રાજનાથસિંહને ગૃહમંત્રી પદે યથાવત્ રખાય તેવી સંભાવના: પિયુષ ગોયલ રેલ મંત્રી અને ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ મંત્રી બને તેવી શક્યતા: સાંજે કેબિનેટમાં સરકારના એજન્ડા પર પણ ચર્ચા થશ
રાષ્ટ્રપતિ ભવનમાં આઠ હજાર દેશી વિદેશી મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોદી કેબિનેટની શપથવિધિ દબદબાભેર, ઉત્સાહ પૂર્ણ માહોલમાં યોજાય: શપથવિધિ સમારોહમાં પધારેલા વિદેશી મહાનુભાવો સાથે વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય બેઠકો યોજી
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજી કાર્યકાળનો ગઈકાલથી વિધિવત પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલ સાંજે યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદના જયારે ૫૭ મંત્રીઓને મંત્રીપદના શપથ લેવાવ્યા હતા દેશ વિદેશના આઠ હજાર જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાયેલો આ શપથવિધિ સમારોહ ઐતિહાસીક અને યાદગાર બની જવા પામ્યો હતો. આ શપથવિધિ બાદ આજે મોદી સરકારની નવી કેબિનેટની પ્રથમ બેઠક મળનારી છે જેમાં નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.
તાજેતરમાં ૧૭મી લોકસભાના નિર્માણ માટે યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભાજપ અને એનડીએએ સ્પષ્ટ બહુમતી મેળવી હતી જેથી નવી મોદી સરકારની રચના માટે ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પરિસરમાં જાજરમાન શપથવિધિ સમારોહ યોજાયો હતો. ભાજપ અને એનડીએ માટે ઐતિહાસીક ગણાતા આ શપથવિધિ સમારોહમાં અનેક વિદેશી રાષ્ટ્રોના વડાઓ તથા દેશના દરેક ભાગોમાંથી રાજકીય સામાજીક, ધાર્મિક સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આઠ હજાર જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌ પ્રથમ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદના હોદાની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
જે બાદ કેબિનેટ મંત્રીઓમાં બીજા નંબરે રાજનાથ સિંગને, ત્રીજા નંબરે અમિતભાઈ શાહ, ચોથા નંબરે નિતિન ગડકરી સહિતના ૨૪ સાંસદોએકેબીનેટ મંત્રી પદની ગુપ્તતાના શપથ લીધા હતા જે બાદ સ્વતંત્ર કક્ષાનો હવાલો ધરાવતા ૯ રાજય કક્ષાના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. શપથવિધિમાં છેલ્લે રાજય કક્ષાના૧૧ મંત્રીઓએ મંત્રીપદની ગુપ્તતાના શપથ લીધા હતા. આ સમગ્ર શપથવિધિ સમારોહ બે કલાક સુધી ચાલ્યો હતો. સમારોહ દરમ્યાન વંદેમાતરમ અને હર હર મહાદેવને નારાઓ સમયાંતરે ગુંજતા રહેતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાની આ ઘટના અનેકરીતે ઐતિહાસીક બની હતી. અત્યાર સુધી આઠ હજારની મેદની અને લેઝર લાઈટીંગની રોશનીના ઝળહળાટ વચ્ચે કોઈપણ વડાપ્રધાને શપથ ગ્રહણ કર્યા નથી રાજકીય મહાનુભાવો ઉપરાંત બોલીવુડના સીતારાઓ અનિલ કપૂર, કંગના રાણાવત, સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ વિધિ, સમારોહના સાક્ષી તરીકે પાડોશી દેશોના મહેમાન બન્યા હતા સાત વાગ્યાથી શરૂ થયેલી શપથ વિશ્ર્વના બે કલાકના કાર્યક્રમમાં ભારે ઉત્સાહ પૂર્વક માહોલમાં યોજાયો હતો.
રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પરિસરમાં યોજાનારા આ કાર્યક્રમ માટે આમંત્રીતોના ત્રણ વાગ્યાથી જ કાર્યક્રમમા ઉમટવાનું શરૂ કરી દીધું હતુ શપથધિ નજીકથી જોઈ શકાય તે માટે મહેમાનોએ ચીવટપૂર્વક તેમની બેઠક સંભાળી લીધી હતી નરેન્દ્ર મોદીના આ શપથવિધિ સમારોહમાં દેશન ખૂણેખૂણાથી આગેવાનો કાર્યકરો ઉમટી પડયા હતા તેમાં ખાસ કરીને વારાણસીનાં કાર્યકરોની આનંદમય વાતાવરણમાં ઉપસ્થિતિ અલગ તરી આવતી હતી. વારાણસી ઉપરાંત ઉતર પૂર્વના મહેમાનો અને જાહેર જીવન અને રાજકીય કાર્યકરોને અલગ આગળની હરોળમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ.
