ધોરાજી અદાલતનો નવ માસમાં દુર્ષ્ક્મનો ઐતિહાસીક ચુકાદો
15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાથી હળવાશથી લઈ શકાય નહી: કોર્ટ
ધોરાજી પંથકમાં શ્રમિક પરિવારની સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનાનો કેસ ચાલી જતા ન્યાયધીશે પરપ્રાંતીય શખ્સને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ધોરાજી પંથકમાં શ્રમિક પરિવારની સગીર પુત્રીને પરપ્રાંતીય જગદીશ અમરસિંહ નામના શખ્સે પ્રેમઝાળમાં ફસાવીઅપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ધોરાજી પોલીસ મથકમાં નોંધાવતા સ્ટાફે આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
ચાર્જશીટ રજૂ થતા ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એ.પી.પી. કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખીક દલીલ તેમજ ભોગ બનનાર જુબાની અને તબીબ પૂરાવા તેમજ પોલીસ તપાસનીશ દ્વારા કેસને સમર્થન આપતા અને સરકારી વકીલની દલીલ ધ્યાને લઈ ન્યાયધીશ આરોપી જગદીશને અલગ અલગ કલમમાં 20 વર્ષની સજા અને રૂ.16 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.