ગીતાદીદીની ૩૪૨મી કથા કાલ સુધીમાં પોથી પાટલો નોંધાવી શકાશે: રાજકોટવાસીઓને કથાનો લાભ લેવા નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા અપીલ

નરેન્દ્રબાપુ દ્વારા તા.૯-૧૧ ને ગુરુવારના રોજ રાજકોટ ખાતે દરેક સમાજ માટે સંપૂર્ણ વિનામૂલ્યે ભોજન મહાપ્રસાદ સાથે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક સમાજના લોકોને આવતીકાલ સાંજ સુધીમાં પોતાનો પોથી પાટલો નોંધાવી જવાનો રહેશે. ત્યારબાદ નામ નોંધાવામાં આવશે નહીં. તો આવતીકાલ સાંજ સુધીમાં નરેન્દ્રભાઇ સોલંકીનું કાર્યાલય ગોપીનાથ કોમ્પલેકસ, ગાયત્રીનગર મેઇ રોડ, છેલ્લા બસ સ્ટોપ પાસે, રાજકોટ ખાતે નોંધાવી જવા અપીલ કરાઇ છે.ભાગવત કથાના વકતા ગીતાદીદીનો ૧૬ માર્ચ ૧૯૭૮માં અમરેલીમાં જન્મ થયો હતો.ગીરનારના સિઘ્ધ યોગી સદગુરુ ત્રિલોકનાથજીએ આ દિવ્ય રત્નને માત્ર સાત વર્ષની ઉમરે ઓળખી કાઢયું અને મંત્રદિશા આપીને આઘ્યાત્મકના પંથે પ્રયાણ કરાવ્યું. સદગુરુની કૃપા અને આજ્ઞાથી કેળવ ૧૧ વર્ષની કુમળી વયે દીદીએ પોતાની સુમધુર વાણીમાં રામચરિત માનસની કથા કરીને વ્યાસપીઠ જેવા ગરિમામય સ્થાનને સુશોભિત કર્યુ. રામકથામૃતનું પાન કરાવીને સમાજના બહોળા સમુદાયને વ્યાથામુકત કરવાનું બીડું ઝડપ્યું.એક ભુખ્યા, પીડીત વ્યકિતની પીડાને પોતાની બનાવતા માત્ર ૧૬ વર્ષની કુમળી વગે પૂજય દીદીએ અન્નત્યાગ જેવા કઠોર વ્રતને અંતર્યામી પ્રભુની પ્રેરણાથી ધારણ કર્યુ અને રપ વર્ષ સુધી દીદી માત્ર ફળાહાર પર રહ્યા.દીદીએ ઋષિઓની આર્ષવાણી સમાન વિવિધ શાસ્ત્રોની સાધના ઉપાસના કરીને અમૃત પ્રાપ્ત કર્યુ છે તેને રામકથા, ભાગવત કથા, દેવભાગવત કથા અને શિવકથા તેમજ ગુરુમહીમા અને સપ્તદ્રિપની કથાઓના માઘ્યમથી દીદી દેશ વિદેશમાં જન જન સુધી સેવા, સમર્પણ, સત્ય, ધર્મ અને સંસ્કારનું સિંચન દિવ્યતાથી અને ભવ્યતાથી કરી રહ્યા છે. દીદી દ્વારા અમરેલી તેમજ ગાંધીનગર પાસે બાલવા સ્થિત ગીરનારી આશ્રમમાંઅનેકવિધ સેવા નિષ્કામભાવે થઇ રહી છે. જેમાં અનાથ આશ્રમ, અન્નક્ષેત્ર તથા શૈક્ષણિક સેવાની ત્રિવેણીથી સર્વ લાભાન્વિત થઇ રહ્યા છે.પૂ. દીદીની દ્રષ્ટિમાં રહેલા સ્નેહ-આત્મીયતા નવજાત શિશુથી લઇને અનંત ઇશ્ર્વર સુધીના સેવાયજ્ઞને પ્રગટ કરાવે છે. માટે જ સામાન્ય રીતે બહુ ઓછા લોકોની દ્રષ્ટિમાં આવે છતાં ખુબ જરુરી એવા કેટલાક કાર્યો પૂજય દીદીની પ્રેરણાથી ચાલી રહ્યા છે. અભાવગ્રસ્ત પરિવારોની મહીલાઓ સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય પોષણ મળી રહે એ હેતુથી દીદી દ્વારા આવી મહીલાઓને વસાણુ પહોચાડવાની સેવા છેલ્લા વર્ષોથી અવિરત પણે કરવામાં આવી રહી છે.