બિમ્સટેક દેશન રાજદ્વારી નેતાઓ, આર્થિક નિષ્ણાંત, વ્યાપારીઓ અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, આધ્યાત્મીક ગૂરૂ જગ્ગીવાસુદેવ, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગળની હરોળમાં સ્થાન લીધુ હતુ એનડીએનાં સાથી જનતાદળ યુનાઈટેડના નિતિશકુમાર કે જેમણે સરકારમાં સામેલ થવાના ઈન્કાર કરીને ટેકો આપવાનું નકકી કર્યું તે પણ તેમના સાથી કાર્યકરો સાથે ભવ્ય શપથ વિધિ સમારોહમાં નઝરે પડયા હતા. નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ભારતના ઉદ્યોગપતિઓ પણ ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, રતન તાતા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, એસ્સારના પ્રશાંત રૂય્યા, તાતાના એન ચંદ્રશેખર વેદાંતના અનિલ અગ્રવાલ, એચડીએફસીના દિપક પારેખ બોલીવુડના સિતારા ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન મોદીના પ્રચારના અંતિમચરણમાં કેસરીયો માહોલ ઉભો કરનાર અને વડાપ્રધાનનો ઈન્ટરવ્યુ લેનાર અક્ષયકુમાર સમયસર દેખાયો ન હતો. જયારે કરણ ઝોહર, રજનીકાંત, શાહીદકપૂર, કંગના રાણાવત, અનુપમ ખેર, મધુર ભંડાકર, બોનીકપૂર, વિવેક ઓબેરોય, પુનમ ધિલ્લોન હાજર રહ્યા હતા.
નમોની ધમાકેદાર બીજી ઇનિંગ: સાંજે કેબિનેટ, મંત્રીઓને ખાતાઓની ફાળવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ ૧૭મી લોકસભામાં એકલા હાથે સરકાર રચી શકે તેટલી ૩૦૩ બેઠકોનો પ્રચંડ જનાધાર મેળવ્યા બાદ ગઈકાલે સાંજે ગૌધુલીક સમયે યોજાયેલા શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદી સરકારે ગત ટર્મના મંત્રીઓમાંથી મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાને તક આપી છે. જેમાં અગાઉની સરકારમાંથી સુષ્મા સ્વરાજ અને સુરેશ પ્રભુને વિરામ આપીને પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને કેબીનેટમાં સામેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. કે સરકારન રચનામાં નેતાઓની સીનયુરીટીના બદલે ફીટનેસ અને કાર્યકરોની ચેતનાને લાયકાતના ક્રાઈટ એરીયામાં લેવામાં આવ્યો છે. ૧૭મી લોકસભાના વિજય બાદ સરકારની રચનામાં નરેન્દ્ર મોદીની ટીમમાં મહત્વના ફેરફારનો ચૂંટણી બાદ તરત જ સંકેત આપી દેવાયા હતા. નવી સરકારમાં અમિત શાહને સરકારની કેબીનેટમાં મહત્વની જવાબદારી આપવાના સંકેતો મળ્યા છે. શાહ માટે મોદી સરકારમાં ગૃહખાતુ અથવા તો નાણાંમંત્રાલય જેવી જવાબદારી સોંપાય તેવું મનાય રહ્યું છે. રાજનાથસિંહને ગૃહખાતાની જવાબદારીના બદલે અન્ય મહત્વનું ખાતુ સોંપાશે જો શાહને ગૃહમાં આવે તો તેમની જગ્યાએ રાગજનાથસીંગ સ્થાન અપાશેમજબુત સરકારના સુત્રને સાકાર કરવા માટે ભાજપ કેટલાક નિડર નિર્ણયોના સંકેત આપી ચૂકી છે. સહયોગીઓનાં રાજકીય દબાણને જરાપણ વશ ન થવાની દિશામાં સંકેતોના ભાગરૂપે ભાજપે શરૂઅતમાંજ જનતાદળ યુ ના સાંસદોને વધુ મંત્રાલયો આપવાની ના પાડી દીધી હતી.
