ગુજરાતની ધરતી પર નરેન્દ્રભાઈ મોદીને ઉમળકાભેર આવકાર: બપોરે ૪ કલાકે રાજકોટમાં આગમન: દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ, આજીમાં નર્મદા નીરના વધામણા, ન્યારીની હાઈટ વધારવા અને એકસપ્રેસ ફિડર લાઈનના લોકાર્પણ બાદ ભવ્ય રોડ-શો
કેન્દ્રમાં ત્રણ વર્ષના શાસન દરમિયાન જેની સરકાર સામે ભ્રષ્ટાચારની કાળી ટીલી લાગી ની. વિશ્ર્વભરમાં ભારતનો ડંકો વગાડી એક વૈશ્ર્વિક નેતા તરીકે ઉભરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આજી બે દિવસ માટે માદરે વતન ગુજરાતમાં આગમન ઈ ચૂકયું છે. જયાંી જીવનની પ્રમ ચૂંટણી લડી સીએમ બાદ પીએમ સુધીની સફર ખેડનાર મોદીનું બપોરે ૪:૦૦ વાગ્યે રાજકોટની ભૂમિ પર આગમન શે. વડાપ્રધાનને આવકારવા માટે શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે રાજકોટમાં વડાપ્રધાનનો ૧૦ કિ.મી.નો જાજરમાન રોડ-શો યોજાશે.
ગઈકાલે અમેરિકાની યાત્રા પરી પરત ફર્યા બાદ એક પણ દિવસનો આરામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી પુરા ખંત સો કામ પર ચડી ગયા છે અને બે દિવસ માટે પોતાના માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે ૧૧ કલાકે વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન યું હતું. ૧૧:૨૦ કલાકે તેઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે તેઓના હસ્તે રાજચંદ્રજીની છબીવાળા ૧૫૦ ‚પિયાના ચલણી સીક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું. બપોરે ૪ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન યું હતું. અહીં ભાજપના હોદ્દેદારો અને રાજય સરકાર દ્વારા વડાપ્રધાનનું રજવાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજયપાલ ઓ.પી.કોહલી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત કેન્દ્ર અને રાજય સરકારના મંત્રી મંડળના સભ્યો, સંસદ સભ્ય અને ધારાસભ્યો ઉપસ્તિ રહ્યાં હતા.
વડાપ્રધાનના હસ્તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૧૭,૦૦૦ી વધુ દિવ્યાંગોને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજના અંતર્ગત સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ૧૧૦૦ કેલીપર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બંને કામનો વિશ્ર્વ રેકોર્ડ સર્જાયો છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ કામ માટે વડાપ્રધાનને હાો હા વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. જયારે મુકબધીર લોકોએ સાઈન લેગ્વેજમાં રાષ્ટ્રગીત ગાન કરતા વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
રેસકોર્સ ખાતે દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ અને પ્રેરક સંબોધન બાદ વડાપ્રધાન આજી ડેમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાના સુકનવંતા કામનું લોકાર્પણ કર્યું હતું અને આજીમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા. સો સો ડેમની ઉંચાઈ અને મજબૂતી વધારવાનું કામ અને એક ઝોનમાંી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનનું આજીડેમ ચોકડીી એરપોર્ટ સુધી ૧૦ કિ.મી.નો એક ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં લાખોની સંખ્યામાં જન શૈલાબ ઉમટી પડયો હતો.
આજે રાજકોટ જાણે સવારી જ મોદીમય બની ગયું હોય તેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળતો હતો. સવારી શહેરમાં શાળા-કોલેજો બંધ હતી. નરેન્દ્રભાઈનું આગમન રાજકોટમાં બપોરે ૪:૦૦ કલાકે યું હતું, પરંતુ લોકો કલાકો અગાઉ એરપોર્ટની બહાર અને રેસકોર્સ મેદાન ખાતે ઉમટી પડયા હતા. વડાપ્રધાન બન્યા બાદ પ્રમ વખત રાજકોટના આંગણે પધારેલા નરેન્દ્રભાઈને લાખો રાજકોટવાસીઓએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.
રાજકોટમાં વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
- સાંજે ૪ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન: શાહી સ્વાગત
- સાંજે ૪:૨૦ કલાકે રેસકોર્સ મેદાન ખાતે આગમન
- ૪:૨૨ થી ૪:૨૫ ગુજરાત રાજયના સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન
- ૪:૨૫ થી ૪:૩૦ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પ્રવચન
- ૪:૩૦ થી ૪:૩૫ કેન્દ્રીય મંત્રી ાવરચંદ ગેહલોતનું પ્રવચન
- ૪:૩૫ થી૪:૩૫ વડાપ્રધાન પોતે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પાસેી ત્રણ એવોર્ડ સ્વીકારશે અને દિવ્યાંગોને સાધન સામગ્રી આપશે.
- ૪:૪૫ થી ૪:૫૨ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું પ્રવચન
- ૪:૫૨ થી૫:૨૦ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરક પ્રવચન
- ૫:૨૦ આજી ડેમ જવા રવાના ૫:૪૦ આજી ડેમ ખાતે આગમન
- આજી ડેમ ખાતે એકસપ્રેસ ફિડર લાઈનનું લોકાર્પણ, ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટનું લોકાર્પણ
- ૫:૩૦ થી ૬:૦૦ સુધી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરુશોતમ ‚પાલા અને ભૂતપૂર્વ મંત્રી આનંદીબેન પટેલનું સંબોધન
- ૫:૪૦ થી ૫:૫૦ સુધી આજી ડેમ ખાતે નર્મદા નીરના અવતરણ
- ૬:૦૦ કલાકે આજી ડેમ સાઈટ ખાતે આગમન
- ૬:૦૦ થી૬:૨૫ સુધી કેન્દ્રીય રેલવે રાજય મંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રીનું સંબોધન
- ૬:૨૫ થી ૬:૩૦ સુધી સૌની પ્રોજેકટ અંગેની કાર્યવાહી
- ૬:૩૦ થી ૭:૧૦ સુધી વડાપ્રધાનનું સંબોધન
- ૭:૧૫ થી આજી ડેમી ભવ્ય રોડ-શોનો પ્રારંભ