ઈન્ડિયન કોસ્ટગાર્ડે સમુદ્રી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ડ્રગ્સના મોટા જથ્થા સાથે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી: કરાંચીથી ડ્રગ્સનો જથ્થો લાવ્યાનો ઘટસ્ફોટ
ભારતીય કોસ્ટગાર્ડે સમુદ્ર વિસ્તારમાંથી એક બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પ્રાપ્ત વિગતોનુસાર પાકિસ્તાનથી આવી રહેલી શ્રીલંકાની બોટમાં ૧૦૦ કિલો હેરોઈન અને સીન્થેટીક ડ્રગ્સના ૨૦ પેકેટ મળી આવ્યા છે. મામલામાં કોસ્ટગાર્ડે ૬ લોકોની ધરપકડ કરી છે. જેમની પાસેથી ૫ પિસ્તોલ અને સેટેલાઈટ ફોન પણ મળી આવ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બુધવારે ક્રુ મેમ્બરની પુછપરછ કરવામાં આવી હતી. જેણે કબુલ્યું છે કે, આ હેરોઈન તેમણે કરાંચીમાં એક બોટમાંથી આપવામાં આવી હતી. કરાંચી ખાતેથી બોટની ખાલી ફયુલ ટેન્કમાં ડ્રગ્સનો જથ્થો છુપાવી ભારતમાં પ્રવેશ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
બુધવારે ભારતીય કોસ્ટગાર્ડે સમુદ્રી વિસ્તારમાંથી શ્રીલંકાની એક બોટમાંથી ૧૦૦ કિલો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો છે. સાથો સાથ ૨૦ પેકેટ સિન્થેટીક ડ્રગ્સ પણ મળી આવ્યું છે. મામલામાં ભારતીય કોસ્ટગાર્ડે છની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે ઈન્ડિયન કોસ્ટગાર્ડની વૈભવ બોટ દ્વારા ભારતીય સમુદ્રમાં પેટ્રોલીંગ દરમિયાન સેનાયા દુવા નામની શ્રીલંકાની શંકાસ્પદ બોટ નજરે પડતા કોસ્ટગાર્ડ દ્વારા ઝડતી કરવામાં આવી હતી. જેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી ૯ એમએમની પાંચ પિસ્તોલ અને સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે. સમગ્ર જથ્થો તુતીકોરીના દરિયા કાંઠે જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે કે, સમગ્ર ડ્રગ્સનો જથ્થો કરાંચીની એક બોટે તેમણે આપ્યો હતો. કરાંચી ખાતેથી બોટની ખાલી ફયુલ ટેન્કમાં આ જથ્થો છુપાવી ભારત લાવવામાં આવ્યો હતો. ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવી તેમનું ભાવી અંધકારમય બનાવવાનું પાકિસ્તાનની નાપાક હરકતને ઈન્ડિયન કોસ્ટગાર્ડે નાકામ કરી છે. તમામ આરોપીઓની હવે ઉચ્ચસ્તરીય સુરક્ષા એજન્સીઓ તપાસ કરશે જેમાં ઈન્ટેલીજન્સ એજન્સી, એનસીબીનો પણ સમાવેશ થાય છે. બોટનો માલીક શ્રીલંકાના નેગોમ્બોનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેને તમામ જથ્થો ભારત પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ઈન્ડિયન કોસ્ટગાર્ડે ૧૭મી નવેમ્બરના રોજ સમુદ્રી વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા એક ઝુંબેશ હાથ ધરી હતી. જેના ભાગપે સમુદ્ર વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક આઈસીજી દ્વારા પેટ્રોલીંગ શ કરી દેવામાં આવ્યું છે. આઈસીજીએસ વૈભવને પેટ્રોલીંગ દરમિયાન બોટ શંકાસ્પદ લાગતા જડતી કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સનો સમગ્ર જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આગામી કાર્યવાહી હવે નેશનલ સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવી છે.