મોદી સરકારની કેબીનેટમાં ગિરિરાજસિંઘ અને ગજેન્દ્ર શેખાવત ઉપરાંત સાત નવા ચહેરાઓને સ્વાયત્ત ખાતાઓ અને ૧૫ને રાજયકક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ૫૮ મંત્રીઓમાંથી છ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કેબીનેટ ઉપરાંત કુલ નવ મહિલાઓને સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. વય અને આરોગ્યના પ્રશ્ને સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રાલય અન્ય મંત્રીઓ માટે જગ્યા કરી આપી છે. વિદેશ મંત્રાલય માટે જયશંકર જેવા અનુભવીઓથી સુરક્ષશ સલાહકાર અજીત દેઓલ અને અમેરિકા સાથેના સંબંધો અને એશિયા અને પ્રશાંતના દેશો સાથે વેપાર વિસ્તારમાં પણ જયશંકરનો અનુભવ કામ આપશે.
નવી સરકારની રચના પૂર્વે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કરેલી લાંબાગાળાની મંત્રણાઓએ સરકારમાં નવ યુવાનો અને એવા ઉર્જાસભર સાંસદોને તક આપવાનો અભિગમ અપનાવ્યો છે જેને કયારેય રાજકારણ અને સરકાર ચલાવવાના અનુભવ ન હોય પરંતુ તેમનામાં કાબેલીયત હોય જોકે સંજીવ બલીયાન, ગિરિરાજસિંઘ કર્ણાટકના નેતા અનંત હેગડે જેવા નેતાઓની પસંદગીમાં તેમના વલણ અને વતુર્ણકને ધ્યાને લેવામાં આવ્યા છે. અનંત હેગડેએ મહાત્મા ગાંધી અને મેનકા ગાંધીએ મુસ્લીમો અંગે ટિપ્પણી કરી હતી માલેગાંવ કાંડમાં સામેલ પ્રજ્ઞાઠાકુર , નલીન કટીલ અને હેગડે અંગે મોદીએ નથુરામ ગોડસેના નિવેદનમાં તેમને દિલથક્ષ કયારેય માફ ન કરી શકાય તેમ જણાવ્યું હતુ.
સરકારની રચનામાં આ વખતે કોઈ વિવાદાસ્પદ સાંસદોને સામેલ કરવામાં આવ્યાનથી. સરકારની રચનામાં આ વખતે નવયુવાનોને અને નવા ચહેરાઓને તક આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. ઓલિમ્પિક્ધા પૂર્વ વિજેતા રાજવર્ધન રાઠોડ, સંસ્કૃતિમંત્રક્ષ મહેશશર્મા નાગરીક ઉડ્ડયનમંત્રી જયંતસિંહા, પ્રવાસન મંત્રી કેજેએલફેન્સ, કૃષિ મંત્રી રાધામોહન સિંગ, આરોગ્ય મંત્રી જેપી નડડ્ડા, વિરેન્દ્રસિંહ, સંસદીય બાબતોના મંત્રી વિજય ગોયેલ, સત્યપાલસિંગ કાયદામંત્રી બી.પી. ચૌધરી, ગ્રામિય વિકાસ રામકૃપાલ યાદવ, ગ્રાહક બાબતોનાં મંત્રી સી.આર. ચૌધરી, નાણાવિભાગમાં શિવપ્રતાપ શુકલ, ૬૮ મંત્રીઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે મૂકતાના શપથ લીધા હતા.
અન્ય વરિષ્ઠ મંત્રીઓ કે જેમણે શપથ લીધા હતા. જેમાં ડી.વી.સદાનંદ ગોવડા, નિર્મલા સીતારામન, રામવિલાસ પાસવાનરૂને સામેલ કરાયા હતા જનતાદળ યુનાઈટેડ દ્વારા સરકારમાં હિસ્સો લેવાનો ઈન્કાર બાદ જનતાદળના એકપણ નેતાને શપથવિધિમાં સામેલ કરવામાં આવ્યા નહતા. પૂર્વ નાણામંત્રી અ‚ણ જેટલીએ પણ નાદુરસ્ત તબીયતના કારણે સરકારમાં સામેલ ન થવાની જાણ અગાઉથી વડાપ્રધાનને કરી દીધી હતી જોકે ત્યારબાદ વડાપ્રધાને તેમની સાથે ચર્ચા કરી હતી.
