હેપી ર્બ ડે ટુ પ્રાઇમ મિનિસ્ટર
શ્રી નરેન્દ્ર મોદીએ ૩૦ મે, ૨૦૧૯નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત હતી. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, ૨૦૦૧ થી મે, ૨૦૧૪ સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.
વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ વર્ષ ૧૯૮૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’નાં મંત્ર સાથે શ્રી મોદીએ વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુક્ત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે.
અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ નોંધ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત ઝડપી ગરીબી નાબૂદી કરવા અગ્રેસર છે. આ માટે કેન્દ્ર સરકારનાં ગરીબતરફી શ્રેણીબદ્ધ નિર્ણયો જવાબદાર છે.
અત્યારે ભારતમાં વિશ્વનો સૌથી મોટો આરોગ્યલક્ષી કાર્યક્રમ આયુષ્માન ભારત ચાલી રહ્યો છે. ૫૦ કરોડ ભારતીયોને આવરી લેતો આયુષ્માન ભારત કાર્યક્રમ ગરીબો અને નવ-મધ્યમ વર્ગને ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્ય સેવા પ્રદાન કરે છે.
દુનિયામાં આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત જર્નલમાં સામેલ ધ લાન્સેટે આયુષ્માન ભારત કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, આ યોજનાથી ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને લઈને પ્રવર્તમાન સમસ્યાનું સમાધાન કરવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. આ જર્નલે એવું પણ નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં પ્રયાસોથી સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમાકવચને પ્રાથમિકતા મળી છે.
નાણાકીય સમાવેશકતા ગરીબો માટે આશીર્વાદરૂપ હોવાનું સમજીને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ દરેક ભારતીયો માટે બેંકમાં ખાતાં ખોલવાનો હતો. અત્યાર સુધી ૩૫ કરોડ જન ધન ખાતાઓ ખુલ્યાં છે. આ ખાતાઓ બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેંકિગ સુવિધાઓની સાથે અન્ય અધિકારો પણ આપ્યા છે.
જન ધનથી એક પગલું આગળ વધીને શ્રી મોદીએ જન સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ અંતર્ગત સમાજનાં સૌથી વધુ વંચિત વર્ગને વીમા અને પેન્શનનું કવચ આપવામાં આવ્યું છે. જેએએમ ત્રિપુટી (જન ધન – આધાર – મોબાઇલ)થી વચેટિયાઓ દૂર થયા છે તથા ટેકનોલોજીની મદદથી પારદર્શકતા અને ઝડપ સુનિશ્ચિત થઈ છે.
સૌપ્રથમ અત્યારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રનાં ૪૨ કરોડથી વધારે લોકોને પેન્શન કવચ મળ્યું છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી મંત્રીમંડળની પહેલી બેઠકમાં આ જ પ્રકારની પેન્શન યોજના વેપારીઓ માટે પણ જાહેર કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ ૨૦૧૬માં શરૂ થઈ હતી, જે અંતર્ગત ગરીબોને નિ:શુલ્ક કૂકિંગ ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે. આ યોજના ૭ કરોડથી વધારે લાર્ભાથીઓ માટે ધૂમાડામૂક્ત રસોડા પ્રદાન કરવામાં મુખ્ય પરિવર્તનકારી પગલું પુરવાર થઈ છે, જેની મુખ્ય લાર્ભાથીઓ મહિલા છે.
આઝાદી પછી ૭૦ વર્ષનો સમય પસાર થવા છતાં ૧૮,૦૦૦ ગામડાઓ વીજળીની સુવિધાથી વંચિત હતા, જેમને હવે વીજળીનો પુરવઠો મળ્યો છે.
શ્રી મોદીનું માનવું છે કે, કોઈ ભારતીય બેઘર ન રહેવો જોઈએ અને એમનું આ સ્વપ્ન સાકાર કરવા વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે ૧.૨૫ કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું હતું. પ્રધાનમંત્રીનું વર્ષ ૨૦૨૨ માટે તમામ માટે મકાનનું સ્વપ્ન ઝડપી સાકાર થઇ રહ્યું.
કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રસ લઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૯નાં વચગાળાનાં બજેટમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ નામે ખેડૂતો માટે નાણાકીય પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. એ પછી લગભગ ત્રણ અઠવાડિયાની અંદર ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૯નાં રોજ આ યોજનાનો અમલ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ અત્યાર સુધી ખેડૂતોને નિયમિતપણે હપ્તાની ચૂકવણી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીનાં બીજા કાર્યકાળમાં મંત્રીમંડળની પ્રથમ બેઠક દરમિયાન તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો તથા અગાઉની યોજના અંતર્ગત ૫ એકરની મર્યાદા દૂર કરવામાં આવી હતી. આ સાથે ભારત સરકારે ખેડૂતોનાં કલ્યાણ માટે દર વર્ષે રૂ. ૮૭,૦૦૦ કરોડ ફાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ સોઇલ હેલ્થ કાર્ડ, ઇ-નામમાંથી કૃષિ માટે પપ્રદર્શક યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ખેડૂતોને વધારે સારા બજારો મળે અને સિંચાઈ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય. ૩૦ મે, ૨૦૧૯નાં રોજ પ્રધાનમંત્રીએ જળ સંસાધનો સાથે સંબંધિત તમામ પાસાંઓ પર ધ્યાન આપવા નવા જળ શક્તિ મંત્રાલયની રચના કરવાનું વચન પૂર્ણ કર્યું છે.
મહાત્મા ગાંધીનાં જન્મદિવસે બીજી ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું, જે દેશભરમાં સ્વચ્છતા લાવવા માટે સામૂહિક જન આંદોલન બની ગયું છે. આ આંદોલનનો વ્યાપ અને અસર ઐતિહાસિક છે. અત્યારે સફાઈનો વ્યાપ વર્ષ ૨૦૧૪માં ૩૮ ટકાથી વધીને ૯૯ ટકા થયો છે. કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લામાં મળોત્સર્જની મુક્ત જાહેર થયા છે. ગંગા નદીને સ્વચ્છ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલા હાથ ધરવામાં આવ્યાં છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરી છે અને એવો મત વ્યક્ત કર્યો છે કે, આ યોજનાથી દર વર્ષે ત્રણ લાખ લોકોનું જીવન બચશે.
શ્રી મોદીનું માનવું છે કે, પરિવર્તન કરવા માટે પરિવહન મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આ કારણે ભારત સરકાર વધારે હાઇવે, રેલવે, આઇ-વે અને વોટરવેની દૃષ્ટિએ અત્યાધુનિક માળખાનું સર્જન કરવા માટે કામ કરે છે. ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાથી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને લોકોને વધારે અનુકૂળ બનાવવામાં આવ્યું છે અને દેશનાં વિવિધ કેન્દ્રો વચ્ચે જોડાણ વધારવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ ભારતને આંતરરાષ્ટ્રીય ઉત્પાદન પાવરહાઉસ બનવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ શરૂ કરી હતી. આ પ્રયાસનાં પરિવર્તનકારક પરિણામો મળ્યાં છે. ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૧૪માં મોબાઇલ ઉત્પાદન એકમોની સંખ્યા ૨થી વધીને વર્ષ ૨૦૧૯માં ૧૨૨ થઈ હતી. ભારત સરકારે ‘વેપારવાણિજ્ય સરળ કરવામાં’ હરણફાળ ભરી છે, જેનાથી એનો ક્રમાંક વર્ષ ૨૦૧૪માં ૧૪૨ હતો, જે ૨૦૧૯માં ૭૭ થયો હતો. ભારત સરકારે વર્ષ ૨૦૧૭નાં સંસદનાં ઐતિહાસિક સત્ર દરમિયાન જીએસટીની શરૂઆત કરી હતી, જેનાથી ‘એક રાષ્ટ્ર, એક કર’નું સ્વપ્ન સાકાર થયું.
