પોલીસ તપાસમાં જાસુસીને લઇ થયા અનેક ધડાકા
પાકિસ્તાન એલચી કચેરીના બે અધિકારીઓ કર્મચારીઓના સેનાની ગતિવિધીઓ અંગેની માહિતી રેલવે કર્મચારી મારફત મેળવીને જાસુસી કરવાના સંદર્ભમાં ઝડપી લેવા બાદ બે કર્મચારીઓ સામે સરકારે કાર્યવાહી શરુ કરી છે. પાકિસ્તાન એલચી કચેરીના બે કર્મચારીઓ આવીદહસેન અને મહમદ તાહિર દિલ્હીના કારોલ બાગ વિસ્તારમાંથી પોલીસની સ્પેશ્યલ સેલે ભારતીય સુરક્ષા માટે મહત્વના સંવેદનશીલ દસ્તાવેજો નાણાઁ આપીને ભારતીય નાગરીક પાસેથી મેળવતા રવિવારે રંગે હાથે ઝડપી લીધા હતા.
પ્રારંભિક તપાસમાં ઝડપાયેલા હુસૈન પાસેથી બનાવટી ઓળખ પત્ર મળી આવ્યા હતા તે પોતાના સંગઠન માટે કામ કરતો હોવાનો અને લોકોને તેમાં સામેલ કરી ગેર માર્ગે દોરાવતા હોવાનું બહાર આવ્યું છે. હુસેનએ બનાવટી ઓળખ પત્ર ઉભા કરી પોતે પત્રકારનો ભાઇ હોવાની ઓળખ આપી રેલવે કર્મચારી ગૌતમને વિશ્ર્વાસમાં લઇ પોતાનો ભાઇ ભારતીય રેલવેની ગતિવિધી અંગે સમાચાર બનાવવા માંગતા હોય તેના માટે ટ્રેન વ્યવહાર ની વિગતો માંગી હતી અને તેના માટે તેણે નાણા આપવાની તૈયારી બતાવી હતી તેની દિલ્હી પોલીસના અલિન મિત્તલે જણાવ્યું હતું કે ખરેખર તો તેણે રેલવે સ્ટાફ પાસેથી સેનાને એકમો અને સાધન સામગ્રીના પરિવહનની માહીતી મેળવવા કાવતરુ કર્યુ હતું. કેન્દ્રના વિદેશ મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરેલ નિવેદનમાં જણાવાયું હતું કે સરકારે બન્ને કર્મચારીઓને ર૪ કલાકમાં ભારત છોડવાના આદેશો જાહી કરી દીધા છે. અને તેમનો રાજદ્વારી દરજજો સમાપ્ત કરી દીધો છે આ બન્ને કર્મચારીઓ પાકિસ્તાન એલચી કચેરીમાં વિઝા વિભાગમાં કામ કરે છે. અને તેમને તપાસ દરમિયાન પોતે પાકિસ્તાન જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ. માટે કામ કરતા હોવાનું કબુલી લીધું હતું.
સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે બન્ને કર્મચારીઓ પાસેથી ભારતીય ચલણની નોટો અને આઇફોન માહીતી આપનાર માટે સાથે ઝડપી લીધા હતો આ બન્ન્ે શખ્સોએ ભારતીય નાગરીકની ઓળખ માટે ખોટા આધાર કાર્ડ પણ બનાવ્યા હતા. અગાઉ ૨૦૧૬માં પોલીસે પાકિસ્તાન એલચી કચેરીના કર્મચારી મેહમુદ અખતરને ભારત-પાક. સરહદ પર સીમા સુરક્ષા દળની તૈનાતી અંગેની માહીતી મેળવતા ઝડપી લીધો હતો અને તેને ભારતની જાસુસી બદલ કસુરવાન ઠેરવ્યો હતો.