નવી સરકારમાં સામેલ કરવામાં આવેલા જૂના મંત્રીઓમાં નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમ્રતકૌર બાદલ, પાવર ચંદ્ર ગેહલોત, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયેલ, પ્રકાશ જાવેડકર, ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્તાર અબ્બાસ નકવી પૂર્વ નેતાઓ ઉત્તરાખંડના પૂર્વમંત્રી રમેશ ખોખરીયા, ઝારખંડના અર્જુન મુંડા, કર્ણાટકના પ્રહલાદ જોષી, ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે અને શિવસેનાના અરવિંદ સાવંત જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી સરકારમાં રાજયકક્ષાના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો લેનારા મંત્રીઓમાં સંતોષકુમાર ગંગવાર, રાવ ઈન્દ્રજીત સિંગ , કિરણરીજજુ, જીતેન્દ્રસિંગ નવો ચહેરો પ્રહલાદ સિંગ પટેલ, આર.કે. સિંગ, હરદિપસિંગ પુરી, મનસુખ માંડવીયા, રાજયકક્ષાના પ્રધાનોમાં ફગનસિંઘ પુલ્સ્ટે, અશ્ર્વીની ચોબે, અરૂણ મેઘવાલ, વીકે સિંઘ, કૃષ્ણપાલ દાનવેદાદારાવ, જીકિશન રેડ્ડી પરસોતમ રૂપાલા, રામદાસ અઠ્ઠવલે, સાધ્વી નિરંજન જયંતિ બાબુલ સુપ્રીયો સંજીવકુમાર બલીયાન, ધ્રુજ સંજય અમરાવ, અનુરાગસિંગ ઠાકુર, અંગદિ સુરેશ ચના બાસપ્પા, વી. મુરલીધરન, ઓમ પ્રકાશ, રામેશ્ર્વર તૈલી, કૈલાશ ચૌધરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી સરકારમાં ચોવીસ કેબીનેટ મંત્રી, રાજયકક્ષાના મંત્રી પદ અને નવને રાજયકક્ષાના સ્વતંત્ર હવાલા સોપવામા આવ્યા છે. મંત્રાલયને કદની ૮૦ સુધી પહોચી છે. ૧૭મી લોકસભાના પરિણામોમાં ત્રીજા નંબરનાં સૌથી મોટા એનડીએ ઘટકદળ તરીકે ઉભરી આવેલા ૧૬ સાંસદો ધરાવતા જેડીયુના નેતા નિતિશકુમારે શપથવિધિની પૂર્વ સંધ્યાએજ સરકારમાં સામલે થવાનો ઈન્કાર કરી આશ્ચર્ય સર્જયું હતુ ભાજપ અને શિવસેના બાદ જેડીયુને બે મંત્રાલય મળે તેવી શકયતા વચ્ચે ભાજપે એકની ઓફર કરી હતી જે જેડીયુના માન્ય ન હોવાનું ચર્ચાય રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નિતિશકુમારને સરકારમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું હતુ નિતિશકુમારે જણાવ્યું હતુ કે પક્ષને યોગ્ય નેતૃત્વ મળવાનું ન હોવાથી અમે આ નિર્ણય લીધો છે. અમે એનડીએમાં રહીશુ એવું જરૂરી નથી કે એનડીએમાં રહેનાર દરેક સરકારમાં સામેલ થવું જોઈએ જનતાદળ યુનાઈટેડ રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાગીએ જણાવ્યું હતુ કે નિતિશકુમારનો આ નિર્ણય સેધ્ધાંતીક નિતિને આધીન છે. ઘટકદળોને યોગ્ય માન સન્માન મળવું જોઈએ એનડીએ સરકારમાં જનતાળ યુ. બહાર રહીને સરકારને ટેકો આપશે.
૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી માટે પૂરતી ૩૦૩ બેઠકોનો જબ્બર જનાધાર મળ્યો જ છે. પરંતુ તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએનાં નેતૃત્વ સરકાર રચવાનું મોટુ મન મનાવ્યું હતુ.
ભાજપ શિવસેના પછી સૌથી વધુ ૧૬ બેઠકો મેળવનાર નિશિશકુમારની જનતાદળ યુ.ને બે ખાતાઓની ઓફર કરતા નિતિશકુમાર સિયા હોવાનું દેખાય રહ્યું છે. જોકે, તેમણે એનડીએમાં રહીને સરકારમાં ભાગીદારી વગર ટેકેદારની ભૂમિકા પસંદ કરી છે.
