દારૂ પી મારકૂટ કરતા પતિ અને તેની બહેન,માસી સામે આપઘાતની ફરજ નોંધાતો ગુનો
રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ભાભીના આપઘાત અંગેના પરિવારજનોએ મેળા ટોળા નણંદને મારતા તેને કંટાળી એસિડ પી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ ભૂતના ભાઈને થતાં તેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે મૃતકના પતિ ઉપરાંત તેની બહેન અને માસી વિરુદ્ધ મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથઘરી છે.બનાવની વિગતો મુજબ બોટાદનાં નીંગાળા ગામે રહેતા રાજુભાઇ ટપુભાઇ સાંથળીયાએ તેણીની દીકરી વર્ષાબેનને મરવા માટે મજબૂર કર્યાની રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા તેણીનાં પતિ કરણ વિકાણી અને તેની બહેન ભારતી તથા માસી શોભાબેન સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, તેમની દીકરી વર્ષા (ઉ.20)નાં ગઇ તા.20/01નાં રોજ લગ્ન કરણ ભગુભાઇ વીકાણી સાથે કર્યા હતા. જેના બે મહીના દીકરી વર્ષાને જમાઇ કરણ દારૂ પીને ઘરે આવીને મારકૂટ કરતો હતો. બીજી તરફ વર્ષાનાં મામા સામત ગોરધનભાઇ વાડવીડીયા સાથે તેણીની નણંદ કીરણનાં લગ્ન થયેલા હતા. જેમાં ચાર દિવસ પહેલા તા. 15ના રોજ નણંદ કીરણબેને પાલીતાણાનાં હાથીસણી ગામે પોતાના સાસરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેમાં જમાઇ ક2ણનાં પરિવારજનો આવ્યા, પણ વર્ષાને લઇને આવેલ નહી અને બાદ તા.17ના રોજ જમાઈ કરણની બહેન કીરણબેનનું બેસણુ હતું, તેમાં વર્ષાને લાવેલ અને જમાઇ કરણ તથા તેના બહેન ભારતીબેન તથા માસી શોભાબેને આ બનાવનું મનદુ:ખ રાખીને વર્ષાને મારી નાખવાની ગર્ભીત ધમકી આપી હતી.
આ બાબતે વર્ષા પણ તેના પિતાને ત્યારે કંઇક કહેવા માંગતી હતી, પણ જમાઇ સહિત ત્રણેયનાં ડરથી કંઈ કહી શકી નહીં. બાદમાં ગઇકાલે તા.18ના રોજ સવારે દસેક વાગ્યે વર્ષાએ એસીડ પી લીધાની તેના જેઠ મનુભાઇ વીકાણીએ ફોન કરીને જાણ કરતા પિતા સહિતનાં પીયર પક્ષનાં સભ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલે આવ્યા હતા, જ્યાં પણ નણંદ ભારતીબેન હાજર હોવાથી વર્ષા બનાવ વિષે કંઈ કહી શકી નહોતી. બાદમાં સાંજના તેણીનું મોત થયું હતું. જેથી પતિ કરણ વીકાણી તથા તેની બહેન ભારતીબેન તથા માસી શોભાબેનએ વર્ષાને એસીડ પી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.