મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નવીદિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની મુલાકાત લઇ તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠક માં મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર ના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટ ના આયોજન ની સંપુર્ણ વિગતો થી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.
કેન્દ્ર સરકારના વિભાગો નો પણ આ સમિટ ની સફળતા માટે સહયોગ મળી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું. વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે આ વખતે સમિટ માં વિશ્વના 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેમજ 100થી વધુ રાષ્ટ્રો ના 30 હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટ માં આવશે.તેમણે કહ્યું કે વાયબ્રન્ટ સમિટ 2019 માં આફ્રિકા ડે ની ઉજવણી કરીને આફ્રિકા સાથે એક્સપોર્ટ અને ઇન્વેસ્ટિમેન્ટ સહિત ના સંબંધો વિકસાવવા ની દિશામાં આગળ વધવું છે.
એમ એસ એમ ઈ સેક્ટર ને પણ સમિટ માં સમાવિષ્ટ કરવા ના આયોજન ની પણ વિગતો મુખ્યમંત્રી એ આપી હતી. વાયબ્રન્ટ સમિટ ની આ 9 મી કડી માં આ વર્ષે 15થી 27 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં પ્રથમ વાર શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે તેમ જણાવતા વિજય ભાઈ રૂપાણીએ ઉમેર્યું કે આ શોપિંગ ફેસ્ટિવલમાં નાના મોટા ટ્રેડર્સ ને વેપાર ની તક મળશે.પ્રધાનમંત્રી સાથેની મુખ્યમંત્રીની આ બેઠકમાં મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન અગ્ર સચિવ મનોજ કુમાર દાસ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.