અમિત શાહનું નવુ લક્ષ્ય: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કેસરિયો ફરકાવવાનું
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને જવલંત વિજય અપાવ્યા બાદ વર્તમાનમાં રાજનીતિના ચાણકય ગણાતા અમિત શાહે હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભાપર કેસરીયો ફરકાવવા કમર કસી છે. ભાજપે પીડીપીની મહેબુબા સરકારને ટેકો પાછે ખેંચ્યા બાદ રાજયપાલ શાસન લગાવવામાં આવ્યું હતુ જે બાદ, રાષ્ટ્રપતિએ વિધાનસભા ભંગ કરી નાખી હતી જેથી આગામી બે ત્રણ ચાર માસમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. જેથી આગામી સપ્તાહમાં અમિત શાહ જમ્મુમાં બે ચૂંટણી રેલીઓ યોજનારા છે. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ત્રીજી એપ્રીલ અમિત શાહ રાજૌરી જિલ્લાનાં સૌરબેની અને ત્યારબાદ ઉધમપૂરમાં ચૂંટણી રેલીઓને સંબોધશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જમ્મુ લડાખની ત્રણેય બેઠકો ભાજપે મેળવી હતી આ પરિણામથી ઉત્સાહીત થયેલ અમિત શાહે હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિજય મેળવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. અમિત શાહ એપ્રીલના બીજા સપ્તાહમાં કાઠુઆ જિલ્લામાં પણ રેલીઓ સંબોધનારાઓ હોવાનું જાણવા મળ્યું છે.
પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરની વિદેશમંત્રી તરીકે વરણી નિશ્ચિત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની બીજી ઈનીંગ્સના પ્રારંભ અનેક ક્રાંતીકારી નિર્ણયો લઈને નવા મંત્રી મંડળમાં અનેક નવા યુવા ચહેરાઓને તક આપી છે. આ તમામમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને કેબીનેટ મંત્રી પદ આપવાની છે. જાન્યુઆરી ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૮ એમ ત્રણ વર્ષ સુધી વિદેશ સચિવ તરીકે સેવાઓ આપ્યા બાદ જયશંકર તાજેતરમાં નિવૃત થયા હતા. વડાપ્રધાન મોદીની વિશ્વાસુ અધિકારીઓમાં જેની ગણના થાય તેવા જયશંકરે મોદી સરકારની વિદેશ નીતિ પ્રભાવશાળી રહે તે માટે ખૂબજ શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી.
મોદી સરકારે પાકિસ્તાનના આતંકવાદી સ્થાનો પર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ વિદેશોના તમામ દેશોને વાસ્તવિકતા સમજાવીને વિશ્વભરમાં પાકિસ્તાનને આતંકવાદીનું આકા ગણાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જયશંકર લોકસભાની ચૂંટણી લડયા ન હોવા છતાં તેમને મંત્રી બનાવીને વડાપ્રધાન મોદી તેમના વિદેશ નીતિ અંગેના વિશાળ અનુભવનો લાભ લેવા માંગે છે. તેમને સુષ્મા સ્વરાજની જગ્યાએ વિદેશ મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
ભાજપના કાર્યવાહક અધ્યક્ષ તરીકેની જવાબદારી જે.પી. નડ્ડાને સોંપાશે
નરેન્દ્ર મોદી સરકારમાં અમિતભાઈ શાહને સામેલ કરાયા બાદ પૂર્વ આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડાને ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અમિત શાહે ઉભી કરેલી સલ્તનતનો વ્યવહાર, વહિવટ અને વિકાસ આગળ વધારવા જે.પી.નડ્ડાને પસંદ કરવામાં આવ્યા હોવાનું ટુંક સમયમાં વિધિવત જાહેરાત કરવામાં આવશે.
