કુવાડવા પાસે બામણબોર નજીક આવેલા એક રિસોર્ટમાં નોકરી કરતી સગીરાને લગ્નનની લાલચે પ્રેમીએ અવાર નવાર હવસનો શિકાર બનાવી તેને ૬ માસનો ગર્ભ રાખી દેતા ચકચાર મચી જવા પામી છે.જ્યારે સગીરાને પેટમાં દુખાવો થતા તેને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને ગર્ભ હોવાની ખુલ્યું છે.બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ કાર્યવાહી હાથધરી છે.
મૂળ વારાણસીની અને રાજકોટમાં એકલી રહેતી સગીરાને પ્રેમીએ અવાર નવાર હવસો શિકાર બનાવી : પેટમાં દુખાવો થતા ૬ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું
વિગતો મુજબ કુવાડવા પાસે બામણબોર નજીક આવેલા એક રિસોર્ટમાં એક અઠવાડિયા પૂર્વે નોકરી પર લાગેલી સગીરાને ગઈકાલે રાત્રીના પેટમાં અતિશય દુખાવો ઉપાડતા તેને સાથી કર્મચારીઓ દ્વારા કુવાડવા હોસ્પિટલમાં ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તબીબોએ તપાસતા તેને ૬ માસનો ગર્ભ હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી.
જેથી બનાવ અંગેની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,સગીરા મૂળ ઓરિસ્સાની છે અને એક રાજકોટમાં એકલી રહી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.ત્યારે તે આ રિસોર્ટમાં એક અઠવાડિયા પૂર્વે જ નોકરી પર લાગી હતી.જ્યારે હાલ આ મામલે પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.