મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિથી પ્રધાનમંત્રીશ્રીને સંપૂર્ણ વાકેફ કર્યા હતા.વડાપ્રધાનશ્રીએ આ સ્થિતીનો ચિતાર મેળવી અતિવૃષ્ટિ પૂર પ્રભાવિત ઉત્તર ગુજરાત વિસ્તારના હવાઇ નિરીક્ષણનો નિર્ણય કર્યો હતો.તદઅનુસાર, વડાપ્રધાનશ્રી નવનિયુકત રાષ્ટ્રપતિશ્રીની શપથવિધિ બાદ આ અસરગ્રસ્ત વિસ્તારોની નિરીક્ષણ મૂલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી પૂર પ્રભાવિત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ બાદ અમદાવાદ હવાઇમથકે મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ રાહત તથા પૂર રાહત કામગીરીની સમીક્ષા પણ કરવાના છે.વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રીને ગુજરાત પર આવેલી આ અતિવૃષ્ટિની પરિસ્થિતીમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ-સહાયની પણ ખાતરી આપી હતી.આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ખાસ મુલાકાત લીધી અને અમદાવાદ  ખાતે આવી પહોચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.