જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચનો રિપોર્ટ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વિધાનસભામાં રજૂ કર્યો

44

તપાસપંચે વડાપ્રધાન નરેન્દ્રભાઈનું પણ નિવેદન નોંધી સંડોવણીનો કર્યો ઈન્કાર: તારણોમાં ત્રણ પૂર્વ આઈપીએસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક

પૂર્વ ગૃહમંત્રી સ્વ.હરેનભાઈ પંડ્યા, પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટ અને પૂર્વ મંત્રી સ્વ.અશોકભાઈ ભટ્ટને ક્લિનચીટ આપતું તપાસપંચ

કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ.અહેસાન જાફરી કેસમાં પણ ગુજરાત પોલીસે પુરતી સુરક્ષા પુરી પાડવાનું જાહેર કર્યું

ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી ટ્રેનને આગ ચાંપી સળગાવી દેવાના હિચકારી ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેના પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા ઠેર-ઠેર આગ ચાંપવાની અને તોડફોડની ઘટના અંગે યેલા રાજકીય આક્ષેપો બાદ સરકાર દ્વારા સમગ્ર ગોધરાકાંડની ઘટનાની વિસ્તૃત તપાસ માટે જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચની નિયુક્તિ કરવામાં આવી હતી. બન્ને તપાસ પંચ દ્વારા વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કોઈ સંડોવણી ન હોવાની કલીનચીટ આપી સો સો તત્કાલીન ગૃહમંત્રી સ્વ.હરેન પંડ્યા, પૂર્વ મંત્રી સ્વ.અશોક ભટ્ટ અને પૂર્વ મંત્રી ભરત બારોટને પણ તપાસ પંચ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે.

નાણાવટી અને મહેતા તપાસપંચ દ્વારા યેલી ઉંડાણપૂર્વકની તપાસનો રિપોર્ટ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં રજૂ કર્યો હતો. તેમાં ૪૪,૪૪૫ સોગંદનામા રજૂ કરાયા છે. જે પૈકીના ૧૮ હજાર સોગંદનામામાં રાહત અને પુન: ર્વસનના દાવા માટેના હતા. ૪૮૮ સોગંદનામા સરકારી અધિકારી, કર્મચારી તા પોલીસ ખાતા તરફી રજૂ કરવામાં આવેલા છે. કમિશનને સંબોધીત નિવેદનો લઈ જરૂર જણાય ત્યાં ઉલટ તપાસ કરવામાં આવેલ હતી અને કુલ ૯ ભાગમાં ૨૫૦૦થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

નાણાવટી કમિશન (પાર્ટ-૧)માં ગોધરા ખાતે ટ્રેનના ડબા સળગાવવા બાબતની ઘટના પૂર્વ યોજીત હતી કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરીને કમિશને તેનો રિપોર્ટ વર્ષ ૨૦૦૮માં રજૂ કરેલો હતો. જેમાં કમિશનના રિપોર્ટમાં આ ઘટના પૂર્વઆયોજીત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપક્ષ અને કેટલીક એનજીઓ દ્વારા રાજ્ય સરકારની છબી ખરડાય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવતા ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોના બનાવની રાજ્ય સરકાર પ્રેરીત કે પૂર્વયોજીત હતા તે પ્રકારની મલીન આક્ષેપો સંદર્ભે દુધનું દૂધ અને પાણીનું પાણી ાય તે માટે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ  ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી હતી.

સંવેદનશીલતા જાણીને ત્વરીત તલસ્પર્શી તપાસ થાય તે ર્એ રચાયેલા જી.ટી.નાણાવટી અને જસ્ટીસ અક્ષય એચ.મહેતાના તપાસપંચ દ્વારા આ સમગ્ર બનાવને ષડયંત્ર ન ગણાવી કલીનચીટ આપી છે. આ ઘટનામાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઈ સંડોવણી જોવા મળી ની. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીની કોઈ સંડોવણી જણાતી ની. તપાસપંચે નિષર્કસ આવતા પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈનું પણ નિવેદન લીધું છે. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાય છે જેમાં તત્કાલીન આઈપીએસ અધિકારી આર.બી.શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે.

