પ્રભુ કપિત ૧૧ અંગ સૂત્રની વાંચના સાથે સમગ્ર ચાતુર્માસને આધ્યાત્મિક સ્વરૂપ આપવામાં આવશે
કોરોના મહામારીની ભયાનકતાને લક્ષમાં રાખીને સાવધાની રાખતા રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત સતીજીઓએ મુંબઈ ઘાટકોપરના નિર્ધારિત થયેલા ચાતુર્માસનો નિર્ણય બદલતા તીર્થંકર નેમનાથ પરમાત્માની પાવન ભૂમિ ગિરનારની ગોદમાં ચાતુર્માસ અર્થે મંગલ પ્રવેશ કર્યો છે.
આ અવસરે જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રોફેસર વી.એસ.દામાણી, સુરેશભાઈ કામદાર, કિરીટભાઈ સંઘવી, બીપીનભાઈ કામદાર, સુજલભાઈ દોશી અને અર્હમ યુવા ગ્રુપના યુવાનો સાથે સાવધાની રાખી એકબીજા સાથે સામાજિક અંતર રાખતા વિશેષ ભાવે ઉપસ્થિત રહ્યા હતા. પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્ર તેમજ ૨૪ તીર્થંકરોની સ્તુતિ લોગસ્સના પ્રાગટ્ય બાદ પ્રોફેસર વી.એસ.દામાણી, સુરેશભાઈ કામદાર, કિરીટભાઈ સંઘવીએ અત્યંત અહોભાવ સાથે સ્વાગત વક્તવ્ય આપીને આનંદ અને અંતર આભારના ભાવોની શુભેચ્છા અભિવ્યક્ત કરી હતી.
ગિરનારની પવિત્ર ધરા પર ૨૦૨૦નું આ ચાતુર્માસ સર્વ માટે સુખરુપ બને તે અર્થે ગુરુદેવે જણાવ્યું હતું કે, પ્રભુ કથિત ૧૧ અંગ સૂત્રની વાંચના સાથે સમગ્ર ચાતુર્માસને આધ્યાત્મિક સ્વરૂપ આપવામાં આવશે. તિર્થંકર પરમાત્માની પવીત્ર ભુમિ પર થનારો પરમ ગુરુદેવ આદિ સંત સતીજીઓનો આ સ્વાધ્યાયમય ચાતુર્માસના સાધર્મિક ભક્તિ નો સંપુર્ણ લાભ ગુરુભક્ત નટુભાઈ ચોક્શીએ લીધો છે.