નરેન્દ્રભાઇ સોલંકી પણ મુંબઇમાં હવે ઉમેદવારી ફોર્મ નહીં ભરી શકયા, છતા સમાજ માટે લડાઇ ચાલુ રાખશે
નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ)ના મોટાભાઇને ગત બુધવારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. તેઓને વધુ સારવાર અર્થે મુંબઇમાં ખસેડવામાં આવ્યા છે. આવતીકાલે તેઓનું બીચ કેન્ડી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવનાર છે. નરેન્દ્રબાપુ મુંબઇ ગયા હોવાના કારણે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી. જો કે સમાજ માટે નરેન્દ્રભાઇની લડત સતત ચાલુ જ રહેશે.
નરેન્દ્રભાઇ સોલંકીએ એક યાદીમાં જણાવ્યું છે કે હું ગત શુક્રવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી પ્રજાજોગ નિવેદન કરવા માટે અમારી ફેસબુક આઇ.ડી., ઇન્સ્ટાગ્રામ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી લાઇવ (ડીબેટ) કરેલ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ખુબ મોટી સંખ્યામાં અમારી વાતને લોકો દ્વારા સબસ્ક્રાઇબ અને શેર કરવામાં આવેલ હતી અને લાખો લોકો દ્વારા આ વાતને સાંભળી અને અનુમોદન કરવામાં આવેલ હતુ. તે બદલ સમગ્ર સમાજના લોકોનો હૃદ્ય પૂર્વક આભાર માનું છું અને આપ સૌની સાચી વાતને આજ રીતે આવતા દિવસોમાં યોગ્ય રીતે મુકવાનો પણ પ્રયત્ન કરતો રહીશ.
ગત બુધવારે મારા મોટાભાઈ રાજેન્દ્રભાઈ મગનભાઇ સોલંકી બ્રેઇન ટ્યુમરનો સ્ટ્રોક આવતા ગીરીરાજ હોસ્પિટલમાં ડો.મયંક ઠકકર તેમજ બ્રેઈન સ્પેશ્યાલીસ્ટ ડો. કોમીલ કોઠારીની અન્ડરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીયત વધુ નાદુરસ્ત રહેતા ડોક્ટરર્સ ટીમના ઓપીનીયન મુજબ તેઓને તાત્કાલીકના ધોરણે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ડો.અનીલ કરપુરક ન્યુરો સર્જન સ્પેશ્યલીસ્ટની અન્ડરમાં મેડીકલ આઇ.સી.યુ. રૂમ નં. 7 (સાત)માં તાત્કાલીકના ધોરણે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જેના કારણે કુટુંબના સભ્યોને તાત્કાલીક ભાઇની સારવાર અર્થે મુંબઈ જવાનું થયેલ છે. કદાચ આવતીકાલે તા.15ના રોજ ઓપરેશન કરવાની શક્યતાઓ છે. સમાજના લોકોની જાણ માટે અમો રાજકોટ આવેલ છીએ. અમારા ભાઇની તબીયત પરમ કૃપાળુ પરમાત્મા તેમજ માં બહુચરાજી અને આપાગીગાની દયાથી અત્યારે ખુબજ સારી છે.
આગામી દિવસોમાં હું આફતમાંથી બહાર નીકળ્યા બાદ મારી આગામી વ્યૂહરચના જાહેર કરીશ ભલે હું ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ન ભરી શકું પરંતુ મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાવાનું હોય હજી ઘણો સમય છે. સમાજને ન્યાય અપાવવા મારી લડત સતત ચાલુ જ રહેશે.