વર્ષોથી સામ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરતું તબીબી વિજ્ઞાન હવે એક એવા સમયની મીટ માંડીને બેઠું છે, કે જ્યારે એક સોયની અણી કરતાં પણ નાનું ઉપકરણ શરીરની અંદર જઈને ડોક્ટરને કોઈપણ અંગ વિશેની તપાસ કરી આપશે
એક સમય એવો હતો કે રોજ સવારે ડોક્ટર ના ક્લિનિક પર ડાયાબિટીસ ના દર્દીઓ ચેકઅપ કરાવવા લાઈનો લગાડતા. હવે ઘરે ઘરે વૃદ્ધો અડધા વેંત ના ડિવાઇસ ની ટાંકણી આંગળી પર અડાડી ને ડાયાબિટીસ માપતા જોવા મળે છે. કાંડા પર પહેરેલી ઘડિયાળ પણ શરીર ના ઘણા માપદંડો દર્શાવી આપે છે. પરંતુ એક નોંધણી ખૂબ મહત્વપૂર્ણ છે કે મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ નો વિકાસ ક્યાંક ધીમો જોવા મળ્યો છે. ભારત માં તો હજુ એવા પણ વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક આધુનિક ઉપકરણો પણ નથી. હજી પણ તાત્કાલિક સારવાર માટે ગામડાઓ માથી શહેરો તરફ દોડવું પડે છે.
પ્રાચીન ભારત માં નાડીઓ જોઈ ને શરીર ની અંદર રહેલી બીમારી તપાસવામાં આવતી હતી. વખત જતાં એવા મશીન આવ્યા જે અલગ અલગ પ્રકાર ની બીમારીઓ ને તપાસવા માટે ઉપયોગ માં લેવાય છે. વર્ષો થી સામ્ય ટેક્નોલોજી નો ઉપયોગ કરતું તબીબી વિજ્ઞાન હવે એક એવા સમય ની મીટ માંડી ને બેઠું છે, કે જ્યારે એક સોઈ ની અણી કરતાં પણ નાનું ઉપકરણ શરીર ની અંદર જઈ ને ડોક્ટર ને કોઈ પણ અંગ વિશે ની તપાસ કરી આપશે. ડોક્ટર કોઈ મોટી જહેમત વિના બસ એ નેનો ડિવાઇસ શરીર ની અંદર પહોંચાડી શરીર ના ખૂણે ખૂણા માં વસતા રોગ વિશે અભ્યાસ કરી તેને નેસ્તનાબુદ કરી શકે. તબીબ વિજ્ઞાન નું આ નવું ક્ષેત્ર નેનો મેડિસિન કહેવાય છે. અહી નેનો શબ્દ ફક્ત સૂક્ષ્મતા નહીં પરંતુ મિટર ના નવમા દશાંક જેટલા સૂક્ષ્મ સ્તરે પર્દા ના બંધારણ માં કરી શકતા ફેરફાર ને પણ વર્ણવે છે.
૪ ફેબ્રુઆરી એ વિશ્વ કેન્સર દિવસ ગયો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રેવેંશન એન્ડ રિસર્ચ ના આંકડાઓ મુજબ ભારત માં ૨.૨૫ મિલિયન લોકો કેન્સર સો જીવી રહ્યા છે. દર વર્ષે ૧૧,૫૭,૨૯૪ કરતાં વધુ લોકો કેન્સર ના ભોગ બને છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ મુજબ વર્ષ ૨૦૨૦ માં લગભગ ૧૩,૯૨,૧૭૯ લોકો કેન્સર થી પીડિત હતા. અમેરિકા માં છેલ્લા ત્રણ દશક થી કેન્સર થી થતાં મૃત્યુ માં દર વર્ષે ૧.૫ ટકા નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ભારત ની પરિસ્થિતી ને જોઈએ તો આ દર વધતો જ જાય છે. આવા સમયે ભારત ને તબીબ ક્ષેત્રે નવા સંશોધન કરવાની સખત જરૂરિયાત છે. કોરોના કાળે આ જરૂરિયાત ને વધુ પીપડે ચડી ને પોકારી હતી.
પરંપરાગત રીતે વાપરતી કેન્સર ચકાસણી સુવિધાઓ જેવી કે ડિજિટલ રેકટલ એકઝામિનેશન, એનટીજન ટેસ્ટ, બાયોપ્સી, એમઆરઆઇ, અલ્ટ્રાસાઉંડ કોઈ ને કોઈ રીતે આપણાં શરીર ને નુકશાન કરે છે. કેન્સર એક એવો રોગ છે જે ખૂબ જ ઝડપી આખા શરીર માં ફેલાઈ શકે છે. આ કારણે તેનું સમયસર નિદાન, સારવાર અને દવાઓ અત્યંત જરૂરી છે. નેનોટેક્નોલોજી ક્ષેત્રે યેલ વિકાસ એક એવું ઉપકરણ બનાવી શકે છે કે જે કેન્સર નું નિદાન અને સારવાર કરી શકે છે. શરીર ના જે ભાગ માં કેન્સર નું મૂળ છે ત્યાં જ અસર કરી બાકીના ભાગોને નુકશાન થી બચાવી શકે છે. આ ક્ષેત્રે ઘણા સંશોધનો ચાલી રહ્યા છે. જો આ નેનો સેન્સર સફળ રીતે સામાન્ય ઉપયોગ માં આવે તો કેન્સરગ્રસ્ત સ્નાયુ ને શોધી ને કેન્સર ને જડમૂળ થી નિવારી શકાય.
