ભેંસાણ નજીક ગાગડીયા પુલ પર ગાયોના ધણને પાટા પર દોડાવી ટ્રેન હડફેટે મોતને ઘાટ ઉતારાયાના મામલે હાહાકાર
ગૌ સેવાને પુણ્યશાલી કર્મ ગણવામાં આવે છે. ગૌ ગરાસની રોટલી બન્યા પછી જ ઘરની રસોઇની પરંપરા ધરાવતા સમાજમાં એક તરફ ગાયને માતા તરીકે પુજાવામાં આવે છે ત્યારે પુરૂષોતમ મહીનાના પાવન દિવસોમાં લીલીયાના ભેંસાણ નજીક 11 ગૌ વંશને ટ્રેન નીચે કપાવી નાખવાના નરાધમ કૃત્યની ધર્મપ્રેમીઓમાં ભારે આઘાત સાથે આ બનાવ અંગે આકરી કાર્યવાહીની ગૃહ મંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે. આ કમકમાટી ભર્યા બનાવની વિગત એવી છે કે
આજ રોજ વહેલી સવારે અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના ભેસાણ ગામે ગામની બારો બારો ગાગડીયો નદી ના રેલ્વે પુલ ઉપર વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જાણી જોઈ ને રેલ્વે પાટા ની બન્ને સાઈડ લાકડીઓ લઈ ઉભા રહી ઢોર પશુઓ ગૌ વંશ આશરે 15 થી 20 જેટલા ને પાટા ઉપર ટ્રેન જે તરફ થી આવતી હોય એ બાજુ દોડાવી પાટા ઉપર થી ગૌ વંશ ને નીચે ના ઉતારવા દીધેલ અને બરાબર એજ સમયે સામે થી ટ્રેન આવતા આ શખ્સો દ્વારા લાકડીઓ લઈ ને બન્ને તરફ ઉભા રહેલા અને એજ સમયે ટ્રેન એ ગૌ વંશ ના ટોળા ને વીંધતી ગયેલ અને ગૌ વંશ નો કચ્ચર ઘાણ નીકળી ગયેલો અને 11 જેટલા ગૌ વંશ વાછરડા/ખુટિયા/ગાયો સ્થળ ઉપરજ કમકમાટી ભર્યા મોત નીપજયા.
બનાવ ની જાણ બાબરા ના જીવદયા પ્રેમી પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી કારોબારી મેમ્બર ગજેન્દ્રભાઈ શેખવા ને મળતા બાબરા થી ઇન્દ્રજીતભાઈ ચૌહાણ/રાજદીપ સિંહ રાઠોડ/મહેશભાઈ ગળીયા બાબરા થી બનાવ વાળી જગ્યા ભેસાણ ગામે આવેલા જ્યાં જઇ જોતા સ્થળ ઉપર એક મોટો વાછરડો ઉપ થી લટકતી એંગલ ઉપર સલવાય ને લટકતો હતો બાકી ના અમુક ગૌ વંશ રેલ્વે કર્મચારીઓ એ સ્થળ ઉપર થી લેવરાવી દીધેલ અને આશરે એક કિલોમીટર સુધી ના રેલ્વે ટ્રેક ઉપર કોઈ જગ્યાએ ગાય ના માથા અવસેસો રેલ્વે ટ્રેક ઉપર તથા રેલ પાટા ની બન્ને સાઈડ માં પડેલ હતા.
ત્યાર બાદ તમામ બનાવ ની જાણ લીલીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને કરેલ એમણે લીલીયા પોલોસ ને પણ જાણ કરેલ બનાવ ની જાણ અમરેલી જિલ્લા ક્ધટ્રોલ માં કરી બનાવ ની વર્ધિ લખાવેલ એટલે સ્થળ ઉપર લીલીયા પીએસઆઇ ગોહિલ તથા અન્ય સ્ટાફ સાથે આવેલ અને બનાવ ની હકીકત સ્થળ ઉપર જોયેલ તથા ભેસાણ ગામના સરપંચ તથા ગામના સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો સ્થળ ઉપર આવી ગયેલા ત્યાર બાદ અમે આ બનાબ બાબત દોષીતો વિરુદ્ધ માં એફઆઇઆર આપવા બાબત રજુવાત કરેલ જેમાં પીએસઆઇ ગોહિલે જણાવેલ કે આ કેશ રેલ્વે પોલીસ આર.પી.એફ.ને કરવાનો રહેશે ત્યાર બાદ અમે રેલ્વે પોલિસ પીએસઆઇ પાંડેને ફોન કરી બનાવ ની જાણ કરેલ.ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સુધીને આ બનાવની ફરીયાદ સમસ્ત જીવદયા પ્રેમી દ્વારા કરી છે.