દીદી દ્વારા એક એવું પણ અભિયાન ચલાવવામાં આવે છે કે જેમાં એચ.આઇ.વી. પોઝીટીવના દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓના સંમેલનો નું આયોજન થાય અને તેઓને સાચી સમજણ આપવામાં આવે. આવા સંમેલનોમાં દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિયુકત વર્તન રાખવાની પ્રેરણા આપવામાં આવે છે.પૂ.દીદીનું હ્રદય વાત્સલ્યથી ભરેલું છે. આ વાત્સલ્યભાવ અનાથ દીકરીઓને મહાપ્રસાદના રુપમાં પ્રાપ્ત થયો છે. અભાવગ્રસ્ત પરિવારોની નિ:સહાય અને અનાથ દિકરીઓ અથવા મા-બાપમાંથી ગમે તે એકની છત્ર છાયા ગુમાવેલ હોય એવી દીકરીઓને સ્વમાનભેર જીવન જીવવાની પ્રેરણા અને શકિત પૂરા પાડવામાં આવે છે. એમના જીવન જરુરીયાતની વસ્તુઓથી લઇને રહેવા, જમવા અને શિક્ષણનો તમામ ખર્ચ ત્રિલોકનાથ વાત્સલ્ય વાટીકા ટ્રસ્ટ ઉઠાવી રહ્યું છે.એક તરફ માતા બનીને એ દિકરીઓને જીવનના સાર્થકયના પાઠ ભણાવીને સર્વાગી વિકાસ કરવો. આ જ રીતે દીદી બન્યા છે.પૂ.દીદી ની વિશીષ્ટ સેવાઓમાં વધુમાં એક યશકલગીનો ઉમેરો થાય છે. ત્રિલોકનાથ અવિચલ સંસ્કૃત પાઠશાળા પૂ. દીદીએ અમરેલી સ્થિત આ સંસ્કૃત પાઠશાળા દ્વારા બ્રાહ્મણ વિઘાર્થીઓ ઉચ્ચ શિક્ષણ આપી સમાજમાં વિદ્વાન શાસ્ત્રીઓનું સન્માન વશે તથા આવા શાસ્ત્રી પુરોહીતના યોગક્ષેમનું વહન થાય એવો સંકલ્પ કર્યો છે.પૂ. ગીતાદીદીની ૩૪૨ મી કથાનું આયોજન રાજકોટના આંગણે થઇ રહ્યું છે. જેમના દર્શન માત્ર આપણા જીવનમાં સેવાભાવ જગાવે તેવા પ્રેરણામૂર્તિ દીદી શ્રીમદ્દ ભાગવત કથામૃતનું રસપાન કરાવવા પધારી રહ્યા છે. ત્યો પૂ. દીદી રુપી પ્રવાહીત સ્નેહ, સમર્પણ, સર્જનશીલતા અને સેવારુપી ભાવગંગામાં આવો આપણે સહુ જોડાઇ અને ધન્યતા પાપ્ત કરીએ.પૂ. ગીતાદીદીના સાનીઘ્યમાં તા. ૯-૧૧ થી પારડી રોડ, શેઠ હાઇસ્કુલની સામેનો રોડુ મ્યુનિ. કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં આનંદનગર કોલોની પાસે, રાજકોટ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઇ રહ્યુ છે. અને આયોજક તરીકે નરેન્દ્રભાઇ સોલંકી છે ત્યારે સમગ્ર રાજકોટવાસીઓ આ  કથાનો ભરપુર લાભ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.