પ્રેમીની રાહ જોઈને બસપોર્ટે બેઠેલી યુવતીને મદદ કરવાનું કહી નરાધમ રિક્ષા ચાલકે પોતાના ઘરે લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી
મોરબી પંથકમાં પરિવારજનો સાથે વાડી વિસ્તારમાં રહી મજૂરી કરતી 19 વર્ષની યુવતી ગઈકાલે સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્ટેશને આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેને લેવા ન આવતાં જંગલેશ્વરના શિયાણી નગરમાં રહેતા રિક્ષાચાલક ફિરોઝ ઉર્ફે દકો ઈકબાલભાઈ બાબવાણીની નામના શખ્સે તેને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઈ યુવતીને ‘બહેન’કહી રાતે પોતાના ઘરે આશરો આપવાનું કહ્યું હતું. બાદ રિક્ષા ચાલક યુવતીને જંગલેશ્વરમાં લઈ ગયો હતો અને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.જ્યાંથી યુવતી ભાગી ભક્તિનગર પોલીસ સ્ટેશને પોહચી હતી જ્યાં તેને ફરિયાદ નોધાવતા પોલીસે નરાધમ રિક્ષા ચાલકને ગણતરીની કલાકોમાં પકડી પાડી તેની આજે રિમાન્ડ માટે તજવીજ હાથધરી છે.
બનાવની વિગતો અનુસાર યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મૂળ મહીસાગર પંથકની વતની છે અને છેલ્લા ત્રણેક વર્ષથી પરિવારજનો સાથે મોરબી પંથકના વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરે છે. તેની સાથે કુટુંબી સગાનો દીકરો પણ મજૂરી કામ કરતો હોય તેની સાથે આંખ મળી ગઇ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્નેએ સાથે રહેવું હોય તેથી તે હું વતનમાં જાઉ છું તેવું બહેનને ક્હીને ગઇકાલે બપોરે નિક્ળી હતી. રિક્ષામાં વાંકાનેર પહોંચી હતી. ત્યાથી પ્રેમીને ફોન કરીને હું તારી પાસે આવવા નિક્ળી ગઇ છું. પ્રેમીએ રાજકોટ પહોંચીને ફોન કરવાનું કહ્યું હતું. આથી તે બસ મારફતે રાજકોટના બસ સ્ટેશન પર આવી હતી. પ્રેમીની રાહ જોઇને બેઠી હતી. બે ક્લાક સુધી પ્રેમી આવ્યો ન હતો.
મોદી રાતના એક શખસ તેની પાસે આવ્યો હતો અને તેણે તે ફીરોઝ રિક્ષાવાળો હોવાનું અને જંગલેશ્વરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.તમારે ક્યાં જવુ છે તેમ પુછતાં મે તેને મને તેડવા મારા સગા આવે છે તેમ કહીને મારી પાસે મોબાઇલ ફોન ન હોય રિક્ષાવાળાએ ફોન કરી આપીને પ્રેમી સાથે વાત કરાવી હતી. એ પછી એ રિક્ષાવાળો જતો રહ્યો હતો.રાતના અગિયાર વાગી ગયા હોવા છતાં પ્રેમી તેડવા આવ્યો ન હતો. આ સમયે ફીરોઝ રિક્ષાવાળો ફરી તેની પાસે આવ્યો હતો અને તેને ત્યારે કહ્યું હતું કે,બહેન તરીકે તમે મારી સાથે ઘેર આવતા રહો. અને મારા માટે સાથે સૂઈ જજો બહેન કહીને વાત કરતાં તેના પર વિશ્વાસ રાખીને તેની સાથે રિક્ષામાં તેના ઘેર ગઇ હતી. ઘરે પહોંચ્યા બાદ હાથ પકડી તેના ઘરમાં લઈ ગયો હતો અને તેના પર બળજબરી કરવા માંડયો હતો. જ્યાં તેને બુમાબુમ કરતાં તેણે મારુ મોઢું દબાવી દીધું હતું અને બળજબરીથી શરીર સબંધ બાંધી લીધો હતો.
જેથી મને પેટમાં દુ:ખાવો ઉપડી ગયો હતો મે તેને પેટમાં લાત મારતા તે ઉભો થઇ ગયો હતો અને મને ગાલ પર તમાચા મારી દીધા હતાં. તેની સાથે ઝપાઝપી ત્યાંથી ભાગી ગઈ હતી અને ભક્તિનગર પોલીસ મથક પર પોહચી હતી.જ્યાં પી.આઇ મયુરધ્વજસિંહ સરવૈયા તેની ફરિયાદ પરથી જંગલેશ્વરના ભવાની ચોક પાસેના શિયાણીનગરમાં રહેતાં રિક્ષાચાલક ફીરોઝ ઉર્ફે દકો ઇકબાલભાઇ બાબવાણી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી અને આજે તેના રિમાન્ડ માટે તજવીજ હાથધરી છે.