વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે રાજગઢ પહોંચ્યા છે. આજે મોદી આશરે 9 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યાં 3800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી મોહનપુરા વૃહદ સિંચાઈ પરિયોજનાનું લોકાર્પણ કરશે. અહીંથી વડાપ્રધાન ઇંદોર જશે. ત્યાં નહેરૂ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન પીએમ ઇંદોર, ભોપાલ સહિત 12 સ્વચ્છ શહેરોને પુરસ્કૃત કરશે. 20 શહેરોમાં સંચાલિત થનારી નગરીય બસ સેવાને પણ લીલી ઝંડી દર્શાવશે.
#MadhyaPradesh: Prime Minister Narendra Modi arrives in Rajgarh to inaugurate the Mohanpura Irrigation Project. CM Shivraj Singh Chouhan & Governor Anandiben Patel also present there. pic.twitter.com/58aG2vlFdj
— ANI (@ANI) June 23, 2018
-:વડાપ્રધાનના 8 મહત્વના કાર્યક્રમ:-
* 3800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી મોહનપુરા વૃહદ સિંચાઈ પરિયોજનાનું લોકાર્પણ કરશે.
* મધ્યપ્રદેશ રાજ્ય સડક પરિવહન નિગમના બંધ થયાના આશરે 14 વર્ષ પછી એકવાર ફરી રાજ્યમાં બસ સેવાને લીલી ઝંડી દર્શાવશે. તેને ‘સૂત્ર સેવા મપ્રકી અપની બસ’ નામ આપવામાં આવ્યું છે. તેમાં રાજ્યના 20 શહેરોમાં 1600 બસો શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 127 બસો ઇંદોર, ભોપાલ, જબલપુર, છિંદવાડા, ગુના અને ભિંડ રવાના થશે.
* સરકારની આવાસ યોજનાઓનો લાભ લઇને ઘર બનાવનારા આશરે 1 લાખ 219 પરિવારોને મોદી ગૃહપ્રવેશ કરાવશે. તેનો ખર્ચ 4063 કરોડ રૂપિયા છે.
* સ્માર્ટ સિટી મિશન હેઠળ 5 સ્માર્ટ સિટી- ઇંદોર, ભોપાલ, જબલપુર, ગ્વાલિયર અને ઉજ્જૈનમાં 278.36 કરોડના ખર્ચે 23 કાર્યોનું લોકાર્પણ કરશે.
* ‘મુખ્યમંત્રી શહેરી પેયજલ’ હેઠળ 14 નગરીય વિસ્તારોની પીવાના પાણીની યોજનાઓનો શુભારંભ કરશે. તેનો ખર્ચ 227.78 કરોડ રૂપિયા છે.
* કટનીમાં 35 કરોડના ખર્ચથી બનનારા ઇંટિગ્રેટેડ સોલિટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે.
* રાજ્યના 10 નગરીય ક્ષેત્રોમાં 10 પાર્કનું લોકાર્પણ કરશે. તેનો ખર્ચ 8.31 કરોડ રૂપિયા છે.
* 2.11 કરોડના ખર્ચે બનેલા છતરપુર-બિજાવર રોડનું પણ લોકાર્પણ કરશે.