ગોલ્ડ નેનો પાર્ટીક્લ્સ
ગોલ્ડ નેનો પાર્ટીક્લ્સ મુખ્યત્વે કેન્સર ની સારવાર માં વાપરી શકાય. આ કણ ની ખાસિયત એ છે કે તે પ્રકાશ ની શોષી ને તેનું ઉષ્મા માં રૂપાંતર કરે છે. આ ઉષ્મા કેન્સર ગ્રસ્ત સ્નાયુઓ ને ખતમ કરી નાખે છે. ગોલ્ડ નેનો પાર્ટીક્લ્સ જેવા કે ગોલ્ડ નાનોરોડસ, નાનોકેજસ, નાનોશેલ, ગોલ્ડ નેનોસ્ટાર પ્રકાશ ના વિખેરણ અને શોષણ ની લાક્ષણિક્તા ધરાવે છે. આ કારણે તેઓ શરીર ના આંતરિક ચિત્રણ તા કેન્સરના નિદાન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આટલા સૂક્ષ્મ સ્તરે તે શરીર ને વિકિરણીય નુકશાન પણ કરતું ની.
ક્વાંટમ ડોટ્સ
૧૯૮૦ માં આલેક્સીક એકીમોવ તા લુઇસ ઈ. બ્રુસ દ્વારા શોધાયેલ ક્વાંટમ ડોટ્સ એક એવા અર્ધવાહક નેનો સ્ફટિક છે જે રોગ ના નિદાન તા સારવાર બંને માં ઉપયોગી ઈ શકે છે. ૧૯૯૮ સુધી માં ક્વાંટમ ડોટ્સ એ શરીર ની અંદર કોઈ એક કોષ સમૂહ માં રોગ ની તપાસ માટે વપરાતા હતા. એક ઉદાહરણ પ્રમાણે સ્તન કેન્સર માં કેન્સરગ્રસ્ત કોષ ની ઓળખ માટે ક્વાંટમ ડોટ્સ દ્વારા તેનું લેબલિંગ કરવા માં આવતું. આ ક્વાંટમ ડોટ્સ શરીર ના કોષ ના આંતરિક ગતિચક્ર ને પણ માપી શકે છે. શરીર ની અંદર કોષપટલ માં રહેલ પ્રતિકારક તત્વો ને ક્વાંટમ ડોટ્સ દ્વારા ઓળખી શકાય છે. વખત જતાં આ અર્ધવાહક નેનો સ્ફટિક ને નિદાન સો સારવાર માં પણ ઉપયોગ માટે ના સંશોધનો શરૂ યા. પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે શરીર ની અંદર દવાઓ ના વાહક તરીકે ક્વાંટમ ડોટ્સ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ ક્વાંટમ ડોટ્સ ને વાહક તરીકે ઉપયોગ માં લેતી દવાઓ નિશ્ચિત જગ્યાએ જ તેની અસર ફેલાવશે. અત્યારે જે દવાઓ મોં વાટે લઈએ છીએ તેના કરતાં આ દવાઓ ઘણી વધારે અસરકારક અને નુકશાન રહિત ઈ પુરવાર શે.
કાર્બન નેનોટ્યૂબ
૧૯૯૧ માં ઈજીમાં નામના વૈજ્ઞાનિક એ કાર્બન નેનોટ્યૂબ ની શોધ કરી હતી. કાર્બન નું એક ભૌતિક રૂપ એવી નેનોટ્યૂબ એ નેનોમિટર ના ક્રમ માં વ્યાસ ધરાવતી એક નળાકાર રચના છે. ખૂબ જ મજબૂત એવી રચના ધરાવતી કાર્બન નેનોટ્યૂબ ઘણા ક્ષેત્રે ઉપયોગ માં આવે છે. તબીબી ક્ષેત્રે આ કાર્બન નેનોટ્યૂબ એક ઉત્તમ ઔષધીય વાહક સાબિત ઈ છે. કાર્બન નેનોટ્યૂબ પર તબીબી ક્ષેત્રે યેલા પ્રયોગો મુજબ તે ઔષધી ને શરીર ની પાચનક્રિયા સામે અકબંધ રાખી ને રોગગ્રસ્ત કોષ ને સીધી અસર કરવા માં મદદરૂપ થાય છે. કાર્બન નેનોટ્યૂબ થી બનાવેલ ઔષધીવાહક ની ખાસિયત એ છે કે તે શરીર ના કોષ ને કોઈ પણ પ્રકાર નું નુકશાન કે અસર કર્યા વગર ઔષધી ને કોષ ની અંદર પહોંચાડી શકે છે.
