પ્રમુખસ્વામી પ્રાગટ્ય ભૂમિ ચાણસદ અલૌકિક અને દિવ્ય ધન્યતાની અનુભૂતિ કરાવે છે: મુખ્યમંત્રી

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી સનાતન ધર્મની ખ્યાતિ વધારી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ તેમની પ્રાગટ્ય ભૂમિ છે. તેમના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતેના, તેઓના બાલ્યાવસ્થા તથા શૈશવ કાળનાં અઢાર વર્ષના જળક્રીડા સહિતના સંસ્મરણોને સાડા આઠ દાયકાથી જીવંત રાખતા પ્રાસાદિક સરોવરનો રાજ્ય સરકારશ્રીના ગુજરાત પ્રવાસન નિગમ તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા સંયુક્ત પ્રયાસોથી કાયાકલ્પ કરવામાં આવ્યો હતો.

9 એપ્રિલ રવિવારે  સંસ્થાના સદગુરુ સંતો ભક્તિપ્રિય સ્વામી તથા ઈશ્વરચરણ સ્વામી અને ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પાવન ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વડોદરાની નૈરૂતય દિશામાં આવેલ ચાણસદ ગામમાં એક શતાબ્દી પહેલા પ્રગટ થયેલા શાંતિલાલે ગુરુના એક પત્ર રૂપી આજ્ઞાને શિરોમાન્ય ગણી સાડા આઠ દાયકા પહેલાં વસુધૈવ કુટુંબકમને ચરિતાર્થ કરવા માટે કુટુંબ તથા ગામનો ત્યાગ કર્યો તે પહેલાંના તેઓના જલક્રીડાના સંસ્મરણો સંગ્રહીત કરી રહેલા બે લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ નારાયણ સરોવરની એક કિલોમીટર લાંબી પરિક્રમામાં એક સો ચોરસ ફૂટની એક એવી અઢાર ઘુમટીઓ બાળ શાંતિલાલના અઢાર વર્ષના ચાણસદના નિવાસના પ્રતિક રૂપે શાસ્ત્રોક્ત ગુરૂ મહિમા વર્ણવતા ભજનો/ સાખીઓની સુરાવલી સહ પશ્ચાતમાં રંગબેરંગી રોશનીથી  ઝળહળતા જળ પ્રપાત ( ૂફયિિં ભીિફિંશક્ષ) સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

તદુપરાંત સરોવરની અંદર અલગ અલગ સાત સ્થળોએ ધ્વનિના આરોહ અવરોહ સાથે જળ પ્રપાતના વધઘટ ના સમન્વય જાળવતા સંગીતમય ફુવારાઓ ધ્યાનાકર્ષક જણાય છે. સરોવરની પશ્ચિમ કિનારે મહિલાઓ અને પુરુષો માટેના બે અલાયદા ત્રણ હજાર ચોરસ ફૂટ ક્ષેત્રફળના સ્નાન ધાટમાંના સરોવર તરફની બાજુના પારદર્શક કાચના કારણે સ્નાન ધાટ અને સરોવરના પાણીનું સ્તર એક સરખું હોવાના કારણે વિક્સિત દેશોની માફક શક્ષરશક્ષશિું ાજ્ઞજ્ઞહ ની અનુભૂતિ કરાવશે. બે સ્નાન ઘાટ વચ્ચેની ચાર હજાર ચોરસ ફૂટ જગ્યા એટલે પ્રમુખસ્વામી મહારાજની બીજાના ભલામા ભલું પોતાનુંની જીવન ભાવનાને અંજલી આપી ભક્તજનો સ્વ માટે નહીં પણ પર માટે સંકલ્પ પ્રાર્થના કરી શકે તેવી જગ્યા.

બાળકોના આનંદ માટે પાંચ હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું શાંતિ ક્રીડાંગણ પણ આકર્ષકનું કેન્દ્ર છે. ચાણસદમાં પ્રવેશવાના મુખ્યમાર્ગથી દ્રશ્યમાન થતાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં જવા માટે ફરીને જતા દર્શનાર્થીઓ માટે સરોવરમાં જ નિર્માણ કરેલ સારંગદ્વાર થી પ્રાગટ્ય સ્થાન સુધીનો ચારસો ફુટ જેટલો લાંબો પ્રમુખ સેતુ ભક્તજનોને આલ્હાદક અનુભૂતિ કરાવશે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા   મુખ્યમંત્રી એ સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતાને ઉજાગર કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું પણ જણાવાયું હતું. પ્રાસંગિક ઉદબોધન દરમિયાન પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંસ્મરણો વાગોળ્યા હતા તથા આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા બદલ   મુખ્યમંત્રી નો સંસ્થા વતી આભાર પણ માન્યો હતો. પૂજ્ય સદગુરુ સંતોએ પણ પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું.આ શુભ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, વિધાનસભાના મુખ્ય દંડક   બાલુભાઈ શુક્લ, પાદરાના ધારાસભ્ય  ચૈતન્ય સિંહ ઝાલા ઉપરાંત શહેર/જીલ્લાના મહાનુભાવો ઉપરાંત સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા અટલાદરા મંદિરના કોઠારી સ્વામી સહ પૂજ્ય સંતો પણ વિશેષ ઉપસ્થિતરહ્યાહતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.