કેશોદના માંગરોળ રોડ ખાતે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભા
કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલ કુંજબિહારી વાડીમાં કેન્દ્રીય ટેક્ષટાઇલ મીનીસ્ટર સ્મૃતિ ઇરાનીએ એક જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના શેર છે. તેમ જણાવ્યું હતું.
આ જાહેરસભામાં રાજકોટના પૂર્વમેયર દલસુખભાઇ ભંડેરી પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ નગરપતિ લાભુબેન પીપલીયા, વાલીબેન નંદાણીયા, પૂર્વ ભાજપ મહામંત્રી અતુલભાઇ ઘોડાસરા, કનુભાઇ ભાલાળા સહીત જીલ્લાભરના ભાજપ કાર્યકરો તથા કોંયોકી સાંસભી કભી વહુથીના કલાકાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને જોવા માટે બહેનોની હાજરી મોટી સંખ્યામાઁ જોવા મળેલ હતી. આ પ્રસંગે કેશોદ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ શબ્દોથી સ્વાગત કરી સર્વેન આવકારેલ હતા. ત્યારબાદ વિશાળ જાહેરસભાને સઁબોધન કરતા કેન્દ્રી મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેન્દ્રમાં ભાજપ સરકાર આવી તેને ત્રણ વર્ષ થયા છે. આ ત્રણ વર્ષમાં વડાપ્રધાનની સુઝબુઝના કારણે દેશે અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમાં વિકાસની વાત હોય કે સીમા સુરક્ષાની હોય કે ખેડુતોના હિતની વાત હોય કે પછી મહીલાઓના રાંધણ ગેસની વાત હોય કે યુવાનના રોજગારીની વાત હોય વડાપ્રધાને પોતાના આત્મબળે નિર્ણયો લઇ આજે દેશને પ્રગતિની એક નવી દીશા તરફ લઇ ગયા છે.
ઘણા લોકો ચુંટણી પહેલા કહેતા એક ચા વેંચાણ વાળો આ દેશનો વડાપ્રધાન થોડો બની શકે પણ માણસ સધર્ષ અને પુ‚ષાર્થથી આગળ આવી શકે છે. તેનું ઉદાહરણ આપણી સામે નરેન્દ્રભાઇ મોદી છે તેમ જણાવેલ હતું