હિમાચલમાં ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં પાંચ ગણી વધુ મત્તા કબ્જે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે આજે મતદાન પણ થયું છે. તમામ રાજકીય પક્ષો જોરોસોરોથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીજવવા માટે અનેક પ્રકારની જાહેરાતો કરતા હોય છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે ચૂંટણી પંચે મોટો ખુલાસો કર્યો છે. ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું કે બંને રાજ્યોમાં ચૂંટણી પૂર્વે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રેકોર્ડ બ્રેક રોકડ, દારૂ, ડ્રગ્સ તેમજ અનેક પ્રકારના ઉપહારો જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વર્ષ 2017ની હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં વર્ષ 2022ની ચૂંટણીમાં પાંચ ગણો વધુ દારૂ, રોકડ તેમજ ઉપહારો જપ્ત કરવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશમાં આજે મતદાન થયું છે. મતદાનના એક દિવસ પૂર્વે એટલે કે શુક્રવારે ચૂંટણી પંચે પત્રકાર પરિષદનું સંબોધન કરી મોટા ખુલાસા કર્યા છે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારના નેતૃત્વમાં આયોજનબદ્ધ રીતે બંને રાજ્યોમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ચોકાવનાર પરિણામો મળ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાંથી સંયુક્ત રીતે કુલ 11 લાખ લિટર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે રૂપિયા 65 કરોડના ઉપહાર તેમજ રૂપિયા 17.84 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જે રેકોર્ડ બ્રેક જપ્તી ગણી શકાય છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ગુજરાતના આંકડા વધુ ચોંકવનારા છે. ચૂંટણી જાહેર થયાના ગણતરીના દિવસોમાં ગુજરાતમાં કુલ રૂ. 71.88 કરોડની જપ્તી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણી દરમિયાન સંપૂર્ણ આચારસંહિતાના સમયગાળા દરમિયાન કરાયેલી કુલ જપ્તી કરતા હાલ ગુજરાતમાં 2022ની ચૂંટણી દરમિયાન ફક્ત ગણતરીના દિવસોમાં કરાયેલી જપ્તીનો આંકડો વધુ મોટો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2017 વિધાનસભા ચૂંટણીના સંપૂર્ણ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી રૂ. 27.21 કરોડની કુલ જપ્તી કરવામાં આવી હતી જેની સામે ચાલુ વર્ષે ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ ગુરૂવાર સુધીમાં રૂ. 66 લાખની રોકડ રૂ. 3.86 કરોડનો દારૂનો જથ્થો, 94 લાખ રૂપિયાના નશીલા પદાર્થો અને 64.56 કરોડના ઉપહારો જપ્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચલાવેલી ઝુંબેશ અંગે માહિતી આપતા કહ્યું હતું કે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી સમયે આદર્શ આચાર સહિતા ના સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાંથી રૂ. 9.3 કરોડની જપ્તિ કરવામાં આવી હતી. જેની સામે હિમાચલ પ્રદેશમાં 2022ની ચૂંટણીના સમયગાળા દરમિયાન પાંચ ગણા ઉછાળા સાથે રૂ. 50.28 કરોડની જપ્તિ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં 10 નવેમ્બર સુધીમાં રૂ. 17.18 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જ્યારે રૂ. 17.5 કરોડનો દારૂનો જથ્થો, રૂ. 1.2 કરોડની દવાઓ અને 41 લાખ રૂપિયાના ઉપહાર જપ્ત કરવામાં આવ્યા છે.
ઉપરાંત ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, હરિયાણા અને ઉત્તર પ્રદેશની કુલ સાત વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં રૂપિયા 9.35 કરોડની જપ્તી કરવામાં આવી છે.
હિમાચલમાં 2017ની ચૂંટણીની સાપેક્ષે પાંચ ગણી વધુ જપ્તી કરી રૂ.50.28 કરોડનો મુદ્દામાલ કબ્જે
હિમાચલ પ્રદેશમાં ચલાવેલી ઝુંબેશ અંગે માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું હતું કે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી સમયે આદર્શ આચાર સહિતા ના સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાંથી રૂ. 9.3 કરોડની જપ્તિ કરવામાં આવી હતી. જેની સામે હિમાચલ પ્રદેશમાં 2022ની ચૂંટણીના સમયગાળા દરમિયાન પાંચ ગણા ઉછાળા સાથે રૂ. 50.28 કરોડની જપ્તિ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં 10 નવેમ્બર સુધીમાં રૂ. 17.18 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જ્યારે રૂ. 17.5 કરોડનો દારૂનો જથ્થો, રૂ. 1.2 કરોડની દવાઓ અને 41 લાખ રૂપિયાના ઉપહાર જપ્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણી જાહેર થયાના ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં કુલ રૂ.71.88 કરોડની મત્તા જપ્ત!!
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ગુજરાતના આંકડા વધુ ચોંકવનારા છે. ચૂંટણી જાહેર થયાના ગણતરીના દિવસોમાં ગુજરાતમાં કુલ રૂ. 71.88 કરોડની જપ્તી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણી દરમિયાન સંપૂર્ણ આચારસંહિતાના સમયગાળા દરમિયાન કરાયેલી કુલ જપ્તી કરતા હાલ ગુજરાતમાં 2022ની ચૂંટણી દરમિયાન ફક્ત ગણતરીના દિવસોમાં કરાયેલી જપ્તીનો આંકડો વધુ મોટો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2017 વિધાનસભા ચૂંટણીના સંપૂર્ણ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી રૂ. 27.21 કરોડની કુલ જપ્તી કરવામાં આવી હતી જેની સામે ચાલુ વર્ષે ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ ગુરૂવાર સુધીમાં રૂ. 66 લાખની રોકડ રૂ. 3.86 કરોડનો દારૂનો જથ્થો, 94 લાખ રૂપિયાના નશીલા પદાર્થો અને 64.56 કરોડના ઉપહારો જપ્ત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 94,121ના અટકાયતી પગલાં લેવાયાં રૂ.10.18 કરોડના નશીલા પદાર્થો ઝડપી લેવાયાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ 3 નવેમ્બરથી રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેથી 3જી નવેમ્બરથી 11 નવેમ્બર સુધીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 9 દિવસમાં રાજ્યમાં કુલ 10,150 નશાબંદી અધિનિયમ હેઠળ કેસો કરવામાં આવ્યા છે. જેમાં 8346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ 8.38 લાખનો દેશી દારૂનો અને રૂ. 4.05 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો તથા રૂ. 6.04 કરોડની અન્ય ચીજ વસ્તુઓ સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ 78,386 કેસો, ગુજરાત પ્રોહીબિશન એક્ટ હેઠળ 14,215 કેસો, ગુજરાત પોલીસ એક્ટ હેઠળ 1050 કેસો તેમજ પાસા એક્ટ હેઠળ 470 કેસો કરીને વિવિધ કલમો હેઠળ કૂલ 94,181 અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 47,682 જેટલા હથિયારો જમા લેવામાં આવ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ કુલ 16,305 નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. રાજ્યમાં આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને 26 ગેરકાયદેસર