જુનાગઢમાં બળાત્કારના બે બનાવો
કેશોદમાં નિકાહની પઢવાની લાલચ આપી યુવતિને છ-માસ સુધી હવસનો શિકાર બનાવી
જૂનાગઢ જિલ્લાના પોલીસ દફતરે જુદી જુદી બે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જૂનાગઢના એક શખ્સે એક ગર્ભવતી મહિલાના ફોટા પાડી, બાદમાં તેમના પર દુષ્કર્મ આચર્યુ હોવાની અને બીજા એક બનાવમાં કેશોદની મહિલા ઉપર વેરાવળના શખ્સે નીકાહની લાલચ આપ્યા બાદ, અવાર નવાર દુષ્કર્મ આચરી, શાદી નહીં કર્યા હોવાની પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ભોગ બનનાર બંને મહિલાઓની ફરિયાદ લઇ, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, બંનેે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢના મધુરમ વિસ્તારમાં બાયપાસ પર આવેલ સફલ એપાર્ટમેન્ટમાં રહેતા શબનમબેન અફઝલ કારાભાઇ સીડા (ઉ.વ. 22) પ્રેગ્નેટ હોય તે જાણવાા છતા તેે જ વિસ્તારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટની બાજુમા રહેતા મીત સોંદરવા એ આજથી આશરે એકાદ મહીના પેહલા શબનમબેનને છરી બતાવીી, જબરજસ્તી તેના કપડા ઉતારી, ફોટા પાડી તેને વાઇરલ કરી દેવાની ધમકી આપી તથા ભોગ બનનારના પતિ જેલમાં હોય તેમને જેલ માંથી નહી છુટવા દેવાની ધમકી આપી, ભોગ બનનારની મરજી વિરૂધ્ધ જબરજસ્તીથી બે વખત દુષ્કર્મ આચરી અને આ અંગેની કોઇને વાત કરીશ તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી મીત સોંદરવા એ આપી હોવાની શબનમબેન અફઝલભાઈ સીડા એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાયેલ એક ફરિયાદ મુજબ વેરાવળની આઇ.ડી. ચોહણ સ્કુલની સામેની ગલીમા રહેતા વસીમ ઓસમાણ નામના શખ્સ એ કેશોદના નહેરુનગર, બગીચાની શેરીમાં રહેતા 34 વર્ષીય અમીનાબેન દાદાભાઇ બ્લોચને નિકાહ કરવાની લાલચ આપીી, આજથી દોઢેક વર્ષથી છ મહીના પહેલા સુધી અવારનવાર ભોગ બનનારની મરજી ન હોવા છતા, દુષ્કર્મ આચરી, ભોગ બનનારની સાથે શાદી નહી કરી, ગુન્હો કર્યા હોવાની અમીનાબેન દાદાભાઇ બ્લોચ એ વેરાવળની આઇ.ડી. ચોહણ સ્કુલની સામેની ગલીમા રહેતા વસીમ ઓસમાણ સામે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાાા તાલુકા પી.એસ.આઇ ધોકડિયા એ તપાસ હાથ ધરી છે.