મોસાળે જમણ ને ર્માં પીરસનારની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રને ખૂબ આપ્યું: મોહનભાઈ કુંડારીયા
વિકાસની સાથે સાથે વડાપ્રધાનના નેતૃત્વથી ભારત વિશ્વ ગુરુની ગરિમા સુધી પહોંચ્યું આજે ભારતને વિશ્વ આદરથી જુએ છે: રામભાઈ મોકરીયા
વડાપ્રધાનનરેન્દ્રભાઇમોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના સુશાસન ના નવ વર્ષ પૂર્ણ થવા ના અવસરે ભારતીય જનતા પક્ષ ની પ્રતિબદ્ધતા અનુસાર રાજકોટ લોકસભા બેઠક ના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઈ કુંડારિયા તથા રાજ્યસભા ના સંસદસભ્ય રામભાઇ મોકરીયા એ પત્રકાર પરિષદમાં મોદી સરકારની ઉપલબ્ધિ અને 2024 ના રોડ મેપ ની વિગત સાથે ચોથી જાગીર સમક્ષ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા.
સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં પૂર્વમંત્રી મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા સાથે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ રાજુભાઈ ધ્રુવ, મૈયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ, શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલારા પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જીતુભાઈ કોઠારી ,કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર, અલ્પેશભાઈ ઢોલરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ રામાણી, હરેશભાઈ જોશી સહિત આગેવાનો ની ઉપસ્થિતિમા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી શાસન ના નવ વર્ષની ફળશ્રુતિ આપતા મોહનભાઈ કુંડારીયા જણાવ્યું હતું કે વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જે નવ વર્ષના સફળ શાસનના એક એક દિવસનો હિસાબ દેશના છેવાડાના નાગરિકને આપવા પ્રતિબધ બન્યા છે. સમાજના તમામ વર્ગ વય અને તમામ લોકો ની સુખાકારીને સરકારે ચિંતા કરી છે.
સર્વ સમાજ ની અંદર વિકાસના ધ્યેય ને સિદ્ધ કર્યું છે વડાપ્રધાનના હે નેતૃત્વમાં સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે દેશને વિકાસની રાહ પર સતત આગળ લઈ જનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન ભાજપ સરકાર સંગઠન સમાજ શક્તિને જોડીને અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનતાને અપાર સંતોષ આપ્યો છે. જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન ,ભારત મુદ્રા યોજના, સૌભાગ્ય યોજના, સર્જીકલ સ્ટ્રાઈક, આત્મ નિર્ભર ભારત ,રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી 370 ની નાબૂદી, ત્રીપલ તલાક પ્રતિબંધ સહિત અનેક ક્રાંતિકારી પગલા નિર્ણયો અને તેના અમલથી દેશને સૂ રાજ્યનું અનુભવ કરાવવામાં સરકાર સફળ રહે છે
. મોસાળે જમણ અને મા પીરસનાર ની જેમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ને ડબલ એન્જિન સરકારનો પૂરો પૂરો લાભ મળ્યો છે રાજકોટ ને એમસ, હિરાસર એરપોર્ટ, શહેરમાં ઓવરબ્રિજ અંડર બ્રિજ નું નેટવર્ક, રેલ્વે ના વિકાસ રૂપિયા 6493 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ઉપરાંત સમરસ બોયઝ/ ગર્લ્સ હોસ્ટેલ ,નિવાસી શાળા પાર્કિંગ કમ વેધર સેડ, ક્રિમિનલ કોર્ટ બિલ્ડીંગ/ ફેમિલી કોર્ટ બિલ્ડીંગ સહિતના બાંધકામ માટે 7630.10 લાખ .
ગોંડલ રાજકોટ રોડ પર ગોંડલ ચોકડી પર સિક્સ લેન્ડ એલીવેશન જેતપુર ગોંડલ રાજકોટ સિક્સ લેન નું કામ. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ઇન્કમટેક્સ વિભાગ રેલવે વિભાગ રેલવે વિદ્યુતકરણ, પ્લેટફોર્મ ,હિરાસર એરપોર્ટ માટે 310 5 79 કરોડ ની ગ્રાન્ટ ફાળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકાર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ને શૈક્ષણિક આરોગ્ય રેલવે પ્રાથમિક સુવિધા રોડ રસ્તા હાઇવે સહિતના વિકાસ પામે તો માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે .છેલ્લા નવ વર્ષમાં સૌરાષ્ટ્રની વિકાસ યાત્રાને વેગ મળ્યો છે .