શ્રી મોદીનાં કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન ભારતનાં સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આપવામાં આવ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવે છે, જે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિમાનું નિર્માણ વિશેષ જન આંદોલન દ્વારા થયું હતું, આ પ્રતિમાનાં નિર્માણ માટે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ખેડૂતો પાસેથી ઓજારો અને માટી મેળવવામાં આવી હતી, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં જુસ્સાને વ્યક્ત કરે છે.
પ્રધાનમંત્રી મોદી પર્યાવરણ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મહત્તમ યોગદાન આપવા માટે ઉત્સાહી છે. તેમણે અવારનવાર સ્વચ્છ અને હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે ભાર મૂક્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શ્રી મોદીએ જળવાયુ પરિવર્તનનાં નવીનત્તમ સમાધાનો માટે તેનો એક અલગ વિભાગ ઊભો કર્યો હતો. આ જ જુસ્સો વર્ષ ૨૦૧૫માં પેરિસમાં આયોજિત સીઓપી૨૧ શિખર સંમેલનની બેઠકમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમણે ઉચ્ચ-સ્તરીય ચર્ચાવિચારણામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જળવાયુ પરિવર્તની એક પગલું આગળ વધીને પ્રધાનમંત્રી મોદીએ આબોહવામાં ગુણવત્તાયુક્ત પરિવર્તન વિશે વાત કરવી છે. વર્ષ ૨૦૧૮માં કેટલાક દેશોનાં પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રાધ્યક્ષો ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન શરૂ કરવા આવ્યાં હતા, જે વધારે હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનો એક અભિનવ પ્રયાસ છે.
પર્યાવરણનાં સંરક્ષણ માટે પ્રયાસો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રધાનમંત્રીને ‘ચેમ્પિયન્સ ઓફ ધ ર્અ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
જળવાયુ પરિવર્તની આપણી પૃથ્વી પર કુદરતી આપત્તિઓનું જોખમ વધી રહ્યું છે એ હકીકતી સંપૂર્ણપણે વાકેફ શ્રી મોદીએ આપત્તિનાં વ્યવસ્થાપનનો, ટેકનોલોજીની ક્ષમતા અને માનવીય સંસાધનનો ઉપયોગ કરવાનો નવો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો, જ્યાં ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧નાં રોજ મહાવિનાશક ધરતીકંપ આવ્યો હતો. એ જ રીતે તેમણે ગુજરાતમાં પૂર અને દુષ્કાળનો સામનો કરવા નવી વ્યવસ્થાઓ પ્રસ્તુત કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ હતી.
વહીવટી સુધારા દ્વારા શ્રી મોદીએ હંમેશા નાગરિકોને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં તેમણે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા સંધ્યા અદાલતની શરૂઆત કરવાનો નવો અભિગમ વિકસાવ્યો હતો. કેન્દ્ર સરકારમાં પણ તેમણે પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન)ની શરૂઆત દેશની વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા વિલંબિત પ્રોજેક્ટનાં ઝડપી અમલીકરણ માટે કરી હતી.
શ્રી મોદીની વિદેશી નીતિની પહેલોએ ખરા અર્થમાં ભારતની ક્ષમતાને વ્યક્ત કરી છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે અસરકારક ભૂમિકા ભજવી છે. તેમણે પોતાનાં કાર્યકાળની શરૂઆત સાર્થક દેશોનાં તમામ વડાઓની હાજરીમાં કરી હતી અને બીજા કાર્યકાળની શરૂઆતમાં બિમ્સ્ટેકનાં નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં તેમનાં સંબોધનની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. શ્રી મોદી ૧૭ વર્ષનાં ગાળા પછી નેપાળની, ૨૮ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની, ૩૧ વર્ષ પછી ફિજીની અને ૩૪ વર્ષ પછી યુએઈ અને સેશેલ્સની દ્વિપક્ષીય મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યાં હતા. શ્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, સાર્ક અને જી-૨૦નાં શિખર સંમેલનોમાં પણ સામેલ થયા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં વિવિધ આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ભારતનાં હસ્તક્ષેપો અને અભિપ્રાયોની વ્યાપક પ્રશંસા થઈ હતી.
