એનસીએલ એગ્રો ફૂડના ઓર્ગેનીક ખોરાકને મળી વધુ ખ્યાતિ: કંપનીના ઉત્પાદનોની દેશ-વિદેશમાં વિપુલ માંગ
લેમન જયુસ, બીટ આમળા એનર્જી ડ્રિંક, બ્લેક કોફી, સ્પાઈસી કોલ્ડ કોફી, કોકા કોલ્ડ કોફી, ગ્રીન કોફી, ઈન્સ્ટન્ટ ઠંડાઈ સહિતની પ્રોડકટની માંગ વધી: કારેલા સુપ, મોસીંગ સુપ, લીલી મેથીનો સુપ સહિતના ઈન્સ્ટન્ટ સુપનું બજારમાં ધુમ વેંચાણ
ઓર્ગેનિક પધ્ધતિથી અને નેચરલ પ્રોસેસ દ્વારા ફૂડનું ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર એનસીએ એગ્રો ફૂડના નારણભાઈ લીંબાસીયાને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમની કંપની દ્વારા વિવિધ ૮૬ પ્રકારના ઉત્પાદનો બજારમાં વેંચાણ થાય છે. આ ઉપરાંત અનેક ઉત્પાદનોની દેશ-વિદેશમાં વિપુલ પ્રમાણમાં નિકાસ થતી હોય છે. તાજેતરમાં નારણભાઈ લીંબાસીયાને વર્લ્ડ એશિયા ફૂડ કોંગ્રેસ દ્વારા ફૂડ ઈનોવેશન સબબ આંતરરાષ્ટ્રીય એવોર્ડ અપાયો હતો.
વર્તમાન સમયે એનસીએલ એગ્રો ફૂડ દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખતી વિવિધ પ્રોડકટ બજારમાં છે. જેમાં મુખ્યત્વે કારેલા સુપ, મોસીંગ સુપ, લીલી મેથીનો સુપ સહિતના ઈન્સ્ટન્ટ સુપ બજારમાં ધુમ વેંચાય છે. આ ઉપરાંત હેલ્થી મિલક ઈટોકસ ડ્રીંક અને નેચરલ ડ્રીંકને લગતી વિવિધ પ્રોડકટ પ્રત્યે લોકો આકર્ષાયા છે. આ ઉપરાંત આંમળાનું ઈન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક પ્રોડકટ પણ લોકોમાં માન્ય બની છે. લેમન જયુસ, બીટ આમળા એનર્જી ડ્રિંક, બ્લેક કોફી, સ્પાઈસી કોલ્ડ કોફી, કોકા કોલ્ડ કોફી, ગ્રીન કોફી, ઈન્સ્ટન્ટ ઠંડાઈ સહિતની પ્રોડકટની માંગ વધતી જાય છે. તેમણે આ તમામ પ્રોડકટ માટે ઈનોવેશન પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
અહીં નોંધનીય છે કે, વર્લ્ડ એશિયા ફૂડ કોંગ્રેસ દ્વારા દર વર્ષે ફૂડ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ એવોર્ડ આપવામાં આવતા હોય છે. તાજેતરમાં કુલ ૮ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતા. જેમાં એક એવોર્ડ ફૂડ ઈનોવેશન માટે મુંબઈની હોટલ તાજ ખાતે નારણભાઈ લીંબાસીયાને આપવામાં આવ્યો હતો. તેમની કંપની એનસીએલ એગ્રો ફૂડનો વર્ષ ૧૯૯૭માં શુભારંભ થયો હતો. ત્યારી અત્યાર સુધી કંપની દ્વારા વિવિધ ઉત્પાદનોને નેચરલ સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે.