સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ સહિતના વિકાસકામોના લોકાર્પણ માટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચી ગયા છે. જ્યાં તેમણે ધોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કર્યું.
નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતી વખતે કહ્યું કે…
- અમે ફેરીની બીજા સ્થળો સુધી પહોંચાડવાનું પ્લાન કરી રહ્યા છીએ
- 650 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અનેક આધુનિક ટેક્નિક સાથે પૂર્ણ કરવા માટે ગુજરાત અને સરકારને શુભચ્છા પાઠવું છું.
- આ એવો પહેલો પ્રોજેક્ટ છે જે ભારત અને દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે.
- અગાઉની સરકારે ગુજરાતના વિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હતો
- 2012માં હું શિલાન્યાસ કરવા માટે આવ્યો હતો
-
હું જ્યારે નિશાળમાં ભણતો હતો ત્યારે એક પદ્ધતિ હતી, દરરોજના સમાચાર બ્લેકબોર્ડ પર લખવાના હોય. નિશાળમાં એ વખતે સાંભળેલું કે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હશે, ગુજરાતમાં ઘોઘા-દહેજ ફેરી થવાની છે. આટલી બધી સરકાર આવી અને ગઇ, ભાવનગરમાંથી અડીખમ નેતાઓ આવીને ગયા પણ સારા કામ બધા મારા નસીબમાં જ લખાયેલા છે. અત્યારે આ મંચથી સર્વોત્તમ ડેરીના કેટલ ફાર્મનું ઉદ્ઘાટન કરવા મળ્યું છે.
-
310 કિમીનું અંતર ઘટીને માત્ર 31 કિમી થશેનોંધનીય છેકે, ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે. ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે, જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે, આમ સમયની બચત પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે, સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.