જન્મષ્ટમીના લોકો ઉપવાસ કરે છે ત્યારે ફલહાર લેહ છે,આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ માટે માખણ, મિશરી સૂકોમેવો ધરાવે છે સાથે ધણાનો બારીક ભૂકો જેને આપણે ધાણાનોજીણું કહે છે. જે જન્મષ્ટમીમાં લાલને ધરાવે છે અને બધાને પ્રશાદમાં આપે છે. પણ ક્યારય એની પાછળનું મહત્વ ખ્યાલ છે.
શ્રી કૃષ્ણ માખણ ખાવાના ખુબજ સોખીન છે આપણેને બધાને ખ્યાલ છે, કે તે માખણ ચોર પણ છે.શ્રી કૃષ્ણ દિવસ આખો તોફાન અને લીલા કરતાં પોતાના બાલ સખાઓને તોફાન શિખડવા અને એની સળી કરવી એ તો બાલ ગોપાલની કળા છે. સાથે બધા અષ્ટ સખા, બાલ સખા સાથે વ્રજવાશી ના ઘરે માખણની ચોરી કરતાં અને સાથે મલીને બધાને ખવડાવતા.
આજે પણ સમગ્ર દેશમાં માખણ અને મિશરી ભેળવીને આપે છે સાથે પંજરી પણ આપે છે પરંતુ હજી સુધી ઘણા લોકોને પંજરીનું મહત્વનો ખ્યાલ નથી.
માતા યોશોદા બાલ કૃષ્ણને પંજરી આપતા કારણકે બાલ ગોપાળ દિવસ આખો માખણ,છાસ,ઘી અને દૂધ જ આરોગતા આ બધા પદાર્થ થી શરદી, પીત, તાવ, કફ,અને ઉધરસ જેવી બીમારી થવાનું પ્રમાણ વધી જાય છે.
નંદલાલા ને માતા જોશોદા સમજાવતા માખણ માટે અને ચોરી ના કરવા માટે પરંતુ ક્યારય તે માનતા નહીં અને માતા જશોદા કઈક કઈક નુસખા અપનાવતા જેમાં એ પંજરી એટલે ધાણાજીરું જે રસોઈમાં ઉપિયોગ થાય છે એ ધાણાજીરું(પંજરી) માતા જશોદા રાતે લાલાને આપતા જેથી કરીને લાલા ને પીત જેવી બીમારી ના થાય જે આજે પણ માખણની પ્રશાદી પછી બધાને પંજરી આપે છે.