અમદાવાદ ખાતેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજ ખાતેથી વંદે મેટ્રો ટ્રેન નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવ્યું હતું. મેક ઇન ઇન્ડિયા વંદે મેટ્રો ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત છે અને આ ટ્રેનમાં 12 જેટલા એસી કોચ છે, જેમાં સેન્ટ્રલ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના ટોયલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.
ત્યારે આજે ભૂજ ખાતેથી આ ટ્રેનને વર્ચ્યુઅલ શુંભારંભમાં ભુજથી અમદાવાદ જવા માટે બહોળી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો હતો. જેમાં યુવાનો, સમાજિક કાર્યકરો, અગ્રણીઓ, મહિલાઓ, અલગ અલગ મહિલા સંગઠનો તેમજ કોલોજના વિદ્યાર્થીઓ, સ્કૂલના વિધાર્થીઓ, વડીલો, વગેરે લોકોએ ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હતા. તેમજ ભૂજ ખાતે રેલ્વે સ્ટેશન પરથી આજે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા અધ્યક્ષ, ધારસભ્યો, નગર પાલિકા પ્રમુખ, રેલ્વેના અધિકારી કર્મચારીઓ તેમજ અનેક લોકો આ શુભ પ્રસંગે હાજર રહી ખુશી વ્યક્ત કરી હતી.
આ ટ્રેનમાં 12 જેટલા એસી કોચ છે, જેમાં સેન્ટ્રલ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના ટોયલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.
આ ટ્રેનના મુસાફરોએ જણાવ્યું હતું કે,મેટ્રો ટ્રેનમાં ખુબ સારી સુરક્ષા છે.અને સફર માટે પણ ઓછો સમય લાગે છે.આ મેટ્રો ટ્રેનથી વિદ્યાર્થીઓ મોટો ફાયદો થયો છે.આ ટ્રેનની પેહલી સફર દરમિયાન બધા મુસાફરોએ ખુબ ખુશી વ્યકત કરી હતી.
નવીનગીરી ગોસ્વામી