પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં
જન્માષ્ટમી શોભાયાત્રા અને મા-બાપ પુસ્તકનું વિમોચન
શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં જન્માષ્ટમી ના નવનિર્મિત ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ, ગૌ શાળાથી જન્માષ્ટમી શોભાયાત્રા મુખ્ય માર્ગો થઇ જય દ્વારકાધીશ પ્રવેશ દ્વાર પહોચ્યા પછી ભારતીબેન સુમતિભાઇ અજમેરા, દીપ્તિ શૈલે શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ.
જયારે ડુંગર દરબારમાં દાનવીર ચંદ્રવદનભાઇ દેસાઇના પ્રમુખપદે સમારોહના પ્રારંભે ક્ધયા મંડળ અને પ્રાથમિક શાળાના બાલક- બાલિકાઓ કાના રાસ, પીરામીડ, અવધાનના પ્રયોગો રજુ કરેલ.ગુરુદેવે ભાવીના ભગવાન કૃષ્ણની વિરાટતા દર્શાવી ગુણદ્રષ્ટિ કેળવી અનાશકતયોગીની સાધના કરવા જણાવેલ.શતાયુ તારાબેન જેઠાલાલ મોદી પરિવાર પ્રેરિત અને પૂ. ધીરગુરુદેવ અનુગ્રહિત અવનીનું અમૃત મા-બાપ પુસ્તકની વિમોચન વિધિ પ્રફુલભાઇ મોદી, હરેશભાઇ મોદી, બિંદુબેન મોદી, અને શાસન પ્રગતિ ભેટ પુસ્તક આગમ ઉપવનના સુમન પુસ્તકની અર્પણ વિધિ શ્રી સી.વી. દેસાઇ, ગામ જમણના લાભાર્થી અમીશા નીરજ વોરાના હસ્તે રિમોટથી કરવામા આવેલ.માસ ક્ષમણના તપસ્વી રેખાબેન જોટંગીયા, મોતીબેન કરમુરનું સન્માન તેમજ કે.ડી. કરમુરની સેવાઓને બિરદાવી અભિવાદન કરાયેલ. ત્રણેક હજાર ભાવિકોએ પ્રસાદનો લાભ લીધેલ. ત્રણેક હજાર ભાવિકોએ પ્રસાદનો લાભ લીધેલ. શ્રી ચંદ્રવદનભાઇ દેસાઇ અને અમીશા વોરાએ ગ્રામજનોની ભકિતની અનુમોદના કરેલ.
જૈનેતર સમાજે ઉગ્ર તપ કરીને આત્માની શકિતનો પરિચય કરાવ્યો
શ્રી જશાપર સ્થા. જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં જૈનેતર સમાજ ઉગ્ર તપ કરીને આત્માની શકિતનો પરિચય કરાવી રહ્યા છે. મોતીબેન કરમુર માસક્ષમણ તપમાં આગળ વધી રહ્યા છે. જયોત્સ્નાબેન શાંતિલાલ ભોગાયતા 16 ઉપવાસ અને દક્ષાબેન સુરેશભાઇ ભટ્ટના 9 ઉપવાસ પૂર્ણ થયેલ છે. 11 વર્ષની પૂર્વા ભોગાયતાએ 9 ઉપવાસ કરેલ છે.