ગુરુવારે સરકારની રચનામાં જગતપ્રકાશ નડ્ડાને જવાબદારીમાંથી મુકત રાખી પક્ષની ડોર સોંપવાના નિર્દેશો અપાયા હતા. સંઘ પરિવાર અમિત શાહનાં મિશનને આગળ વધારવા માટે જે.પી.નડ્ડાને કાર્યવાહક પ્રમુખ બનાવવા ઈચ્છે છે. પક્ષનાં ઈતિહાસમાં આવું પ્રથમવાર જીવંત જઈ રહ્યું છે જયાં પક્ષનાં નેતાની ખાલી પડેલી જગ્યા માટે પક્ષનાં નેતૃત્વનાં અવકાશ માટે તાત્કાલિક યોગ્ય નેતાઓની પસંદગી કરવામાં આવે. અમિત શાહ કેન્દ્ર સરકારની કામગીરીમાં પોતાની કાર્યક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી સરકારને વધુ સારી રીતે આગળ ધપાવી શકે તે માટે પક્ષે અમિત શાહની જગ્યાએ સંઘનાં પાયાનાં કાર્યકર અને જમીની નેતા તરીકે રાષ્ટ્રસેવામાં લાગેલા જે.પી. નડ્ડાને પક્ષ પ્રમુખને જવાબદારી સોંપાશે.
જે.પી.નડ્ડા આર.એસ.એસ. પરિવારનાં પાયાનાં કાર્યકર અને બાળપણથી જ એબીવીપી સાથે જોડાઈને ૧૯૯૦નાં દાયકામાં ભારતીય યુવા જનતા મોરચાનાં પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. હિમાચલ પ્રદેશમાં મહાસચિવ તરીકે જોડાઈને રાજનાથસિંહનાં પગલે હવે તે શાહનાં અનુગામી બનીને પક્ષનાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા તૈયાર થયા છે. જે.પી.નડ્ડાને હિમાચલમાં પક્ષની સારી કામગીરી કરવા બદલ નરેન્દ્ર મોદીનાં સૌથી નજીકનાં નેતાની છાપ ધરાવે છે. રાજનાથસિંઘનાં નેતૃત્વમાં તેમણે હિમાચલ પ્રદેશમાં ખુબ સારું કામ કર્યું હતું.
જે.પી.નડ્ડાને શાહનાં અનુગામીની જવાબદારી અપાશે તેવા સંકેતો ૨૪મી મેએ જ મળી ગયા હતા. શાહે પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે. લોકસભાની ચુંટણીમાં રાત-દિવસ જોયા વિના અમિત શાહે કરેલ પુરુષાર્થ પરિણામદાયી બન્યું છે ત્યારે જે.પી.નડ્ડા પર પક્ષને વધુ વેગવાન બનાવવાની જવાબદારી આવી છે જેથી નડ્ડા પણ અમિત શાહની જેમ બોલ્યા વગર પરિણામદાયી કામ કરવા માટે જાણીતા છે. તેમણે ઉતરપ્રદેશમાં ચુંટણીની કમાન સંભાળી હતી. તેમનાં આરોગ્યમંત્રી તરીકે જવાબદારી વચ્ચે જ આયુષ્યમાન ભારતનાં બીપીએલ પરિવારોને ૫ લાખની વિમાની યોજના સફળ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ યોજના જ ભાજપ માટે ગ્રેમ ચેન ઝેર બની હતી.
કોંગ્રેસને કારમી હારની તમ્મર: પ્રવક્તાઓને મીડિયાથી એક માસ દૂર રહેવા તાકીદ
૨૦૧૯નીચૂંટણીમાં ભારે રાજકીય પછડાટની તમ્મર આવી ગઈ હોય તેમ કોંગ્રેસે એક એવો આશ્ર્ચર્યજનક નિર્ણય કર્યો છે કે, પક્ષ એક મહિના સુધી મીડિયાી ઓજલ રહીને સ્વૈચ્છિક અજ્ઞાતવાસ ભોગવશે. એક તરફ વડાપ્રધાન મોદી સરકાર કેન્દ્રમાં સ્થિર સરકારની સપના અને સંચાલન અને વ્યવસની તૈયારીઓ ગંભીર રીતે કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ પણ આગામી પાંચ વર્ષ માટે આવી ગયેલ વિપક્ષની જવાબદારી માટે માનસિક રીતે બરાબર તૈયાર વા માટે પક્ષે એક મહિના માટે વિરામ લઈ કોંગ્રેસ કોઈ પણ પ્રકારની ટીવી ડિબેટમાં ભાગ નહીં લે તેવો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલ ટવીટ કરીને જણાવ્યું હતું કે,
