- પરિણીતા સાથે મારકૂટ કરી પતિને સંબધની જાણ કરી દેવાનું કહી પૈસા પડાવતો શખ્સની શોધખોળ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોઈ અને તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે એ ડિવિઝન પોલીસમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.જેમાં પરિણીતા સાથે મિત્રતા કેળવી એક નરાધમે ધાક ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી.અને નરાધમ પરિણીતા સાથે મારકૂટ કરી પૈસા પડાવતો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
આ મામલે બનાવવાની મળતી માહિતી અનુસાર એ-ડિવિઝન પોલીસે આ મામલે પરિણીતાની ફરિયાદ પરથી આશિપ ગોવિંદભાઈ કોઠીયા (રહે. ગુ.હા.બોર્ડ, ભરતનગર, પુનીતનગર ટાંકા પાસે)ની સામે દુષ્કર્મ સંહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. વિગતો મુજબ આરોપીએ આશરે સવા વર્ષ પહેલા પરિણીતા સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેની સાથે ફોનમાં વાતચીત કરી પ્રેમસંબંધ બાંધ્યો હતી. બાદમાં પરિણીતાને મળવા બોલાવતા તેવું ના પાડતા આરોપીએ ‘જો તુ મળવા નહી આવ તો આપણા બંનેના સંબંધની વાત તારા પતિ અને પિતાને કહી દઈશ તેવી ધમકી આપી હતી. આથી પરિણીતા કરણસિંહજી રોડ પર આવેલી એક હોટલના રૂમમાં તેને મળવા જતાં આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.તેમજ આવી રીતે આરોપીએ અવાર- નવાર દુષ્કર્મ આચરી પરિણીતા મળવા જાય ત્યારે તેને ગાળો દઈ મારકૂટ કરતો હતો એટલું જ નહી પરિણીતાને સંબંધની વાત તેના પતિ અને પિતાને કહી દેવાની ધમકી આપી પરાણે કટક-કટકે પૈસા પણ કઢાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.