મોદી સ્કૂલના ૫૦૦ વિદ્યાર્થી ઘરે-ઘરે જઈ મતદાન જાગૃતિ ફેલાવશે

રાષ્ટ્રપતિ એવોર્ડ, રાજય પુરસ્કાર એવોર્ડ, રાજય રેલી ચેમ્પિયનશીપ એવોર્ડ અને દિક્ષા વિધિ કાર્યક્રમમાં અવ્વલ રહેલા વિદ્યાર્થીઓનું અધિક કલેકટર અને શિક્ષણાધિકારી દ્વારા બહુમાન કરાયું

મોદી સ્કૂલના ૫૦૦ વિદ્યાર્થીઓ લોકસભાની ચૂંટણીમાં અવશ્યપણે મતદાન કરવાની ઘરે-ઘરે જઈને અપીલ કરવાના છે. શહેરના ૩૨ વિસ્તારમાં આ વિદ્યાર્થીઓની ટીમ ફરીને મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરશે. આ સાથે વિદ્યાર્થીઓ સંકલ્પ પત્રો પણ ભરાવશે.

મોદી સ્કૂલના સ્કાઉટ એન્ડ ગાઈડ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ એવોર્ડ, રાજય પુરસ્કાર એવોર્ડ, રાજય રેલી ચેમ્પીયન એવોર્ડ અને દિક્ષા વિધિ કાર્યક્રમમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે ત્યારે આજરોજ અધિક કલેકટર અને શિક્ષણાધિકારીની હાજરીમાં તેઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેની વિસ્તૃત વિગત આપવા સ્કાઉટ એન્ડ ગાઈડ ટીમ તેમજ ટ્રેનરોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Matdan Jagruti Abhiyan Relly Rajkot 20 3 19 9સન્માન સમારોહની શરૂઆત દિપ-પ્રાગટથી કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને દિક્ષા અર્પણ કરવામાં આવી હતી. તેમજ શાળાના પ્રિન્સિપાલ દ્વારા ત્યાં પધારેલ દરેક મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓને પણ બેસ્ટ સ્કાઉટ માસ્ટર અને બેસ્ટ ગાઈડ કેપ્ટન માટે શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત ત્યાં પધારેલ મહેમાનોમાં રાજકોટ અધિક કલેકટર પરિમલભાઈ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ઉપાધ્યાય, સ્ટેટ ચીફ કમિશ્નર જનાર્દનભાઈ પંડયા, સ્ટેટ ચીફ સેક્રેટરી મનીષભાઈ મહેતા, સ્ટેટ ટ્રેનિંગ કમિશ્નર ભીખાલાલ સીદપરા, જિલ્લા કોડીનેટર ભરતસિંહ પરમાર જેવા મહાનુભાવો તથા હોદ્દેદારો ત્યાં હાજર રહ્યાં હતા. તેઓને સન્માનિત મોદી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદીના વરદ્ હસ્તે સ્કાર્ફ અને બુકે અર્પણ કરીને કરવામાં આવેલ હતું.Matdan Jagruti Abhiyan Relly Rajkot 20 3 19 12

તાજેતરમાં ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા યોજાયેલી ૨૮મી રાજયરેલી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન ભાવનગરના કાળીયાબીડ સ્થિત ૨૮મી રાજયરેલી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન ભાવનગરના કાળીયાબીડ સ્થિત સરદાર પટેલ હોલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજયના જિલ્લાઓના સ્કાઉટ અને ગાઈડના ૧૮૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરની મોદી સ્કૂલ ૮ ઈવેન્ટ રજૂ કરી હતી અને સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીએ જનરલ ચેમ્પીયનશીપ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.