ભારત ના આંતરિક વિસ્તારો માં તબીબ સેવાઓ નું દર્શન!
ભારત ના તબીબ ઇલેક્ટ્રોનિક્સ ના માર્કેટ નું કદ જોઈએ તો વર્ષ ૨૦૧૫ ના ૨ બિલિયન ડોલર થી દર વર્ષે ૧૭ ટકા જેટલું વધી રહ્યું છે. વધતી વસ્તી, આવક, ગામડાઓ નું આધુનિકરણ તા બીજા ઔદ્યોગિક પરિબળો ભારત ને એક વિશાળ માર્કેટ બનાવે છે. પરંતુ અહી એ વાત ચિંતાજનક છે કે ભારત માં તબીબ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધનનું ખૂબ મોટી માત્રા માં આઉટસોર્સિંગ થાય છે. ભારત માં તબીબ ક્ષેત્ર નું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણ માં થાય છે. કારણ, એ કે ભારત માં તબીબ ના વિધુત ઉપકરણો નું નવીનીકરણ જૂજ માત્રા માં છે. નેનો ટેક્નોલોજી ને તબીબ ક્ષેત્રે ઉપયોગ માં લેવા નહિવત પ્રયોગો અસ્તિત્વ માં છે. ઘણા અંશે ગામડાઓ નું આધુનિકરણ યું છે, પરંતુ હજુ ઘણી સેવાઓ ઉપલબ્ધ ની. ગ્રામવાસીઓ ને મોટા રોગ ના નિદાન તા સારવાર માટે શહેર માં જ આવું પડે છે.
ભારત ના અંતરિયાળ વિસ્તારો માં અત્યાધુનિક તબીબી સેવાઓ નું દર્શન કરવા પ્રયત્ન કરીએ તો બહુ કઈ જડે એવું ની. કોરોના કાળ બાદ આપણને એટલું જરૂર સમજાયું છે કે આપણે વિશ્વ સ્તર ના રોગચાળા ની ત્વરિત સારવાર માટે સક્ષમ નહોતા. વેંટીલેટોર તા બીજા ઉપકરણો ની અછત એ ભારત ના તબીબી ક્ષેત્રે તાં મંદ અવા ધીમા વિકાસ ની ઝાંખી બતાવી દીધી. હા, ભારત એ પરિસ્તિી ને જોઈ ને તરત જ રસી બનાવી ને પોતાની ક્ષમતા નો પરચમ આપ્યો. પરંતુ તબીબી ક્ષેત્રે જે આધુનિક ઉપકરણો હોવા જોઈએ તે ભારત માં ખૂબ અલ્પ માત્ર માં છે. જે આધુનિક સુવિધાઓ ગણ્યાગાંઠયા દવાખાનાઓ માં છે ત્યાં તે ખૂબ જ ઊંચા ભાવે છે. એક મધ્યમ વર્ગીય નાગરિક ને પણ આ લાકડછાપ બિલ પોસાય એમ ની. એક આપાતકાલીન સ્થિતિ માં જ્યારે કોઈ દર્દી ને ત્વરિત સારવાર ની જરૂર હોય છે ત્યારે તેને મોટા શહેર સુધી ખસેડવા માં જ સમય જતો રહે છે. જે શહેરો માં ઉપકરણો વપરાય છે તે વર્ષો જૂની ટેક્નોલોજી છે. ભારત તબીબ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ખૂબ જ પાછળ છે. એક બાજુ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ની મદદ થી રસી બનાવવા સંશોધન કરાયા હતા, અને બીજી બાજુ આપણે તે જ જૂની ટેક્નોલોજી ના મશીન વાપરીએ છીએ જે દાયકાઓ થી વપરાય છે. અત્યાધુનિક ટેક્નોલોજી નું અમલીકરણ બહુ ઓછી માત્રા માં છે. ભારત પાસે ઘણા પારંગત તબીબો છે પરંતુ આ તબીબો ને અત્યાધુનિક ઉપકરણો મળતા ની.
કેન્સર અને કોરોના જેવા વિશ્વ સ્તરે ફેલાયેલ રોગો પછી પણ જો આપણે આપણાં સંશોધન ને ઉચ્ચ સ્તરે નહીં લઈ જઈએ તો ભવિષ્ય ની આપાતકાલીન સ્થિતિઓ થી ફરી માત ખાઈ જાશું. જીવન મરણ ના અતિ સંવેદનશીલ ખેલ માં માત મેળવવા નું પરિણામ ભયજનક છે.
ટાઇમ ટ્રાવેલ
- વર્ષ ૧૯૬૨ – પહેલું બાયો સેન્સર
- વર્ષ ૧૯૮૨ – પહેલું ગ્લુકોઝ માપણીનું ફાઇબર ઓપટીક આધારિત બાયોસેન્સર
- વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૫ – પ્રમ નેનો મટિરિયલ આધારિત બાયો સેન્સર
- વર્તમાન સમય – ક્વાંટમ ડોટ્સ, નેનોપાર્ટિક્લ, નેનોટ્યૂબ