પૂર્વ ગૃહમંત્રી સ્વ.હરેન પંડ્યા, પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટને તપાસ પંચ દ્વારા કલીનચીટ આપવામાં આવી છે. તે જ રીતે ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ.અહેસાન જાફરી કેસમાં યેલ આક્ષેપો સંદર્ભે તપાસ પંચ દ્વારા અપાયેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગુજરાત પોલીસ અને સરકારે સ્વ.જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઈપણ પગલુ પૂર્વગ્રહ ભર્યું ન હતું.

તપાસ પંચ સમક્ષ તપાસના મુખ્ય બે મુદ્દા હતા જેમાં ગોધરા ખાતે ટ્રેનના ડબ્બાને આગ લગાવવાના બનાવ અને ત્યારબાદના બનાવમાં મુખ્યમંત્રી અવા મંત્રી મંડળના અન્ય સભ્યો તા અન્ય વ્યક્તિઓ તેમજ અન્ય સંસઓએ ભજવેલ ભાગ, તેઓની વર્તળુક તેમજ ગોધરા ટ્રેનના ડબ્બાને આગ લગાવવાનો બનાવ ત્યારબાદના યેલા તોફાનના બનાવમાં અસરગ્રસ્તોને સરકાર દ્વારા રાહત અને સહાય પૂરી પાડવામાં આવી છે. તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા યેલી ભલામણો અને સુચનો મુજબ કાર્યવાહી ઈ છે. સરકાર, મંત્રી મંડળ અને પોલીસ સામે યેલા આક્ષેપો બે માસ પછીના ગણાવ્યા છે અને તે અંગે કોઈ નક્કર આધાર કે માહિતી પૂરી પાડવામાં આવી ન હતી.

આજ રીતે નરોડા પાટીયા વિસ્તારના બનાવમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાટીના આગેવાનો દ્વારા ૫૦૦૦ થી ૭૦૦૦ માળસોના ટોળાને ઉશ્કેલી મુશ્લીમો પર હુમલો કરાયા અંગેના કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ટ્રાયલ કોર્ટ તેમજ હાઈકોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હોવાી આરોપીઓ સામે કોઈ પ્રકારનું તારણ રજૂ કરવું તપાસપંચને ઉચીત જણાતુ ન હોવાનું જણાવાયું છે. એનજીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગોધરા બનાવ અંગે મહદઅંશે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ તેમના મંત્રીઓ જવાબદાર છે. તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ કોઈપણ અધિકારીને જાણ કર્યા સીવાય ગાંધીનગર છોડી રહસ્યમય રીતે ગોધરા ગયા હતા. જો કે કમિશને આ સંજોગોને તપાસ કરતા આક્ષેપો પાયા વગરની ગણાવી મુખ્યમંત્રી ગોધરા જવાની બાબત ખાનગી ન હતી.

તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એકસપ્રેસ ટ્રેનના કોચ નં.એસ-૬માં ૫૮ કારસેવકોને જીવતા સળગાવી દીધાની હિચકારી ઘટનામાં મૃતકના રેલવે યાર્ડમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. આ અંગે તપાસપંચ દ્વારા સનિક અધિકારીઓની સુચનાથી નિષ્ણાંત તબીબો દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હોવાનું અને તેમાં આરોગ્યમંત્રી અશોક ભટ્ટની સુચના ન હોવાનું જણાવ્યું છે.

