શ્રાવણ માસમાં ૧૧ કરોડ પાર્થીવ શિવરાત્રીની સ્થાપના અને ગૌશાળા નંદીઘરની શરૂઆત કરાશે
ધારાસભ્ય પબુભા માણેક દ્વારા
‘શિવ શિવ’ને પ્રમુખ ઉદબોધનના શબ્દની સાથે જીવનમાં ધાર્મિક તેમજ સામાજીક કાર્યોમાં સદા અગ્રેસર રહેતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકએ કૃષ્ણની કર્મભૂમિમાં રહેવાના સૌભાગ્યનું ઋણ ચૂકવવાના પ્રયાસ સમાન આ વિસ્તારમાં કૃષ્ણને પ્રિય એવી ગાયોની સેવા કરવાની પણ આદમ્ય ઈચ્છા હોય ગાયો અને ગૌવંશના નિભાવ કાજે થોડા સમય પહેલા દ્વારકા નજીક ગૌશાળા તથા નંદીઘર બનાવવાનું આયોજન શરૂ કર્યું હતુ.
લગભગ ૧૦૦ એકરની વિશાળ પ્રાકૃતિક વાતાવરણ સાથેનીજમીનમાં નિર્માણ પામેલા નંદી ઘરના અલગ અલગ વિભાગને આશરે રૂપીયા પચ્ચીસ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.
તેમજ તેની સામેના ભાગમાં આશરે એકાદ લાખ ગાયોને એક સાથે રાખી શકાય તેવી વિશાળ ગૌશાળાના નિર્માણનું આયોજન છે. આશરે ૧૦ હજાર ગાયો તથા ગૌવંશની કેપેસીટી વાળા આ સંકુલ સાથે વધુજમીનની ફાળવણી કરાય તેવી પણ સરકારમાં માંગ કરાઈ છે.
આગામી શ્રાવણ માસમાં દરેક સમાજના અગ્રણીઓ વતી ૧૧ કરોડ પાર્થીવ શિવલીંગની સ્થાપના અને વિસર્જન બાદ શ્રાવણ માસ બાદ શરૂ કરવાનું પ્રાથમિક અંદાજ સાથેનું આયોજન કરાયું છે.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે તાજેતરમાં તેમના નિવેદનમાં જણાવેલ કે શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી ગાયોમાટેના ધાર્મિક કાર્યો તેમની જ દ્વારકાની પવિત્ર ભૂમિમાં ધાર્મિક કાર્યોથી આરંભાશે જેમાં પૂ.માં કનકેશ્વરી દેવીના દિવ્ય કંઠેથી ઓખામંડળના ભકતજનોને શિવકથાના શ્રવણનો લાભ મળશે. આ ઉપરાંત યોજાનારા અતિરૂદ્ર મહાયજ્ઞમાં દરરોજ ઓખા મંડળના અલગ અલગ સમાજના એકવીસ દંપતિને યજ્ઞની પૂજા અર્ચનામાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.