જીએસટી નોટબંધીના નિયમો લાગુ થયા બાદ સર્જાયેલા પડકારજનક માહોલનો સામનો ટાટાને કરવો પડયો

લોકોને લાખેણી કાર આપવાનું સ્વપ્ન રોળાયું: ડ્રીમ પ્રોજેકટ ફેલ ગયો: હવે કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને વેગવંતો કરશે ટાટા: ટાટા મોટર્સના ચેરમેન ચંદ્રશેખરને દર્શાવ્યું લક્ષ્યપહેલાં પ.બંગાળમાં શ‚ થયો ત્યાંથી ગુજરાતમાં આવ્યો. ટાટાનું સપનું લોકોને લાખેણી કાર આપવાનું હતું. તેમની કવોલિટીના મુદ્દાને અત્યારે બાજુ પર રાખીએ તો સસ્તી અને સારી કાર આપવાની નેમ સાથે નેનો કાર બજારમાં ઉતારવામાં આવી હતી પરંતુ પીટાઇ ગઇ ટાટાનું સપનું રોળાઇ ગયું.લાખેણી કારને પ્રજાએ સ્વીકારી નહીં. તેમાં લોકોનું માનસ સસ્તું એટલે સારું નહીં ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ગુજરાત સરકારે ટાટાને ૩૩૦૦૦ કરોડ ‚પિયાની સબસીડી પણ આપી હતી. પરંતુ આ લાખેણી કારનો ડ્રીમ પ્રોજેકટ ફેલ થઇ જતાં સબસીડી પણ પાણીમાં ગઇ છે.સસ્તુ એટલે સારું નહીં તેવું માનસ લાખેણી કારના પ્રોજેકટને પાણીમાં બેસી જવા પાછળ જવાબદાર હોવાનું કાર બજારના નિષ્ણાતો કે જાણકારો માને છે. અગર ભારતની પ્રજાએ પોતાનું માનસ બદલીને લાખેણી કાર નેનોને સ્વીકાર હોત તો ચિત્ર કંઇક જુદું જ હોત તે નકકી છે.ટાટા મોટર્સ બિઝનેસ પ્રોમોટ કરવાં માટે ખાસ કરીને હવે કોમર્શિયલ વ્હિકલ બીઝનેસને ગતિશીલ બનાવવા પર ઘ્યાન કેન્દ્રીત કરશે તેવું તેના ચેરમેન ચંદ્રેશેખરને જણાવ્યું હતું. તેમનું માનવું છે કે આ પડકારજનક માહોલમાં બિઝનેસને ભારુ નુકશાન થયું છે. સ્પર્ધા વધી રહી છે. તેથી ટાટા મોટીર્સનાં વળતાં પાણી થયા છે. મંગળવારે ટાટા મોટર્સની વાર્ષિક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે બીઝનેસ માટેની પરિસ્થિતિ ડાયનેમિક રહેશે. અને તેનું ભવિષ્ય કેવું હશે તે ચિંતા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦-૬-૧૭માં ટાટા મોટર્સની સ્ટેન્ડનોન ગ્રોસ આવક ‚ા ૪૯,૧૦૦ કરોડ હતી. જે અગાઉના વર્ષ કરતાં ૩.૬ ટકા વધારે હતી. સ્ટેન્ડ લોન ધોરણે ટેકસ બાદની ખોટ ‚ા ૨૪૮૦ કરોડ જ હતી જે પડકારજનક છે. કંપનીના ડોમેસ્ટીક બીઝનેસના નબળા પર્ફોમેન્ટના કારણો અંગે તેમણે કહ્યું હતું કે જીએસટી નોટબંધીના નિયમો લાગુ થયા બાદ સર્જાયેલા પડકારજનક માહોલનો સામનો ટાટાને કરવો પડયો છે. આ ઉપરાંત લાખેણીકાર નેનોનો ડ્રીમ પ્રોજેકટ ફેલ ગયો.તેથી કંપનીના કોમર્શિયલ વ્હિકલ બીઝનેસ નિષ્ફળતાને પામ્યા હતા. આ ઉપરાંત કંપનીની સબ-ઓપ્ટિમલ એકિઝકયુશન નીતિ તેમજ તક ન ઝડપી શકવાને કારપે પર્ફોમેન્ટ નબળું પડયું હોવાનું તારણ મળ્યું છે. ટાટા કોમર્શિયલ વ્હિકલ બિઝનેસમાં તેમનો હિસ્સો બજારમાં સતત ઘટયો હતો અને માર્ચ-૨૦૧૭ના અંતે માત્ર ૪૪.૪ ટકાએ પહોંચી ગયો હતો. જે ૬૦ ટકા જેટલા ઉંચાસ્તરે હતો છેલ્લા ત્રણ વર્ષમાં ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલનું વેચાણ ૩,૨૦,૦૦૦ યુનિટની આસપાસ રહ્યું છે પરંતુ તેમાંનો ઓપરેટીંગ ખર્ચ સતત વધી રહ્યો છે. જેના કારણસર આ વર્ષે કંપનીના પર્ફોમેન્સ પર અસર પડી રહી છે. તો આ અસરને સુધારવાના પગલે પ્રયાસો વેગવંતો કરવામાં આવી રહ્યા છે. અને તેઓ હવે ખુબ જ ગતિથી નવી પ્રોડકટસ લોન્ચ કરશે. આ ઉપરાંત મેનેજમેન્ટ ટીમ પણ આ દિશામાં તાત્કાલીક ધોરણે ગતિશીલતા હાથ ધરાશે. હાલ જયારે કંપની તેના લીધે આકરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ત્યારે આ યોજનાઓ દ્વારા તેને ઉ૫ર લાવવા માટેની રણનીતી ઘડવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.