સાબરમતી ટ્રેનમાં ૫૮ને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ મુખ્યમંત્રીના નિવાસ સને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક મળી હતી જેમાં બહુમતિ કોમનો ગુસ્સો અને લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો  તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સ્વ.અમરસિંહ ચૌધરીએ સોગંદનામુ કરી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે કરેલી બેઠકનો ઉલ્લેખ કરી આક્ષેપ કર્યો હતો કે આશરે ૧૦,૦૦૦ વ્યક્તિના ટોળાએ ગુલબર્ગમાં યેલા હુમલા દરમિયાન જાફરીએ તેમના કુટુંબ અને પોતાની જીંદગી પર જોખમ અંગે પોલીસને ટેલીફોન કરી મદદ અને રક્ષણ આપવા વિનંતી કરેલી હતી તેમ છતાં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા આ બાબતને ગંભીરતાી લેવામાં આવી ન હતી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા ગણાવી તપાસપંચ સમક્ષ કોઈ પુરાવો કે નિવેદન આપવામાં આવ્યું ન હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ ગુલબર્ગ સોસાયટીમાં એક પોલીસ ઈન્સ્પેકટર અને સીઆઈએસએફના એક સેકશનને મોકવામાં આવી હતી. તેમજ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા રજૂ કરાયેલ ફેકસ નકલી હોવાનું તપાસપંચ દ્વારા ઠેરવામા આવ્યું છે. જો કે આ અંગે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ પુછપરછ કરી તપાસ પંચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. સત્તાધીશ સામે બેદરકારી અને નિષ્ક્રીયતા અન્યના આક્ષેપોમાં સત્ય જણાતું ન હોવાનું તપાસપંચ દ્વારા જાહેર કરાયું છે. જસ્ટીસ નાણાવટી અને મહેતા પંચ દ્વારા તપાસના અંતે ોડા ધાર્મિક નેતાઓ સંગઠનો અને અસામાજીક તત્ત્વો બે કોમ વચ્ચેના ભાગલા પડે તેમાં રસ ધરાવતા હોય છે. તેના લીધે કોમો વચ્ચે તિરસકારની ભાવના પેદા થાય અને કોઈ બનાવ બને તો ઉશ્કેરણી કરી કોમી હિંસાનો સ્વરૂપ આપે છે. ધાર્મિક નેતાઓ અવા રસ ધરાવતી વ્યક્તિઓની દોરવણીના કારણે ગરીબ અને અભણ માણસો અસરગ્રસ્ત બનતા હોતા હોય છે. તેઓએ માનવધર્મ શું છે તે અંગે યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. કોમી હિંસા સમાજની કલ્યાણકારી પ્રવૃતિને કઈ રીતે હાનિકારક બને છે તે સમજવું જોઈએ અને આ અંગેની નબળાઈ દૂર કરવા ભલામણ કરી છે.

કાયદા અને વ્યવસની સુવ્યવસ્થિત જાળવવી તે રાજ્ય સરકારની પ્રામિક જવાબદારી છે. શિસ્તબદ્ધ પોલીસ ફોર્સ શાંતિ જળવાઈ રહે અને કોઈ અડચણ ન થાય તે બાબતે સુનિશ્ર્ચિત કરે છે. પુરાવાઓ વિચારમાં લેતા કોમી હિંસાના જે બનાવ બને છે તેમાં ધ્યાન ખેંચે તેવી એ બાબત હતી કે પોલીસની ગેરહાજરી અવા હિંસક ટોળાને કાબુમાં લેવા પોલીસ સ્ટાફ અપુરતો હોવાનું તપાસ પંચ દ્વારા નોંધવામાં આવ્યું છે. ટોળાનો સામનો કરવામાં પોલીસ ફોર્સ અસહ્ય બને છે અને ોડા હયિાર પણ પોલીસ અસર્મ બને છે.

અસરકારક રીતે કામગીરી કરી શકતાની. પુરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અને પુરતી સામગ્રી હોય તો બેકાબુ ટોળાને કંટોલ કરી શકે તેમ તપાસ પંચે જણાવ્યું છે. તપાસપંચે રિપોર્ટના અંતે મીડીયાઓમાં પ્રસિદ્ધ થયેલા કોમી હિંસાના બનાવોને કારણે પણ લોકોમાં ઉશ્કેરાટ વધે અને કોમી હિંસા ભડકે મુશ્કેલીના સમયે મીડીયાએ પણ સ્વયંમ જાળવવો જરૂરી ગણાવી કેટલીક મર્યાદા ન ઓળંગે તે અંગે પણ અસરકારક પગલા ભરવા જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.