પ્રધાનમંત્રી મોદીને સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન સાશ ઑફ કિંગ અબ્દુલ અઝિઝ સહિત વિવિધ દેશોનાં સર્વોચ્ચ સન્માનો એનાયત કરવામાં આવ્યાં છે. શ્રી મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન (ધ ઓર્ડર ઑફ ધ હોલી એપોસ્ટલ એન્ડ ધ ફર્સ્ટ), પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન (ગ્રાન્ડ કોલર ઑફ ધ સ્ટેટ ઑફ પેલેસ્ટાઇન), અફઘાનિસ્તાન (આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ), યુએઈનું સર્વોચ્ચ સન્માન (ઝાયેદ મેડલ) અને માલદિવનું સર્વોચ્ચ સન્માન (રુલ ઑફ નિશાન ઇઝ્ઝુદ્દીન) એનાયત થયાં હતા. વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને વિકાસ માટેનાં પ્રયાસોમાં યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘સિઓલ પીસ પ્રાઇસ’ પ્રાપ્ત થયું હતુ.
નરેન્દ્ર મોદીનાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવાની અપીલને સંયુક્ત રાષ્ટ્રએ જબરદસ્ત આવકાર આપ્યો હતો. સૌપ્રથમ દુનિયાભરનાં ૧૭૭ દેશોઓ એકમંચ પર આવી અને સંયુક્ત રાષ્ટ્રમાં ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવવાનાં નિર્ણયનો ઠરાવ પસાર કરવામાં પોતાની સહમતિ દર્શાવી હતી.
શ્રી મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦નાં રોજ ગુજરાતનાં એક નાના શહેર વડનગરમાં થયો હતો. તેમનો પરિવાર ‘અન્ય પછાત વર્ગ’ (ઓબીસી) સાથે સંબંધિત છે, જે સમાજનાં વંચિત સમુદાયોમાં સ્થાન ધરાવે છે. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો, પણ પ્રેમાળ કુટુંબ ‘નાણાની તંગી વચ્ચે પણ હળીમળીને’ રહેતું હતુ. જીવનની પ્રારંભિક અવસમાં એમને મહેનતનું મૂલ્ય શીખવા મળવાની સાથે એમને સામાન્ય નાગરિકોની ટાળી શકાય એવી સમસ્યાઓ પણ જાણવા મળી હતી. એનાથી તેઓ યુવાવસમાં જ લોકો અને દેશની સેવા કરવા માટે પ્રેરિત થયાં હતા. પોતાનાં શરૂઆતનાં વર્ષમાં તેમણે રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે કામ કર્યું હતું અને પછી પોતાની જાતને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય જનતા પક્ષમાં રાજકીય કાર્ય માટે સમર્પિત કરી દીધી હતી. શ્રી મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશામાં એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યું હતું.
નરેન્દ્ર મોદી ‘લોકોના નેતા’ છે, જે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારી વધારવા સમર્પિત છે. એમના માટે લોકોની વચ્ચે રહેવું, તેમની સાથે ખુશીઓ વહેંચવી અને તેમનાં દુ:ખો દૂર કરવાથી વિશેષ સંતોષની બાબત બીજી કોઈ નથી. તેઓ લોકો સાથે ‘અંગત સંપર્ક’ જાળવવાની સાથે-સાથે ઓનલાઇન માધ્યમોમાં પણ સારી હાજરી ધરાવે છે. તેઓ ભારતનાં સૌથી વધુ ટેકનો-સેવી નેતા તરીકે જાણીતા છે, લોકો સુધી પહોંચવા માટે વેબનો ઉપયોગ કરે છે અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવે છે. તેઓ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, લિન્ક્ડઇન, વેઇબો અને અન્ય ફોરમ પર સક્રિય છે.
રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખનકળામાં પારંગત છે. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે. તેઓ દિવસની શરૂઆત યોગી કરે છે, જે શરીર અને મન બંનેને મજબૂતી આપે છે તેમજ ઝડપી જીવનમાં શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે.
“સૈનિક બનવું હતું, ક્યારેય વિચાર્યું પણ નહોતું વડાપ્રધાન બનીશ”
“સૈનિક બનવું હતુ, ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું વડાપ્રધાન બનીશ” આ શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છે. બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર દ્વારા થોડા સમય પૂર્વે તેઓનો ઈન્ટરવ્યું લેવામાં આવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે મેં તો ક્યારેય વિચાર્યું પણ ન હતું. કે હું વડાપ્રધાન બનીશ. મારે તો સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવી હતી.
કપડાની બાબતે હંમેશા એટ્રેકટિવ રહે છે વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કપડાની બાબતે હંમેશા એટ્રેકટિવ રહ્યા છે. દેશના વડાપ્રધાન હોવા છતાં તેઓ નેતાઓના રૂઢિચુસ્ત વેશમાં રહેતા નથી. ઘણી વખત તેઓ ઝભ્ભામાં, ઘણી વખત શૂટ બુટમાં તો ઘણી વખત યંગ કોલેજીયનની જેમ ટી શર્ટ અને જીન્સમાં પણ જોવા મળે છે. આમ તેઓનો પોશાક હંમેશા લોકોનું ધ્યાન ખેંચતો આવ્યો છે.
વડાપ્રધાનને એક સમયે સન્યાસી બનવાની લગની લાગી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સમયે સન્યાસી બનવાની લગની લાગી હતી. જ્યારે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા ન હતા. ત્યારે યુવાવસમાં નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદી ખુબ પ્રભાવિત હતા.તે સંન્યાસી બનવા માટે રામકૃષ્ણ મિશન આશ્રમમાં ગયા હતા. તે સમયે સ્વામી આત્મસનંદે કહ્યુ કે સન્યાસ તેમના માટે નથી તેમણે દેશની જનતા માટે કામ કરવુ જોઇએ. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્યાસ તરફના તેમના ડગલાં પાછા વાળી લીધા હતા.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાળમાં અતિજોખમી એવા નિર્ણયો પણ બિન્દાસ્ત લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શાસનમાં અતિ જોખમી કહી શકાય તેવા નિર્ણયો પણ બિન્દાસ્ત રીતે લીધા છે. જેમાં મુખ્યત્વે નોટબંધીના નિર્ણયનો સમાવેશ થાય છે. કોઈ બીજા નેતા આ જગ્યાએ હોય તો નિર્ણય લેતા અચકાય. કારણકે તેની અસર વિપરીત આવે તો સતા પરથી હાથ ધોઈ બેસવાનો પણ વારો આવે. પરંતુ વડાપ્રધાને કોઈ ડર વગર ખૂબ મોટા નિર્ણયો લીધા છે.
વ્યસ્તતા વચ્ચે પણ સમાચારોથી સતત અપડેટ રહે છે મોદી
પીએમ મોદી સવારે ન્યૂઝ પેપર્સ પર એક નજર કરે છે.ઇ-મેલ પણ ચેક કરે છે. મોબાઈલ એપ પર દેશના નાગરિકોએ આપેલી કમેન્ટસ પર પણ સવારે નજર કરે છે.રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન મોકલવામાં આવતા ડોક્યુમેન્ટ્સ ચેક કરે છે. બીજા દિવસની મિટિંગ્સ અને મુલાકાતોનું પ્લાનિંગ કરે છે.પથારીમાં પડ્યાની મિનિટોમાં જ પીએમને ઊંઘ આવી જાય છે. વધુમાં તેઓ દરરોજ તાજા સમાચારો મેળવવાનું ચૂકતા નથી. રોજ- બરોજની ઘટનાઓ ઉપર તેઓ સતત નજર રાખતા રહે છે.