છેવડાના લોકોને પણ સુખાકારી માટે પરિવર્તન સાથે તેનો લાભ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજના તમામ વર્ગોનો તમામ સ્તરમાં લોકોને સુખાકારીની ચિંતા કરી છે, પછાત ,વિચરતી ,વિકાસથી વંચિત જાતિઓ, મહિલાઓ અને યુવાનોના ઉત્કર્ષ માટે અનેક યોજના અને પગલાઓથી સમાજના ઉન્નત વિકાસના ધ્યેય ને સાર્થક કર્યું છે અને વડાપ્રધાન દેશના પ્રથમ એવા વડાપ્રધાન બન્યા છે કે જે નવ વર્ષના શાસનકાળના એક એક દિવસનો હિસાબ દેશના છેવાડાના લોકોને આપવા પ્રતિબધ બન્યા છે
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું નેતૃત્વ દેશને જ નહીં સમગ્ર વિશ્વને ગમ્યું છે તેમના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂરા થયા છે સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના શક્તિશાળી નેતા તરીકે ભારતની આભા વધારી છે દેશના સર્વાંગી વિકાસની સાથે સાથે આંતકવાદ નાબુદી અને વિકાસ સાથે રાષ્ટ્રનું ગૌરવ વધે તે માટે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ લોકશાહના મેળવી છે 26 મે 2014 ના રોજ પ્રથમ વાર શપથ લઇ દેશનું પ્રથમ જન સમર્થન મેળવ્યું હતું ત્યારથી લગાતાર આઠ વર્ષ સુધી રાજકીય આર્થિક સામાજિક સંરક્ષણ ક્ષેત્રે સતત સુધારાઓ કરી જનતાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે
2019 માં ફરીથી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભાજપના ભવ્ય વિજય થયો તેમણે ત્રીપલ તલાક અયોધ્યામાં રામ મંદિર કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણયો લીધા કોરોના કાળમાં લોકડાઉન ની જાહેરાત અને પ્રભાવી પગલાઓ જનધન સુધી અનાજ પહોંચાડ્યું સમગ્ર દેશની જનતાને કોરોના વ્યક્તિ સુરક્ષિત કરી ગરીબોને જન ધન યોજના સ્વચ્છ ભારત અભિયાન આયુષ્યમાન ભારત ખેડૂતોના વિકાસ કરીને ભારતમાં લોક કલ્યાણ ની સાથે સાથે 21 મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની માન્યતા બાંગ્લાદેશ સીમા વિભાગ ડોન નર્મદા ડેમ યોજના પૂરી કરી કાવેરી વિવાદ સમાપ્ત કર્યું 1 લાખ કરોડનું કાળું નાણું પકડ્ય કર દાતાની સંખ્યા 3.80 થી લઈ 8.50 કરોડ સુધી પહોંચાડી ઘેર ઘેર પાણી નાના ધંધાર્થીઓને લોન આત્મનિર્ભર ભારત ની સાથે સાથે 2023 સુધીમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનવા તરફ પ્રગતિ કરી રહ્યું છે
વડાપ્રધાને ભારતની ગરિમા અને ચાર ચાંદ લગાડ્યા છે એક જમાનો હતો કે દુનિયામાં કોઈ નોંધ શુભા લેતું ન હતું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રોટોકોલ છોડીને પણ બીજા દેશના વડાપ્રધાન પગે લાગે છે ભારતની આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આભારી છે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે સંગઠન તેમજ સમાજની શક્તિને જોડીને અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનતાને ખરા અર્થમાં લોકતંત્રની ગરિમા નો લાભ આપ્યો છે.
