સાધિકા બહેનો પર દુષ્કર્મના આરોપમાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને આજે મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ નારાયણ સાંઈએ મીડિયા સામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. નારાયણ સાંઈને ચામડી, ઓર્થોપેડિક, ગુપ્ત રોગ વિભાગ અને લેબોરેટરી વિભાગમાં લઈ જઈ વિવિધ તપાસ કરવામાં આવી હતી.
જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારતાં નારાયણ સાંઈની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નારાયણ સાંઈને આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મેડિકલ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ કાફલા વચ્ચે નારાયણ સાંઈને વિવિધ વોર્ડમાં તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. અગાઉ મીડિયા સામે નિવેદનો આપવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈએ આજે મીડિયાના કેમેરા સામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com