ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી કરી ધાક ધમકી આપી પરિણીતાને રેસકોર્સ અને ચોટીલા હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ અવાર નવાર મારામારી,દુષ્કર્મ અને હત્યાના બનાવો રોજિંદા બનવા પામ્યા છે.ત્યારે વધુ એક બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જેમાં એક શખસે રાજકોટની પરિણીતાને અને તેના પતિને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધાક ધમકી આપી તેને રેસકોર્સ અને ચોટીલા હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધો તેના બાળકોને ઉપાડી જવાની ધમકી આપી હતી. જે મામલે પરણીતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ રાજકોટમાં રહેતી પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીમાં દીપક નરશીભાઈ વાગડીયા (રહે.પૂનમ સોસાયટી – 4 મવડી) વાળાનું નામ આપ્યું હતું.ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે,તેને અજીતસિંહ ચાવડા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા જે રૂપિયાની ઉઘરાણી તેનો મિત્ર આરોપી દિપક વાગડિયા કરતો હતો પૈસાની ઉઘરાણી માટે તે પરણીતાના પતિને ખોટા કેસમાં ફીટ કરી દેવાની અને તેના બાળકોને ઉપાડી જવાની ધાક ધમકી આપતો હતો.અને રૂપિયાની વ્યવસ્થા નહિ કરી શકતા તે પરણીતાને રેસકોસ અને ચોટીલા હોટલમાં રહી ગયો હતો અને ત્યાં તેના મરજી વિરુદ્ધ તેના ઉપર શરીસ સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી તેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી દીપક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
ઊલેખનીય છે કે, તાજેતરમાં જ અજીતસિંહ ચાવડા નામના યુવાને ફરિયાદ પાછી લેવા મટે પરિણીતા અને તેના પતિને છરી મારી દીધી હતી જે મામલે પરિણીતાએ અનેક વાર ફરિયાદ કરતા પોલીસે ગુનો ન નોધ્યાના આક્ષેપો પણ કર્યા હતા.