ચાર વર્ષ પહેલા અઢી વષની માસુમનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરી તળાવમાં ફેંકી દીધી ‘તી
મોરબીના બેલા રંગપર ગામે રોસાબોલા સીરામીક કારખાની પાછળ ચાર વર્ષ પહેલા અઢી વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા નિપજાવી કુવામાં ફેંકી દેનાર નરાધમને ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, ચાર વર્ષ પહેલા એટલે કે, 06/05/2018 ના રોજ રોસાબોલા સીરામીકની ઓરડીમાં રહેતા બાલુજી ચંદ્રવંશી તેના પરિવાર સાથે તેની ઓરડીની બહાર સુતા હતા. ત્યારે તે અને તેના પત્ની લઘુશંકા કરવા ગયા હતા તે સમયે સૂરજ ગોરેલાલ ચૌહાણ નામના શખ્સે ત્યાં ઘસી આવી ફરિયાદીની દીકરી ને ત્યાંથી ઉપાડી જઇ તેનું અપહરણ કરી આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને બાદ દીકરીને તળાવના પાણીમાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી.
અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યા સરકારી વકીલ એસ.સી.દવે ની ધારદાર દલીલ અને 44 દસ્તાવેજી અને 24 મૌખિક પુરાવાને ધ્યાને રાખીને મોરબી ની પોકસો કોર્ટના મેજિસ્ટ્રેટ ડી.પી.મહિડા સાહેબ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને આ સાથે ભોગ બનનાર દીકરીના માતા પિતાને રૂ.05.28લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફે સરકારી વકીલ સંજય દવે ઉપસ્થિરત રહ્યા હતા.