- 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા
- માસુમના પિતાએ નરાધમ અરવિંદ ઉર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદી વિરુધ્ધ નોંધાવી ફરિયાદ
- પોલીસ આરોપીને પકડી શકી નહી
ભચાઉમાં 4 વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ આરોપીને પકડી શકી નહી.
ભચાઉમાં આરોપી ફુલવાડીના અરવિંદ ઉર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદીએ વિકૃતિની હદ વટાવી હતી. આરોપીએ માસૂમ બાળાને લલચાવી ફોસલાવી તેની શારીરિક અડપલા કર્યા હતા. જેમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ આરોપીને પકડી શકી નહી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનાર 4 વર્ષિય બાળાના પિતાએ ભચાઉ પોલીસમાં જણાવ્યું કે, આરોપી ફુલવાડીના અરવિંદ ઉર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદીએ વિકૃતિની હદ વટાવી હતી. આરોપીએ માસૂમ બાળાને લલચાવી ફોસલાવી તેની શારીરિક અડપલા કર્યા હતા. માસૂમ બાળકી હેબતાઈ જતા વાલીની પુછપરછમાં ખુલાસો થવા પામ્યો હતો. જે બાબતે ભચાઉ પોલીસમાં આરોપી સામે પોક્સો સહિતની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભચાઉ PI ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હજુ સુધી આરોપીની ધરપકડ થવા પામી નથી.
તેમજ છેલ્લા અઠવાડિયા દરમિયાન આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. કુમળીવયના બાળકો સાથે આ પ્રમાણેના વલણથી તેમના માનસપટ પર પણ અસર થતી હોય છે. આ કિસ્સામાં નરાધમ સામે સખત પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
અહેવાલ : ગની કુંભાર