દેશના વિકાસ માટે એક એક પ્રતિભાને શોધી શોધીને તેનો ઉપયોગ કરવાનું કૌશલ્ય ધરાવે છે નરેન્દ્ર મોદી
સાંસદ રામભાઈ મોકરીયા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કૌશલ્ય અને નેતૃત્વ શક્તિ અંગે જણાવ્યું હતું કે ભૂતકાળની કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ ડાભોલ જેવા અધિકારીઓ બ્યુરોકેટ હતા પરંતુ વડાપ્રધાને પ્રતિભાઓને શોધી શોધીને એવા નવ રત્નો ને વધુ જવાબદારી સોંપીને કુશળતા મુજબ કામ લીધું અગાઉ જે લોકોની ગણના થતી ન હતી તેવા ડાભોલ જેવા હોશિયાર લોકો નો સદુપયોગ વડાપ્રધાને કરીને પરિણામ મેળવ્યા છે માણસ પારખવાનું તેમ કૌશલ્ય દેશને કામ આવે છે
ઓક્ટોબર મહિનાથી એઈમ્સ ફુલ ફલેઝમાં કાર્યરત થઈ જશે
ડબલ એન્જિન સરકારનો સૌથી રાજકોટને મળ્યો છે નવ વર્ષની ઉપલબ્ધિ માં દરેક વર્ગ ને વિકાસની અનુભૂતિ થઈ રહી છે સાંસદોએ જણાવ્યું હતું કે ચાલુ છે ઓક્ટોબર મહિનામાં ફુલ ફલેજમાં કાર્યરત થઈ જશે એરપોર્ટમાં પણ અંતિમ લાઇસન્સ ની રાહ જોવાઇ રહી છે ટૂંક સમયમાં એરપોર્ટ પણ શરૂ થઈ જશે રેલવેના વિકાસ કામો પણ વેગમાન છે એક જુલાઈ સુધીમાં અમદાવાદ થી રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રીક ટ્રેન દોડતી થઈ જશે.
રશિયા યુક્રેન યુદ્ધમાં નરેન્દ્ર ભાઈના એક ફોને યુદ્ધ અટકાવી દીધું હતું: રામભાઈ મોકરીયા
ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો કાર્યકાળ ન ભૂતો ન ભવિષ્ય જેવો રહ્યો છે સ્થાનિક પ્રશ્નોના ઉકેલની સાથે સાથે વડાપ્રધાન નું નેતૃત્વ કૌશલ્ય સમગ્ર વિશ્વમાં ગૌરવ પરત બન્યું છે ભારતના ભૂતકાળના સંબંધો અને આભા માં અમુલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાનના માનમાં દુનિયાના અનેક દેશોના વડાપ્રધાન પ્રોટોકોલ તોડતા થયા છે રશિયા યુક્રેન યુદ્ધમાં વડાપ્રધાને એક ફોન કરી યુદ્ધ અટકાવી તિરંગા સાથે ભારતના 22,500 વિદ્યાર્થીઓ ની સાથે બાંગ્લાદેશ પાકિસ્તાનના વિદ્યાર્થીઓને આબાદ બહાર કાઢ્યા હતા નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વમાં સન્માન અને ગૌરવ અપાવ્યું છે ભારતમાં આજે યુદ્ધ જહાજ અને હાઈટેકનોલોજી ભરેલી વંદે ભારત ટ્રેનનું સંપૂર્ણ સ્વદેશી ધોરણે દરરોજ એક ટ્રેનનું ઉત્પાદન થાય છે.
ગોંડલ બ્રિજના કામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ થઈ નથી: મેયર ડો. પ્રદીપ ડવ
સરકારના નવ વર્ષના શાસન દરમિયાન ઉપલબ્ધિઓની સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા ની પ્રેસ કોન્ફરન્સમાં ગોંડલ બીજ ના પોપડા ખરવા અંગેના પ્રશ્ર્નમાં મેયર પ્રદીપભાઈ ડવ એ જણાવ્યું હતું કે બાંધકામ ની ગુણવત્તા માટેના તમામ લેબ રિપોર્ટ થાય છે. સાંસદો એ જણાવ્યું હતું કે બ્રિજ માં પ્લાસ્ટર માં ભમરી ના કારણે પોપડો પડ્યો છે .આરસીસી માં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.
મને ભાજપે નવ વખત ટિકિટ આપી છે, મારા માટે પક્ષનો આદેશ શિરોમાન્ય: મોહનભાઈ કુંડારીયા
મોહનભાઈ કુંડારીયાએ આગામી ચૂંટણીમાં લડવાની ઈચ્છા અંગેના પ્રશ્નમાં જણાવ્યું હતું કે મને ભાજપ એ નવ નવ વખત ટીકીટ આપી છે નવ વખત હું જીત્યો છું પાર્ટી ના આદેશ મારા માટે શિરોમાન્ય ગણાય.. મારું કામ પક્ષના કાર્યકર તરીકે સેવા આપવાનું છે ચૂંટણી લડવી , લડાવવી એ પક્ષના નિર્ણયનો વિષય છે.