ઘણી વખત આપણે ફિલ્મોમાં જોયું હોય છે કે કોઈની હત્યા કરીને પછી તેની લાશ ક્યાંક છુપાવી દેવી ત્યારે આદિપુરમાં એવી ઘટના સામે આવી છે જ્યાં આદિપુરની મહિલાનું ખૂન કરી મૃતદેહ અંજારમા ફેંકવામાં આવ્યો હતો. હત્યા કરનાર આરોપીને પોલીસે રાજસ્થાનની પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના આદિપુરનીછે જ્યાં ૧૭ વાળીમાં રહેતા રેશ્મા ભરતભાઈ ભંભાણી ૩૦ ડીસેમ્બરની રાત્રે ભેદી રીતે ગુમ થયા હતા અને બીજા દિવસે અંજાર કે.જી. માણેક સ્કુલ તરફ જતાં રોડ પર સિધ્ધાર્થ ટાવર સામેની પડતર જમીન પર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુના કામે આઈ.જી.પી મોથાલીયા તેમજ એસ.પી મહેન્દ્ર બગડીયાના સીધા સુપરવિઝન તેમજ માર્ગદર્શન મુજબ તપાસની અલગ-અલગ ટીમોની રચના કરી ટેકનીકલ હ્યુમન ઈન્ટેલીજન્સનાં માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન શકમંદ નિતિન અજય શર્માનો રેશ્માબેન સાથે સબંધ હોવાની હકીકત આધારે આ નિતિન-ની તપાસ કરતા તે બનાવ બાદ રાજસ્થાન રાજ્યમાં નાસી ગયો હોવાની સામે આવતા રાજસ્થાન ટીમ મોકલીને પરિણીતાનું ખુન કરી અંજાર કે.જી.માણેક સ્કુલ નજીક ફેકનાર શખ્સને પોલીસે પકડી લીધો હતો.
ગાંધીધામ લાવી પુછપરછ કરતાં આ નિતિને કબલ્યુ હતુ કે, રેશ્મા સાથે તેનાં સંબંધ હતા અને તેનાં પાસેથી લીધેલા ઘરેણા તે પરત આપવા માંગણી કરતી, જેથી બનાવની રાત્રે તે રેશ્માને આદિપુર પોસ્ટ ઓફિસ પાસેથી વેગન આર કારમાં બેસાડી અંજાર તરફ લઈ ગયો હતો અને બંનને વચ્ચે ઘરેણા અને પૈસાની આપ-લે માટે બોલાચાલી ઝઘડો થતા રેશ્માનું ગળુ દબાવીને હત્યા કરી હતી.
તેની લાશ અંજારમાં કે.જી.માણેક સ્કુલ પાસે ફેકી આવ્યો તેમજ હત્યા કર્યા બાદ તેની લાશ ઉપરથી કાનની બુટી તથા વીટી નંગ ૩ ઉતારી અને તમામ ઘરેણા મુથુટ ફાઈનાન્સમાં લોન મેળવી રોકડ રૂપિયા મેળવેલ હોવાની કબુલાત કરી હતી. આરોપીની રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપી આપેલ છે. આ કામગીરીમાં પીઆઈ એમ.એમ.જાડેજા(એલસીબી ગાંધીધામ), પીઆઈ એસ.ડી.સિસોદીયા(અંજાર પોલીસ) પીએસઆઈ એન.કે. ચૌધરી( ગાંધીધામ બી-ડીવીઝન), પીએસઆઈ વી.આર.પટેલ( એલ.સી.બી), તથા એલસીબી-અંજાર પોલીસની ટીમો જોડાઈ હતી.