કોંગ્રેસે તમામ પ્રવકતાઓને એક મહિના સુધી કોઈપણ રાજકીય ચર્ચામાં ભાગ ન લેવાનું જણાવ્યું છે અને તમામ ટીવી ચેનલોને વિનંતી કરી દેવામાં આવી છે કે તેમનો ચેનલોએ કોંગ્રેસના કોઈપણ નેતાની ડિબેટની ગોઠવણ ન કરવી. સપાએ પણ કોંગ્રેસની જેમ જ રાજકીય રકાસનો સામનો કર્યો છે. તેમ પણ માધ્યમોી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસે ભારે મોટો ઝટકો સહન કર્યા બાદ અત્યારે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીથી લઈ પક્ષના તમામ હોદ્દેદારોમાં રાજીનામા આપવાની ધમાસાણ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ખાસ કરીને જે રાજયમાં કોંગ્રેસની સરકાર સત્તામાં છે ત્યાં કોંગ્રેસના વ્યાપક ભંગાણની સાંધી પક્ષ માટે ઘાતક ન બને તે માટે નેતાઓ ડેમેજ કંટ્રોલની કામગીરીમાં લાગી ગયા છે. ચૂંટણી પછી દેશભરમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપનો જય જયકાર ઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસે એક મહિના સુધી સંપૂર્ણપર્ણે રાજકીય વિરામ લઈને કોઈપણ પ્રકારની ટેલીવિઝન ડિબેટમાં ભાગ ન લેવાનો પ્રથમ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોંગ્રેસ માટે અત્યારે સૌથી વધુ ખરાબ સમય ચાલતો હોય તેમ ન બોલવામાં નવ ગુણ જેવો અભિગમ અપનાવ્યો છે. એક મહિના સુધી કોઈપણ ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનું નકકી કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ માટે રાજકીય અસ્તિત્વ ટકાવવાની વાત હવે ન ગમે તો પણ ફરજીયાત સ્વીકાર કરવાની બાબત બની છે. ત્યારે એક જવાબદાર વિપક્ષની ભૂમિકા માટે કોંગ્રેસે કોઈપણ નિરાશાને હાવી યા વગર તૈયાર રહેવાનું છે.
ટીમ મોદી
કેબીનેટ મંત્રી
રાજનાસિંહ
અમિત શાહ
નીતિન ગડકરી
સદાનંદ ગૌડા
નિર્મલા સીતારામન
રામવિલાસ પાસવાન
નરેન્દ્રસિંહ તોમર
રવિશંકર પ્રસાદ
હરસીમરત કૌર
થાવરચંદ ગેહલોત
એસ.જયશંકર
રમેશ પોખરીયાલ
અર્જૂન મુંડા
સ્મૃતિ ઈરાની
ડો.હર્ષવર્ધન
પ્રકાશ જાવડેકર
પિયુષ ગોયેલ
ધર્મેન્દ્ર પ્રધાન
મુખ્તાર અબ્બાસ નકવી
પ્રહલાદ જોશી
મહેન્દ્રના પાંડે
અરવિંદ સાવંત
ગીરીરાજસિંહ
નરેન્દ્રસિંહ શેખાવત
સ્વતંત્ર હવાલો
સંતોષ ગંગવાર
રાવ ઈન્દ્રજીતસિંહ
શ્રીપાદ નાઈક
ડો.જીતેન્દ્રસિંહ
કિરણ રીજીજુ
પ્રહલાદ પટેલ
આર.કે.સિંહ
હરદિપસિંહ પુરી
મનસુખ માંડવીયા
રાજય કક્ષાના મંત્રી
ફગ્ગનસિંહ ફુલસ્તે
અસ્વિનીકુમાર ચોબે
અર્જૂનરામ મેઘવાલ
જનરલ વી.કે.સિંગ
કિશન પાલ
રાવસાહેબ દાનવે
જી.કિશન રેડ્ડી
પરસોત્તમ રૂપાલા
રામદાસ અઠ્ઠવલે
સાધ્વી નિરંજન જયોતિ
બાબુલ સુપ્રીયો
સંજીવકુમાર બાલીયાન
ધોત્રે સંજય સમરાવ
અનુરાગ ઠાકુર
અંગાડી સુરેશ
નિત્યાનંદ રાય
રતનલાલ ખટારીયા
વી.મુરલીધરન
રેણુકાસિંગ સરુતા
સોમપ્રકાશ
રામેશ્વર તેલી
પ્રતાપચંદ્ર સારંગી
કૈલાસ ચૌધરી
દેબશ્રી ચૌધરી