી અને ભાવનગરની મુલાકાત લઈ કાર્યકર્તાઓને મળશે.