યૌન શોષણ કેસમાં આસારામને સજા થયા બાદ તેનો પુત્ર નારાયણ સાંઈને બળાત્કાર કેસમાં આજે (ગુરૂવાર) કોર્ટમાં રજૂ કરવામાં આવશે છે. સુરતની બે સાધિકા બહેનોએ આસારામના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મનો કેસ કરેલો છે. આ કેસમાં નારાયણ સાંઈને કોર્ટમાં ગઈ કાલે રજૂ થવાનું હતું. પોલીસે સુરક્ષાનું કારણ આપી આજરોજ કોર્ટમાં રજૂ કરવા રજૂઆત કરી હતી. જે બાદ કોર્ટે પોલીસની અરજીનો સ્વિકાર કર્યો હતો.
નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે. નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જોધપુર કોર્ટ દ્વારા આસારામને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવતા સુરતની બંને બહેનોને આશા અને વિશ્વાસ છે કે તેને પણ ન્યાય જરૂર મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com