નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે સવારે મુક્તિધામ મંદિરની મુલાકાત લીધી હતી જયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની રાજધાની કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરની મુલાકાત લીધી. તેઓ આઇએએફ હેલિકોપ્ટરમાં કાઠમંડુ પહોંચ્યા હતા.
અધિકારીઓ અને કાઠમંડુના કેટલાક સ્થાનિક નેતાઓએ વડા પ્રધાન મોદીને શુભેચ્છા આપી હતી. અને તેમણે ભગવાન માટે પ્રાર્થના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાંની વિઝીટર બુકમાં પણ પોતાના અભીપ્રાય લખયો હતો ત્યાં તેમનું ગરમજોશીથી સ્વાગત કરાયું હતું અને તેમને ભેટ પણ અપાય હતી.
વર્ષ 2016 માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની નેપાળની મુલાકાત માં પશુપતિનાથ મંદિર ગયા હતા. તેમના પ્રયાસોથી, ભારત સરકારે નેપાળ-ભારત મેત્રી પશુપતિનાથ ધર્મશાલા પ્રોજેક્ટની સ્થાપના કરવામાં મદદ કરી હતી.
વડાપ્રધાન મોદી કાઠમંડુમાં હયાત રિજન્સી માટે રવાના થયા હતા, જ્યાં તેઓ નેપાળી કૉંગ્રેસ, ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’, ભૂતપૂર્વ વિદેશ મંત્રી ઉપેન્દ્ર યાદવ અને રાષ્ટ્રીય જનતા પાર્ટીના સભ્યોને મળવાના છે. છેલ્લે રાષ્ટ્રીય સભાગૃહ ખાતે કાઠમંડુમાં એક સિવિક રિસેપ્શન પ્રાપ્ત કર્યા પછી તે ભારત પરત ફરવાના છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com