ત્રણ સેશનમાં ૬૯ કેન્દ્રો ઉપર ૩૦૦૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં દિવસ દરમ્યાન અલગ-અલગ ત્રણ સેશનમાં કુલ ૬૯ કેન્દ્રો ઉપર ૩૦૦૪૮ જેટલા વિદ્યાર્થીઓ યુ.જી.સેમેસ્ટર-૩ ની પરીક્ષા આપશે. આજથી શરુ થતી બી.એ., બી.એ.(હોમ સાયન્સ), બી.કોમ., બી.બી.એ., બી.એસસી., બી.એસસી.(આઈ.ટી.), ફોરેન્સિક સાયન્સ તથા હોમ સાયન્સ, એલએલ.બી.ની પરીક્ષામાં વિવિધ કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્કવોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે પી.જી.સેમેસ્ટર ૩ ની ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ ૨૯/૧૨/૨૦૨૦ થી થશે. તેવું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ કોરોના કાળને લીધે પોતાના રહેઠાણ નજીકનું પરીક્ષા કેન્દ્ર રાખી શકે તે માટે પણ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી હિતમાં ઓનલાઈન ઉપર અરજીઓ મંગાવવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલે યુ.જી.સેમેસ્ટર ૫ ની પરીક્ષાના અંતે કૂલ ૫૭ કોપી કેસ કરવામાં આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.