મેરે પ્યારે ૧૩૦ કરોડ દેશવાસીઓેેેેે…
એક સમયે મોદીના વિઝા રિજેક્ટ કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ તેમને મળવા અહીં આવ્યા!
વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૨ના રમખાણોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ભંગ કરવાના મુદ્દે અમેરિકાએ મોદીના ડિપ્લોમેટિક વિઝા રદ કર્યા હતા અને તેમને અગાઉથી મળેલા ટુરિસ્ટ વિઝા પણ પરત ખેંચ્યા હતા. આ ઘટનાના ૧૫ વર્ષ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ ઉપર બિરાજમાન છે અને તેઓને મળવા માટે અમેરિકાના વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ગુજરાત આવ્યા હતા. આમ એક સમયે દેશમાં પ્રવેશ આપવા ન ઇચ્છતા દેશના પ્રેસિડેન્ટ વડાપ્રધાનને મળવા ખુદ અહીં આવ્યા હતા.
વડાપ્રધાન આદુવાળી ચાના બંધાણી, દરરોજ સાદું ભોજન ખાવાના આગ્રહી
નરેન્દ્ર મોદી સવારે ચાર વાગ્યે ઉઠે છે. પછી તેઓ અડધી રાત પહેલા બેડ પર આવતા નથી. સવારે ઉઠીને તેઓ યોગ, સુર્ય નમસ્કાર અને મેડિટેશન જરૂર કરે છે. તેમને સવારમાં ચાલવું ખુબ ગમે છે, કામમાં વ્યસ્ત રહેવાના કારણે જો તેઓ યોગા ના કરી શકે તો થોડી વાર વોક જરૂર કરે છે. યોગા બાદ મોદી આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. તેઓ બાફેલો અને શેકેલો નાસ્તો પસંદ કરે છે. ઘણી વાર તેઓ પોતાનો મનપસંદ ગુજરાતી નાસ્તો પણ કરે છે. જેમાં ઢોકળા પણ સામેલ હોય છે. લંચમાં ગુજરાતી ભાખરી અને દાળ ખીચડી તેમની ફેવરિટ છે. આ સિવાય તેમના દિવસના ભોજનમાં દાળભાત, લીલું શાક અને દહીં સામેલ છે. તેઓ ઘણી વાર એકદમ હળવું ખાવાનું પસંદ કરે છે જેમ કે પૌઆ કે ઈડલી.
આ ઉંમરે પણ દરરોજ ૧૮ કલાક કામ કરે છે મોદી
મળતી માહિતિ અનુસાર મોદી દરરોજે ઓછામાં ઓછા ૧૮ કલાક કામ કરે છે. મોદી દરેક કામ ચોક્કસાઈથી કરે છે. દરેક કામનું મોનિટરિંગ અને ફોલોઅપ જાતે જ લે છે. રાજકીય નિષ્ણાતો મોદીના કામ કરવાની રીતને કોર્પોરેટ સ્ટાઈલ જેવું માને છે. મોદીને નજીકથી જાણતાં લોકો કહે છે કે મોદી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ જ સૂવે છે. તે મોડે સુધી દેશ અને દુનિયાની તમામ અપડેટ લેતાં રહે છે અને થોડીવાર ટીવી જોઇને સૂવે છે.
તેમનો સૂવાનો સમય અનેકવાર વ્યસ્તતાના કારણે પ્રભાવિત પણ થાય છે. પરંતું તે સવારે એક જ સમયે ઉઠે છે. અને કોઈ પણ સંજોગે ૯ વાગ્યે ઓફિસ પહોંચી જાય છે.
૭૦ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનને હંફાવે તેવી સ્ફુર્તિ ધરાવે છે. તેઓનો નિત્યક્રમ ખૂબ સાદો અને સરળ છે સતત કામ કરીને એક્ટિવ રહેવું તેમની આદત છે આજના સમયમાં થોડી કલાક કામ કરીને યુવાનો હાંફી રહે છે ત્યારે આ યુવાનો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોલમોડેલ સમા છે.